પૃષ્ઠો

31 October 2015

SARDAR VALLABHBHAI PATEL...( સરદાર વલ્લભભાઇ પટેલ )




➤ જન્મની વિગત : ઓક્ટોબર ૩૧, ૧૮૭૫
નડીઆદ, ગુજરાત, ભારત

➤ મૃત્યુની વિગત :  ડિસેમ્બર ૧૫ ૧૯૫૦
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત મૃત્યુનું કારણ હ્રદયરોગનો હુમલો

➤ રહેઠાણ : કરમસદ

➤ રાષ્ટ્રીયતા : ભારતીય

➤ હુલામણું નામ : સરદાર

➤ નાગરીકતા :  ભારતીય

➤ વ્યવસાય  : વકિલાત

➤ વતન : કરમસદ

➤ ખિતાબ :  ભારત રત્ન (૧૯૯૧ - મરણોપરાંત)

➤ ધર્મ : હિન્દુ

➤ જીવનસાથી : ઝવેરબા

➤ સંતાન : મણિબેન પટેલ, ડાહ્યાભાઈ પટેલ

➤ માતા-પિતા : લાડબા, ઝવેરભાઈ પટેલ

➤ જીવન દર્શન :

>> 1916 – ગાંધીજી સાથે પ્રથમ સંપર્ક, સ્વાતંત્ર્ય માટેની દેશદાઝ

>> 1917– અમદાવાદ મ્યુનિ.માં પ્રથમવાર સભ્ય, ગુજરાત કોગ્રેંસ પ્રાંતિક સભાની કારોબારી સમિતિનું મંત્રીપદ , વેઠપ્રથા સામે આંદોલન

>> 1918 – અછતગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરાતા જમીન મહેસૂલની વિરૂદ્ધમાં ‘નાકર’ લડતનું સફળ સંચાલન

>> 1920 – અમદાવાદ મ્યુનિ. ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસની તમામ બેઠકો પર વિજય, પાશ્વાત્ય વસ્ત્રોનો ત્યાગ કરી ખાદી અપનાવી, તિલક સ્વરાજ ફંડ માટેની હાકલના જવાબમાં ગુજરાતમાંથી રૂ. 10 લાખનું ભંડોળ એકત્ર કરી કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા; ગાંધીજી સાથે મળી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય

>> 1921 – ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ; ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે મળેલ 36 મા કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ

>> 1922 – ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે રંગુનમાંથી રૂ. 10 લાખનું ફંડ મેળવ્યું

>> 1923 – અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ ; ‘હૈડિયા વેરો’ વિરુદ્ધ સત્યાગ્રહના કારણે વેરો રદ

>> 1927 – ગુજરાતમાં અભૂતપૂર્વ રેલ સંકટ; રેલરાહત કાર્યો માટે સરકાર પાસેથી રૂ. 1 કરોડ મેળવ્યા

>> 1928 – મહેસૂલ વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ, ખેડૂતનેતા તરીકે ‘સરદાર’ નું ગૌરવવંતુ બિરુદ

>> 1930 – દાંડી મીઠા સત્યાગ્રહ માટે પ્રચાર કરતાં રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, કોગ્રેસના કાર્યકારી પ્રમુખ, પુનઃ ધરપકડ અને યરવડા જેલમાં કારાવાસ

>> 1931 – કરાંચી ખાતેના 46મા કોગ્રેસ અધિવેશનના પ્રમુખ

>> 1932 – સરકાર વિરોધી આંદોલનોમાં નેતૃત્વ બદલ જાન્યુઆરીમાં યરવડા જેલમાં પૂ. ગાંધીજી સાથે 16 માસ સુધી નજરકેદ

>> 1942 – ઑગસ્ટ 8 ના રોજ મુંબઇ ખાતે અખિલ હિંદ કોગ્રેસ કારોબારીની બેઠકમાં ‘હિંદ છોડો’ ના ઠરાવને અનુમોદન, ધરપકડ અને કારાવાસ

>> 1946 – ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ

>> 1947 – રાજ્યોના વિલીનીકરણની સમસ્યાના ઉકેલ અર્થે કેન્દ્ર સરકારમાં તેમના વડપણમાં એક નવા ‘રીયાસતી ખાતા’ ની રચના

>> 15મી ઑગસ્ટે – સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી

>> 1948 – ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર રાજયસંઘની રચના – જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર, રાજ્યોના બનેલ રાજસ્થાન સંઘનું ઉદઘાટન ; ગ્વાલિયર, ઇંદોર વિ. 23 દેશી રાજ્યોના મધ્ય ભારત સંઘ

>> 1949 – ઉસ્માનિયા યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઓફ લૉઝ’ ની માનાર્હ પદવી એનાયત કરી.

લૈન, વૈન અને મૈન એટલે શું ?

☆ કમ્પ્યૂટરને નેટર્વિંકગ દ્વારા એકમેક સાથે
જોડવામાં આવે છે. 

¤ આ નેટવર્ક ક્ષેત્રને આધારે ત્રણ પ્રકારનું હોય છે. લૈન, વૈન અને મૈન.



➤ લૈન એટલે 'લોકલ એરિયા નેટવર્ક' (LAN). જ્યારે નેટવર્કનું ક્ષેત્ર સીમિત હોય એટલે કે ૧૦ કિમી કરતાં ઓછું હોય ત્યારે લૈનનો ઉપયોગ થાય છે. 

➤ 'મૈન' એટલે 'મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક' (MAN). જ્યારે ૧૦ કિમી કરતાં વધુ ક્ષેત્રમાં નેટવર્ક સ્થાપિત કરવાનું હોય ત્યારે મૈનની જરૂર પડે છે. 

➤ વૈન એટલે 'વાડિ એરિયા નેટવર્ક' (VAN). તેમાં ક્ષેત્રની કોઈ સીમા હોતી નથી અને વૈન દ્વારા બે દેશોના કમ્પ્યૂટરને પરસ્પર જોડી શકાય છે.

➤ લૈન સ્થાપિત કરવાનું કામ સહેલું છે, જ્યારે વૈન અને મૈન માટે વધુ ટેક્નિકલ જાણકારી હોવી જરૂરી છે. આધુનિક ટેક્નોલોજિકલ જગતમાં લૈન, વૈન અને મૈનનું મહત્ત્વ ઘણું છે.