14 June 2015

ટેટ ૧-૨ અને એચટાટની પરીક્ષાની તારીખો જાહેર...

         ➤ શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટેટ-૧, ટેટ-૨ તથા એચટાટની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. તે મુજબ ટેટ-૧ની ૨૩મી ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાશે, ટેટ-૨ની ૧૯મી જુલાઇએ તથા એચટાટની પરીક્ષા ૨૦મી સપ્ટેમ્બરે યોજાશે. આ પરીક્ષાની તારીખોને ધ્યાનમાં લઈને શાળાઓને તેમનું બિલ્ડિંગ અન્ય કોઇ એજન્સીને પરીક્ષા કે અન્ય કામ માટે નહીં આપવા ડીઈઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

        ➤ પ્રાથમિક શિક્ષક બનવા ટેટ-૧ અને અપર પ્રાયમરી શાળામાં શિક્ષક બનવા માટે ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવે છે. સીધી ભરતીથી મુખ્ય શિક્ષક બનવા માટે એચટાટની પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાના કાર્યક્રમ જાહેર કર્યા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરી છે.સ્કૂલોએ આ દિવસ દરમિયાન અન્ય કોઇ એજન્સીને પરીક્ષા માટે બિલ્ડિંગ આપવાનું રહેશે નહીં તે પ્રકારનો પરિપત્ર મોકલ્યો છે. આ પરીક્ષા યોજવા અંગે તેમની પાસેથી સંમતિપત્ર મગાવ્યો છે.