પૃષ્ઠો

31 March 2014

HAPPY NAVRATRI ➣ ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભ-કામનાઓ...

आप सभी को हमारी ओर से नवरात्रि की हार्दिक शुभकामनायें |

माँ भवानी आप सभी की मनोकामनाएँ पूर्ण करें !!

जय माता दी....

29 March 2014

ગાંધીનગરની ૬૪૩ શાળાઓમાં ૯મી એપ્રિલથી ગુણોત્સવ યોજાશે...

ગાંધીનગરની ૬૪૩ શાળાઓમાં ૯મી એપ્રિલથી ગુણોત્સવ યોજાશે...

➣ ગુણોત્સવનો સમય સવારે ૮થી ૧૧નો રહેશ.ે ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા કઇ રીતે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને તેનાં પરિણામ સ્વરૂપે વિદ્યાથીઓએ કેટલો પ્રોગ્રસ કર્યો તેનો કયાસ કાઢવા માટે દર વર્ષે ગુણોત્સવ યોજવામાં આવે છે. તે પ્રમાણે આ વખતે ૯મીથી ૧૭ એપ્રિલ સુધી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની, નગર શિક્ષણ સમિતિ હસ્તકની અને આશ્રમ શાળા મળી કુલ ૬૪૩ શાળાઓમાં વાર્ષિ‌ક ગુણોત્સવ યોજવામાં આવનાર છે.

➣ આ ગુણોત્સવ અંતર્ગત વાંચન, લેખન અને ગણન ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિ  ઉપરાંત શિક્ષકો દ્વારા સ્વમુલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ૪ વર્ષથી શાળાઓમાં ગુણોત્સવ યોજવામાં આવી રહ્યો છે.

➣ આ વખતે ગાંધીનગર જિલ્લામાં પમો ગુણોત્સવ યોજાશે. ઉલ્લેખનિય છે કે ત્રીજા ગુણોત્સવમાં ગાંધીનગર જિલ્લાનો રાજ્યમાં ૯મો ક્રમ આવ્યો હતો. જ્યારે ચોથા ગુણોત્સવમાં ગ્રેડ આપાયો હતો.

➣ આ અંગે જિલ્લા પ્રાથમિ ક શિક્ષણાધિકારી એન.એમ.રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાની પ૯૪ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ૧૪ આશ્રમ શાળા મળી કુલ ૬૪૩ શાળામાં આગામી ૯મી એપ્રિલથી વાર્ષિ‌ક ગુણોત્સવ યોજાશે.

♥ ક્યા દિવસે ક્યા વિષયની પરીક્ષા લેવાશે...♥

➣ પ્રથમ દિવસે ૯મીએ ગણિત, ૧૦મીએ ગુજરાતી, ૧૨મીએ હિન્દી, ૧૫મીએઅંગ્રેજી અને ૧૭મીએ સંસ્કૃતની પરીક્ષા લેવાશે.

લોકસભા ચૂંટણીમાં મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે.

લોકસભા ચૂંટણીમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો વધુ મતદાન કરી શકે તે માટે સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ જશે. જ્યારે મતદાન પૂરા થવાના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે.

23 March 2014

22 March 2014

NET KNOWLEDGE ➣ નામ વગરનું ફોલ્ડર બનાવો સાથે ડેટા અદૃશ્ય કરો...




➣ કમ્પ્યૂટરમાં કેટલીક એવી ટ્રિક હોય છે,જેના વિશે આપણને માહિતી હોતી નથી. અહીં આપને જે ટ્રિક બતાવવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારનાં સોફ્ટવેર વગર તમારો ડેટા ગાયબ કરવાની ટ્રિક છે. ગાયબ કરેલા ડેટાને એકમાત્ર તમે જ જોઈ શકશો. તમારા અન્ય કોઈ સાથીમિત્રો કે અન્ય વ્યક્તિ તમારો ડેટા જોઈ શકશે નહીં.

➣ સૌથી પહેલાં તમારે નામ વગરનું ફોલ્ડર બનાવવાનું રહેશે, જેમાં તમારે ડેટા કોપી કરી તેમાં રાખવાનો રહેશે.

➣ નામ વગરનું ફોલ્ડર બનાવવા તમારે એક ટ્રિક અપનાવવાની રહેશે. પહેલાં આપ રાઇટ ક્લિક કરી નવું ફોલ્ડર બનાવો.

➣ હવે F2 કી દબાવીને રિનેમ કરો.
કી-બોર્ડની Alt કી દબાવી ૨૫૫ નંબર દબાવો ત્યારબાદ Alt કી છોડી દો અને એન્ટરની કી દબાવી દો. આમ કરતાંની સાથે જ આપનું નામ વગરનું ફોલ્ડર બની જશે.

➣ નામ વિનાનું ફોલ્ડર બનાવ્યા બાદ ફોલ્ડર પર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જાઓ. હવે Customize પર ક્લિક કરીને Changelcon પર ક્લિક કરો. અહીંયાં એક આઇકન હશે જે હિડન હશે, તે આઇકન પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી, Apply પર ક્લિક કરો.

➣ આમ કરતાંની સાથે જ આપનું ફોલ્ડર ગાયબ થઈ જશે,પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે કઈ જગ્યાએ ફોલ્ડર બનાવ્યું છે અને જે જગ્યા પર આપે ફોલ્ડર બનાવ્યું છે તેના પર ડબલ ક્લિક કરો તેમજ ફોલ્ડર ખોલી તેની અંદર તમારો કોઈ પણ ડેટા કોપી કરી શકો છો. આ ડેટાની જાણકારી માત્ર તમને જ હશે. આ પ્રમાણે તમે તમારો ડેટા તમારા મિત્રો તેમજ અન્ય વ્યક્તિઓથી સાચવી શકો છો.

( COURTESY BY SANDESH NEWS)

17 March 2014

GENERAL KNOWLEDGE ➣ ✺ લેખક અને ઉપનામ ✺


✺ લેખક અને ઉપનામ ✺

✺ પ્રેમસખિ  ➣ પ્રેમાનંદ સ્વામી
✺ અઝિઝ ➣ ધનશંકર ત્રિપાઠી
✺ અદલ  ➣ અરદેશર ખબરદાર
✺ અનામી ➣ રણજિતભાઈ પટેલ
✺ અજ્ઞેય ➣ સચ્ચિદાનંદ વાત્સ્યાયન
✺ ઉપવાસી  ➣ ભોગીલાલ ગાંધી
✺ ઉશનસ્  ➣ નટવરલાલ પંડ્યા
✺ કલાપી  ➣ સુરસિંહજી ગોહિલ
✺ કાન્ત  ➣ મણિશંકર ભટ્ટ
✺ કાકાસાહેબ ➣ દત્તાત્રેય કાલેલકર
✺ ઘનશ્યામ ➣ કનૈયાલાલ મુનશી
✺ ગાફિલ  ➣ મનુભાઈ ત્રિવેદી
✺ ચકોર ➣ બંસીલાલ વર્મા
✺ ચંદામામા ➣ ચંદ્રવદન મેહતા
✺ જયભિખ્ખુ ➣ બાલાભાઈ દેસાઈ
✺ જિપ્સી  ➣ કિશનસિંહ ચાવડા
✺ ઠોઠ નિશાળીયો ➣ બકુલ ત્રિપાઠી
✺ દર્શક ➣ મનુભાઈ પંચોળી
✺ દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી ➣ રામનારાયણ પાઠક
✺ ધૂમકેતુ ➣ ગૌરીશંકર જોષી
✺ નિરાલા ➣ સૂર્યકાન્ત ત્રિપાઠી
✺ પતીલ ➣ મગનલાલ પટેલ
✺ પારાર્શય ➣ મુકુન્દરાય પટણી
✺ પ્રાસન્નેય ➣ હર્ષદ ત્રિવેદી
✺ પ્રિયદર્શી ➣ મધુસૂદેન પારેખ
✺ પુનર્વસુ ➣ લાભશંકર ઠાકર
✺ પ્રેમભક્તિ  ➣ કવિ ન્હાનાલાલ
✺ ફિલસુફ ➣ ચીનુભઈ પટવા
✺ બાદરાયણ ➣ ભાનુશંકર વ્યાસ
✺ બુલબુલ ➣ ડાહ્યાભાઈ દેરાસરી
✺ બેકાર  ➣ ઈબ્રાહીમ પટેલ
✺ બેફામ  ➣ બરકતઅલી વિરાણી
✺ મકરંદ ➣ રમણભાઈ નીલકંઠ
✺ મસ્ત, બાલ, કલાન્ત ➣ બાલશંકર કંથારિયા
✺ મસ્તકવિ  ➣ ત્રિભુવન ભટ્ટ
✺ મૂષિકાર ➣ રસિકલાલ પરીખ
✺ લલિત ➣ જમનાશંકર બૂચ
✺ વનમાળી વાંકો ➣ દેવેન્દ્ર ઓઝા
✺ વાસુકિ  ➣ ઉમાશંકર જોષી
✺ વૈશંપાયન  ➣ કરસનદાસ માણેક
✺ શયદા ➣ હરજી દામાણી
✺ શિવમ સુંદરમ્  ➣ હિંમતલાલ પટેલ
✺ શૂન્ય ➣ અલીખાન બલોચ
✺ શૌનિક  ➣ અનંતરાય રાવળ
✺ સત્યમ્ ➣ શાંતિલાલ શાહ
✺ સરોદ ➣ મનુભાઈ ત્રિવેદી
✺ સવ્યસાચી ➣ ધીરુભાઈ ઠાકોર
✺ સાહિત્ય પ્રિય ➣ ચુનીલાલ શાહ
✺ સેહેની ➣ બળવંતરાય ઠાકોર
✺ સુધાંશુ ➣ દામોદર ભટ્ટ
✺ સુન્દરમ્ ➣ ત્રિભુવનદાસ લુહાર
✺ સોપાન  ➣ મોહનલાલ મેહતા
✺ સ્નેહરશ્મિ  ➣ ઝીણાભાઈ દેસાઈ
✺ સહજ ➣ વિવેક કાણે

07 March 2014

Maths  ➣ Class 1 - Gujarati Pre-Number Concepts ( લાંબુ - ટૂંકું , નાનું - મોટું વગેરે...)

Maths  ➣ Class 1
Gujarati Pre-Number Concepts
( લાંબુ - ટૂંકું , નાનું - મોટું વગેરે...)




DOWNLOAD

04 March 2014

Net knowledge ➣ ડાઉનલોડ 'સાયબર સફર' અંક... ફેબ્રુઆરી - ૨૦૧૨

ડાઉનલોડ 'સાયબર સફર' અંક...
ફેબ્રુઆરી - ૨૦૧૨

Source : www.cybersafar.com/

SYBERSAFAR. February - 2012