Camp date : 30/07/2014
પૃષ્ઠો
29 July 2014
19 July 2014
15 July 2014
10 July 2014
Income tax ni maryada ma 2 lakh thi vadhi 2.5 lakh karva ma avi...
રૂપિયા 2.5 લાખની આવક ટેક્સ ફ્રી,
સિનિયર સિટિઝન્સને રૂ. 3 લાખ છૂટ...
08 July 2014
06 July 2014
05 July 2014
ફિકસમાં મુકી દેવાયેલા લોકરક્ષકોની વહેલી તકે ન્યાય આપવા માંગ...
- રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં સીસીસી કોર્સ સર્ટી. ચલાવી લેવાયા તો ગાંધીનગર રેન્જમાં કેમ નહી ? ગાંધીનગર રેન્જનાં જિલ્લામાં ફરજ બજાવતા લોક રક્ષક જવાનોને પોલીસ વિભાગ દ્વારા ફિકશેસનનો સમય પુરો થયા બાદ પુરા પગારમાંથી ફરી ફિકસમાં મુકી દેવામાં આવતા અસંતોષ સપાટી પર આવ્યો છે. જેમાં વિભાગ દ્વારા લોક રક્ષકોએ રજુ કરેલા સીસીસી કોર્સનાં સર્ટીફિકેટ માન્ય ન હોવાનું જણાવ્યુ છે. પરંતુ ભરતી સમયે માન્ય રખાયેલા પ્રમાણપત્રો પુરા પગાર આપવાનાં સમયે જ અમાન્ય કઇ રીતે થઇ ગયા તેવો અણીયાણો સવાલ લોકરક્ષકો પુછી રહ્યા છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા રાજ્યનાં જુદા જુદા પોલીસ સ્ટેશનો માટે વર્ષ ૨૦૦૯માં લોકરક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાં ૨૦૦ જેટલા લોકરક્ષકોનેં ફરજ સોપવામાં આવી હતી. લોકરક્ષકોનાં જણાવ્યાનુંસાર ભરતી સમયે વિભાગ દ્વારા માંગવામાં આવેલા તમામ સર્ટીફિકેટસ સોપવામાં આવ્યા હતા. જેમાં કોમ્પ્યુટર જ્ઞાનનાં અંગેનાં સીસીસી સર્ટીફિકેટ પણ રજુ કરવામાં આવ્યુ હતુ. પોલીસ વિભાગે તેને માન્ય ગણીને ફરજ પર મુકી દીધા હતા. ફિકસ પગારદાર તરીકે નજીવા વેતન સાથે કામ કરતા આ લોકરક્ષકોનાં ફરજનાં પાંચ વર્ષ પુરા થતા પુરો પગાર કરી કાયમી કરી દેવાયા હતા. પરંતુ અચાનક જ ગાંધીનગર રેન્જનાં જિલ્લાનાં લોકરક્ષકોને કાયમી પુરા પગારમાંથી ફિકસમાં મુકી દેવામાં આવ્યા છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા લોકરક્ષકોને તેમણે રજુ કરેલા બાબા સાહેબ આંબેડકટર યુનિવર્સીટીનાં સીસીસી કોર્સનાં પ્રમાણપત્ર માન્ય ન હોવાનું જણાવવામાં આવ્યુ છે. જો કે ભરતી સમયે માન્ય હતો તો પુરા પગારની વાત આવી તો કેમ અમાન્ય થઇ ગયા. અને જો માન્ય ન હોય તે લોકરક્ષકોને આ અંગે જાણ કરીને માન્ય સંસ્થામાંથી કોર્સ કરીને સર્ટીફિકેટ રજુ કરવાનો સમય આપવો જોઇએ. પરંતુ સીધા જ ફિકસમાં મુકી દેવામાં આવતા લોકરક્ષકોમાં અસંતોષની લાગણી સપાટી પર આવી છે. લોકરક્ષકોનાં જણાવ્યાનુંસાર રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં આ સર્ટી માન્ય રાખીને કાયમી કરી દેવાયા છે. તો પછી ગાંધીનગર રેન્જમાં ફરજ બજાવતા લોકરક્ષકો સાથે ભેદભાવ કેમ ? તેવો અણીયાણો સવાલ પુછાયો છે. ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા લોકરક્ષકો દ્વારા આ બાબતને લઇને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને રજુઆત પણ કરવામાં આવી હતી. પરંતુ આ દિશામાં કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જેના પગલે લોકરક્ષકોને વહેલી તકે ન્યાય આપવામાં આવે તેવી પ્રચંડ માંગણી ઉઠવા પામી છે.