પૃષ્ઠો

31 December 2012

♥☀♥ ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની રહસ્યમય ડેથબેડ થિયરી મૃત્યુનાં લગભગ સો વર્ષ બાદ સાચી પડી છે.♥☀♥

☀આ ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય છે.

☀રામાનુજનને આ થિયરી તેમનાં સ્વપ્નમાં નામગીરીદેવી તરફથી પ્રાપ્ત થઈ હોવાનો તે સમયે તેમણે દાવો કર્યો હતો.
☀ઇ.સ.૧૯૨૦ માં મરણપથારી પરથી રામાનુજને તેમના માર્ગદર્શક બ્રિટિશ ગણિતશાસ્ત્રી જી. એચ. હાર્ડીને પત્ર લખીને આ થિયરીની જાણ કરી હતી. આ પત્રમાં તેમણે અનેક નવી ગણિતની થિયરીનું સૂચન કર્યું હતું , જેને પહેલાં ક્યારેય સાંભળવામાં આવી નહોતી. આ પત્રમાં તેમણે આ થિયરી કેવી રીતે કામગીરી કરે છે તેનાં પર પણ પ્રકાશ ફેંક્યો હતો .

☀ સંશોધકોએ જણાવ્યું હતું કે તેમની થિયરી સાચી નીકળી હતી. આ થિયરીને બ્લેકહોલની વર્તણૂકના સંદર્ભમાં સમજાવી શકાય છે.

>>એમોરી યુનિર્વિસટીના ગણિતશાસ્ત્રી કેન ઓનોએ જણાવ્યું હતું કે , રામાનુજનના છેલ્લા રહસ્યમય પત્રમાં રહેલા કોયડાને અમે ઉકેલી નાખ્યો છે. રામાનુજને પત્રમાં લખેલી થિયરીના ઉપયોગ વડે બ્લેકહોલનું રહસ્ય ઉજાગર થાય તેવું મનાય છે. ૧૯૨૦ના સમયગાળામાં બ્લેકહોલનાં અસ્તિત્વ અંગે કોઈ વ્યક્તિએ વિચાર્યું પણ નહોતું અને તે સમયે તેમના માપદંડોને હાસ્યાસ્પદ મનાતા હતા. રામાનુજને પોતાના પત્રમાં જાણીતા થેટા ફંક્શનથી અલગ રીતે કામગીરીનાં અનેક નવાં ફંક્શનનો ઉલ્લેખ કર્યો હતો.
ગણિતનાં ક્ષેત્રે કામ કરતાં લોકોમાં છેલ્લાં ૯૦ વર્ષોથી આ બાબતે ખૂબ જ આશ્ચર્ય પેદા કર્યુ હતું. ઓનોએ જણાવ્યું હતું કે , દક્ષિણ ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં જન્મેલા રામાનુજન જાતે જ ગણિતની અનેક થિયરીઓ શીખ્યા હતા. રામાનુજન હંમેશાં ગણિત વિશે જ વિચારતા રહેતા હતા અને તેમને બે વખત કોલેજમાંથી પણ કાઢી મુકાયાહતા. ગણિતશાસ્ત્રીઓનો અને તેમના સાથીઓએ આધુનિક ગાણિતિક સાધનો પર રામાનુજનની ફોર્મ્યુલાનો ઉકેલ શોધ્યો હતો. આ સાધનો રામાનુજનનાં મૃત્યુ સમયે શોધાયાં પણ નહોતાં. કમનસીબ બાબત એ છે કે રામાનુજ માત્ર ૩૨ વર્ષની યુવા વયે જ નિધન પામ્યા હતા. જો તેમણે જીવનની થોડીક લાંબી મજલ કાપી હોત તો બ્લેક હોલનો ભેદ ઉકેલાઇ જાત.

30 December 2012

♥☀♥ ગુણોત્સવ ૨૦૧૧ ♥☀♥ ♥તમારી શાળાના સર્ટીફિકેટની પ્રિન્ટ કાઢો♥

☀ ગુણોત્સવ ૨૦૧૧ ☀
તમારી શાળાના સર્ટીફિકેટની પ્રિન્ટ કાઢવા નીચેની લિંક પર ક્લિક કરો

http://www.gunotsav.org/events.aspx?gunotsav=2011

29 December 2012

☀ગુણોત્સવ ૨૦૧૧ નુ પરિણામ☀

☀ગુણોત્સવ ૨૦૧૧ નુ પરિણામ વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે.
ક્લિક THIS લિંક .................

http://www.gunotsav.org/events.aspx?gunotsav=2011

♥☀♥ TET પરીક્ષા પરિણામ - વિરોધ શા માટે? ♥☀♥

☀>થોડા સમયથી ગુજરાત સરકાર દ્વારા શિક્ષક બનવા માટે એકપરીક્ષા ફરજિયાતકરવામાં આવી છે જેને શિક્ષક અભિયોગ્યતા કસોટી (TET) તરીકે ઓળખવામાંઆવે છે. છેલ્લે લેવાયેલ આ પરીક્ષાઓનુ પરિણામ ખુબ જ ગંભીર આવ્યુ છે. ફક્ત 2.5% તેમજ 3.4% !!!
અમુક લોકો આ પરિણામને ગેરવાજબી ગણાવે છે. પરંતુ શા માટે? કોઇ પરીક્ષામાં કોઇ ઉમેદવાર યોગ્ય પ્રદર્શન કરી ન શકે તો શુપરિણામને ગેરવાજબી ગણાવીશકાય? બિલકુલ નહી. શુ આ પરીક્ષાનુ પ્રશ્નપત્ર અઘરુહતુ? શુ પ્રશ્નો સિલેબસ (અભ્યાસક્રમ) બહારના હતા? શુ આ પરીક્ષામાં કોઇ સાથે ભેદભાવ થયો છે? બિલકુલ નહી. આ પરીક્ષાનાબધા જ પ્રશ્નો અભ્યાસક્રમ મુજબના જ હતા.જો મારા જેવા આર્ટ્સના વિદ્યાર્થીને આ પ્રશ્નપત્ર સહેલુ લાગતુ હોય તો આ પરીક્ષાની તૈયારી કરતા મારા શિક્ષક મિત્રોને આ પ્રશ્નપત્ર કઇ રીતે અઘરુ લાગે?
આ પરીક્ષા માટે અમુક લોકો સંપૂર્ણ પરીક્ષા સામે વિરોધનોંધાવે છે જેમાં તેઓ નીચે મુજબના મુદ્દાઓને ધ્યાનમાં લેતા હોય છે.

☀વિરોધ નં. ૧. શુ કોઇ શિક્ષકને પ્રમાણપત્રની જરૂર પડે કે તે એલીજીબલ છે કે નહી?
>>ખુલાસો: ચોક્કસ જરૂરપડે. શિક્ષકને આ પ્રમાણપત્રની જરૂર પડે જ કારણકે તે પોતે અપડેટ હશે તો જવિદ્યાર્થીઓને અપટેડ રાખીશકશે. હાલની સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત જોતા આ પ્રમાણપત્ર ખુબ જ જરૂરી છે. સરકારના જે-તે ખાતાના આઇ.એ.એસ. કક્ષાના અધિકારીઓ અથવા તો સચીવો દ્વારા આ બધી બાબતની ચકાસણીકર્યા બાદ જ આ પરીક્ષા લાગુકરાઇછે તેથી કોઇ સામાન્ય માણસના વિરોધનો કોઇ પ્રશ્નજ નથી.

☀વિરોધ નં. ૨. આ પરીક્ષામાં જે પ્રશ્નો પુછવામાં આવે છેતે શિક્ષણમાં ઉપયોગી નથી.
>>ખુલાસો: ટેટ પરીક્ષામાં અભ્યાસક્રમ અનુસાર જ પ્રશ્નો પુછવામાં આવે છે અને તે અભ્યાસક્રમમાં જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે એક શિક્ષકને આવડવા જ જોઇએ અને તોજ તે વિદ્યાર્થીઓને શીખવી શકશે.

☀વિરોધ નં. ૩. શિક્ષકનુ મનોબળ તુટી જાય તેવા પ્રશ્નો પુછવામાં આવે છે.
>>ખુલાસો: કોઇપણ વ્યક્તિનુ મનોબળ તુટે જ્યારે તે હિંમ્મત હારી ગયો ગણવામાં આવે છે. શુ કોઇ શિક્ષક એટલો નબળો હોય? તેશિક્ષકે તો સમાજનુ ઘડતર કરવાનુ છે તો તેનુ મનોબળ તુટે જ નહી. અને પરીક્ષામાં એવા કોઇ પ્રશ્નો પુછવામાં નથી આવ્યા જેથી કોઇ વ્યક્તિનુ મનોબળ તુટી જાય. હા, તૈયારી કર્યા વિના જે શિક્ષકોએ પરીક્ષા આપી હશે તેઓનુ મનોબળ જરૂર તુટ્યુ હશે અને તેવી પરિસ્થિતિમાંમનો ­બળ તુટવુ તે સામાન્ય ગણી શકાય.

☀વિરોધ નં. ૪. આ પરીક્ષા શિક્ષકોને ઠોઠ નિશાળિયો સાબિત કરવા માંગે છે?
>>ખુલાસો: ઠોઠ નિશાળિયો!!! શિક્ષક તો તેને કહેવાય જે ઠોઠ નિશાળિયાને હોશિયાર બનાવી દે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ તૈયારીના અભાવે કદાચ કોઇને તેવો વ્યક્તિગત વિચાર આવે તે સામાન્ય બાબત છે.

☀વિરોધ નં. ૫. પરીક્ષામાં અભ્યાસક્રમ જળવાયો નથી, સ્ટીવ જોબ્સ અને ભૂમિતિના જેવા બહારના પ્રશ્નો પુછ્યા છે.
>>ખુલાસો: અભ્યાસક્રમ બિલકુલ જળવાયો જ છે.અભ્યાસક્રમમા લખ્યા મુજબ કરંટ અફેયર્સ પણ અભ્યાસક્રમનો જ એક ભાગ છે અને કરંટ અફેયર્સના પ્રશ્નોમાં સ્ટીવ જોબ્સનો પ્રશ્ન તે બિલકુલ વાજબી છે કારણ કે છેલ્લા અમુક મહિનાઓના સમાચારોમાં સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ તે જ છે તેમજ સ્ટીવ જોબ્સનુ આ દુનિયાને ઘણુ પ્રદાન છે. ભૂમિતિના પ્રશ્નો આઇ.એ.એસ.નેપણ ના આવડે તેવી ચર્ચા કરતા અમુક લોકોએ તે બાબતનો ખ્યાલ રાખવો જોઇએ કે તે પ્રશ્નો ધોરણ 5 થી 8ના પુસ્તકોમાંથીજ પુછાયા છે, જે એક પ્રાથમિક શિક્ષકને આવડવા જ જોઇએ.

☀વિરોધ નં. ૬. ટેટનુ પરિણામ સી.એ./ ­આઇ.એ.એસ.કરતા પણ ખરાબ.તેના કરતા તો કલેક્ટરની પરીક્ષા આપવી સારી.
>>ખુલાસો: કોઇપણ પરીક્ષાની બીજી પરીક્ષા સાથે સરખામણી બિલકુલ અયોગ્ય છે. શિક્ષક દરજ્જનો વ્યક્તિ આ પ્રકારની સરખામણી કઇ રીતે કરી શકે! ટેટ અને આઇ.એ.એસ. પરીક્ષા વચ્ચે બહુ જ મોટો ગાળો છે અને કોઇ શિક્ષક મિત્રને કલેક્ટર (યુપીએસસી સિવિલ સર્વિસીસ) પરીક્ષા આપવી હોય તો તેઓ આપી જ શકે છે.
મિત્રો, આપેલ બધી જ બાબતો અમુક લોકો દ્વારા ચર્ચવામાં આવી છે સાથોસાથ તેના એકદમ સાચા તેમજ વાજબી ખુલાસા પણ આપવામાં આવ્યા છે. ટેટ પરીક્ષા આજના સમયમાં બિલકુલ યોગ્ય છે. હા, પ્રાઇવેટ/સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાંથી પાસ થયેલ અમુક વિદ્યાર્થીઓને આ પરીક્ષાથોડી અઘરી જરૂર લાગે છે પરંતુ થોડી મહેનત દ્વારા તેઓ આ પરીક્ષા પાસ કરી શકેછે. આ પરીક્ષાનો એક ફાયદો ચોક્ક્સ થશે કે હવે પછીના સમયમાં સરકારી શાળાઓનુ લેવલ પ્રમાણમાં ઉંચુ જરૂરથી આવશે જ.
If u agree?
Must share know all our teacher frds....

☀♥ભારતના સૌથી મોટા ઔદ્યોગીક સમૂહ ટાટા સંસના સમગ્ર વિશ્વમાં ફેલાયેલ સામ્રાજ્ય♥☀

☀ સ્થાપના - 1868માં જમશેદજી નૌસેરવાનજી ટાટા.
☀ મુખ્યઓફિસ : મુંબઈ સ્થિત બોમ્બે હાઉસ
☀ સંચાલન - છ થી વધારે મહાદ્વીપ અને 80 થી વધારે દેશોમાં બિઝનેસ
☀સમૂહની કુલ આવક - 475, 721 કરોડ રૂપિયા. 58 ટકા આવક વિદેશોથી.
☀વિસ્તાર - સાત પ્રમુખ વિસ્તાર-
ઇન્ફર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન,
એન્જિનીયરિંગ,
સેવા, ઉર્જા,
કેમિકલ્સ અને ઉત્પાદન
☀બજાર સંચાલન - 32 કંપનીઓ સૂચીબદ્ધ. સંયુક્ત બજાર પૂંજીકરણ 88.82 અબજ ડોલર
☀શેર ગ્રાહકોની સંખ્યાં - 38 લાખ
☀પ્રમુખ કંપનીઓ -
>>ટાટા સ્ટીલ,
>> ટાટા મોટર્સ,
>>ટાટાકંસલ્ટંસી સર્વિસિઝ,
>> ટાઈટન, ટાટા કમ્યૂનિકેશન,
>>ટાટા ટેલિસર્વિસિઝ અને
>> ઈન્ડીયન હોટલ્સ
☀વિદેશી બ્રાંડ - કોરસ, જગુઆર, લેંડ રોવર, ટેટલી, દાયવૂના ભારે વાહનોનો એકમ
☀કર્મચારીઓની સંખ્યા - 450,000થી વધારે

28 December 2012

☀જાણવા જેવુ☀

☀~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવીશકે છે.
☀~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.
☀~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !
☀~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત 'મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે !
☀~> ફિલિપાઇન્સનિ ' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી માળો રાત્રે ચમકે !
☀~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
☀~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !
☀~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે !
☀~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથીપણ વધારે શબ્દો છે !
☀~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાયછે !
☀~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે, એક જજડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ? ન વાત કરી શકાય, ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !
☀~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !
☀~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે!
☀~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !
☀~> એલ્બેટ્રોસ નામનું પંખીએક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !
☀~> અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
☀~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ગણો ભારે છે.
☀~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજનકરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
☀~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
☀~> નેપોલીયન બિલાડીઓથી બહુડરતો !
☀~> સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડેજ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી,પણ શિકારીને પકડવાના દાંત હોય છે.
☀~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી૨૦૦ વર્ષનું ગણાય છે.
☀~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે.
☀~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
☀~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
☀~> લીમડાના ઝાડ ઉપર તીડ કદીહુમલો કરી,તેનો નાશ કરી શકતા નથી.

♥•♥ ગુજરાતમાં થયેલી ૨૦૦૫ની પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા રદ ♥•♥

☀ગુજરાતમાં 2005માં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા હાથ ધરીને લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ભરતીમાં એસ.ટી, એસ.સી અને અનામતના નિયમનું ઉલંઘન કરવામાં આવ્યું હતું,
જેને લઇને હાઇકોર્ટે આ ભરતી પ્રક્રિયાનું લિસ્ટ કેન્સલ કરીને નવેસરથી પંદર દિવસમાં લિસ્ટ તૈયાર કરીને બે મહિનામાં ભરતી પ્રક્રિયા પૂરી કરવા આદેશ કર્યા છે.

♥☀♥ ભાવનગરમાં ફાજલ શિક્ષકોની જગ્યા ભરવાના મામલે ઈ.આઈ. (એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ) દ્વારા તપાસની કાર્યવાહી શરૂ ♥☀♥

☀ધો-૮ને ઉચ્ચત્તર પ્રાથમિકમાં સમાવેશ કરવાથી અસંખ્ય શિક્ષકો ફાજલ થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાની માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૯૫ જેટલા વર્ગ વધારવા અંગેની દરખાસ્તને મંજૂરી મળતા ફાજલ થયેલા શિક્ષકોને શિક્ષણ તંત્ર દ્વારા જગ્યા ભરવા માટેની રિ-કોલની કાર્યવાહીનો આરંભ થઈ ગયો છે.

☀આ જગ્યા ભરવા માટે એજ્યકેશન ઈન્સ્પેકટર્સને પોતાના બીટમાં તપાસ કરવા માટેની સુચના અપાઈ છે.જેને પગલે આ એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ઈ.આઈ. (એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ)ના અભિપ્રાય બાદ શિક્ષકોને રિ-કોલના ઓર્ડરો આપવામાં આવશે.

26 December 2012

♥•♥વૈદિક ગણિત વિશે થોડુક જાણીએ...♥•♥

>>મિત્રો, વૈદિક ગણિત વિશે આપને થોડો ગણો તો ખ્યાલ હશે જ.
(આજ-કાલ આ વૈદિક ગણિતના નામે કેટલાય ઇન્સ્ટીટ્યુટ ફાટી નિક્ળ્યા છે.)
વૈદિક ગણિત એ એક એવુ ગણિત છે જેની મદદથી આપ ગણિતના ભારે દાખલા અને કોયડાઓ ચપટી વગાડતા ગણી શકો.
તો ચાલો આ સાથે એક ગણિત નો જાદુ માણીએઃ
*પ્રશ્નઃ
મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા
કરી આપો. તો શું આપ કરી શકવાના છો?

*1.) 1+2+3+4+5+6+7+8 ­­+9+10 = __________.

*2.) 1+2+3+………..+50 = __________.

*3.) 21+22+23+……..+7 ­ ­4 = __________.

જવાબ છે ના.પણ હવે આપ એક મિનિટમા નહિ પણ અડધી જ મિનિટમા કરી શકો છોઃ
કેવી રીતે?

>>આપણે સૌ પ્રથમ “2.)” નો જવાબ મેળવીએ.અહી આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.અહી છેલ્લી સંખ્યા 50 છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે
ગુણવી.એટલે કે 50*50=2500. હવે આવેલા જવાબમાં તે જ સંખ્યા ઉમેરવી એટલે કે
2500+50=2550. હવે આવેલા જવાબને 2 વડે ભાગતા જે જવાબઆવે તે આપણા પ્રશ્નનો
જવાબ.એટલે કે 2550/2=1275.
આથી 1+2+3+………..+50 = 1275.
છે ને સાવ ઇઝી?

તે જ રીતે “1.)” માં…
10*10=100;
100+10=110;
110/2=55.
આથી 1+2+3+4+5+6+7+8 ­­+9+10 = 55.

હવે “3.)” માં 21 થી 74 નો સરવાળો કરવાનો છે.એના માટે પ્રથમ 1 થી 74 નો
સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે-2775.
ત્યારબાદ 1 થી 20 નો ઉપરની રીતે સવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)
એટલે જવાબ આવશે-210.
હવે આપણે 21 થી 74નો સરવાળો કરવાનો છે.તેથી 1 થી 74
માંથી આવેલા જવાબમાંથી 1 થી20 નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે
2775-210=2565.
આથી 21+22+23+……..+7 ­ ­4 = 2565.
છે ને કમાલની વાત?

♥વિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે.♥

>>શૂલ્બ સૂત્ર નામનુ પુસ્તક 2800 વર્ષ પહેલા સર્જાયુ હતુ.

>>પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.

>> વિદેશી સ્કોલર્સ ભારતની અત્યંત જુની ગણિત પરંપરાઓ તરફ કેમ આર્કષાયા હતા. તેવા રસપ્રદ વિષય પર લેક્ચર આપવામાટે એમ.એસ.યુનિવર્સી ­ટીમાંઆવેલા જાણીતા ગણીત શાસ્ત્રી પ્રો.વી કન્નને કહ્યુ હતુ. કે શૂલ્બ સુત્ર મૂળે તો વૈદિક રીતિરિવાજોની જાણકારી આપતુપુસ્તક છે.
પરંતુ તેમાં આ વિધિ કરવા માટેના પ્લેટફોર્મની રચના માટે અપાયેલી ભૂમિતિની સંખ્યાબંધ ફોર્મ્યુલાઓ જોવામળે છે.વિશ્વના ઘણા સંશોધકોએ કહ્યુ છે કે આ પુસ્તક વિશ્વનુ સૌથી જુનુ મેથ્સ પુસ્તક કહી શકાય.ભારતમાં આજે વિદ્યાર્થીઓ ગણિતના જેટલા પણ ચેપ્ટર ભણે છે તે પૈકીના 20 થી 30 ચેપ્ટર એવા છે જે ભલે આજે વિદેશી ગણીતશાસ્ત્રીઓએ શોધેલા મનાતા હોય પરંતુ તેનો ઉલ્લેખ ભારતના પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં છે.
તમને જાણીને આશ્ચર્ય થશે. પરંતુ પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.આ જ રીતે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી બાયનરી સીસ્ટમની જાણકારી 2600 વર્ષ પહેલા રચાયેલા સંસ્કૃત પુસ્તક"છંદસુત્રમ" માં છે.

>>આજે પણ ભારતના સંસ્કૃત પુસ્તકોનુ અધ્યયન કરવામાં આવે તો અત્યાર સુધી ઢંકાઈ રહેલી ઘણી રસપ્રદ વિગતો પરની ધુળ ખંખેરાય તેમ છે.

♥વિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે.♥

>>શૂલ્બ સૂત્ર નામનુ પુસ્તક 2800 વર્ષ પહેલા સર્જાયુ હતુ.

>>પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.

>> વિદેશી સ્કોલર્સ ભારતની અત્યંત જુની ગણિત પરંપરાઓ તરફ કેમ આર્કષાયા હતા. તેવા રસપ્રદ વિષય પર લેક્ચર આપવામાટે એમ.એસ.યુનિવર્સી ­ટીમાંઆવેલા જાણીતા ગણીત શાસ્ત્રી પ્રો.વી કન્નને કહ્યુ હતુ. કે શૂલ્બ સુત્ર મૂળે તો વૈદિક રીતિરિવાજોની જાણકારી આપતુપુસ્તક છે.
પરંતુ તેમાં આ વિધિ કરવા માટેના પ્લેટફોર્મની રચના માટે અપાયેલી ભૂમિતિની સંખ્યાબંધ ફોર્મ્યુલાઓ જોવામળે છે.વિશ્વના ઘણા સંશોધકોએ કહ્યુ છે કે આ પુસ્તક વિશ્વનુ સૌથી જુનુ મેથ્સ પુસ્તક કહી શકાય.ભારતમાં આજે વિદ્યાર્થીઓ ગણિતના જેટલા પણ ચેપ્ટર ભણે છે તે પૈકીના 20 થી 30 ચેપ્ટર એવા છે જે ભલે આજે વિદેશી ગણીતશાસ્ત્રીઓએ શોધેલા મનાતા હોય પરંતુ તેનો ઉલ્લેખ ભારતના પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં છે.
તમને જાણીને આશ્ચર્ય થશે. પરંતુ પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.આ જ રીતે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી બાયનરી સીસ્ટમની જાણકારી 2600 વર્ષ પહેલા રચાયેલા સંસ્કૃત પુસ્તક"છંદસુત્રમ" માં છે.

>>આજે પણ ભારતના સંસ્કૃત પુસ્તકોનુ અધ્યયન કરવામાં આવે તો અત્યાર સુધી ઢંકાઈ રહેલી ઘણી રસપ્રદ વિગતો પરની ધુળ ખંખેરાય તેમ છે.

24 December 2012

♥વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક♥

♥વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક♥
*•નામ:- એલન સ્ટીવર્ટે
*•દેશ:- ઓસ્ટ્રેલિયા

>>એવું કહેવાય છે કે ભણવાની અને શીખવાની કોઈ ઉંમર હોતી નથી, બસ અભ્યાસ માટેની તમારામાં ધગશ હોવી જોઈએ. આ વાતને ઓસ્ટ્રેલિયાનાં એક વૃદ્ધે હકીકતમાં સાબિત કરીઆપી છે.

>>ઓસ્ટ્રેલિયાનાં 97 વર્ષનાં એક વૃદ્ધે પોતાના અભ્યાસ દ્રારા રેકોર્ડ સ્થાપ્યો છે અને વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક બની ગયાં છે.
ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનાં અનુસાર એલન સ્ટીવર્ટે લિસમોર સ્થિત સાઉદર્ન ક્રાસ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઓફ ક્લીનિકલ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી એવું સાબિત કરી આપ્યું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી.
>>સ્ટીવર્ટે સ્નાતકની ડિગ્રી મેળવી 2006નાં પોતાના જ રેકોર્ડને તોડ્યો છે. તે સમયે તેમણે 91 વર્ષની વયે કાયદાની ડિગ્રી મેળવી હતી.