26 December 2012

♥•♥વૈદિક ગણિત વિશે થોડુક જાણીએ...♥•♥

>>મિત્રો, વૈદિક ગણિત વિશે આપને થોડો ગણો તો ખ્યાલ હશે જ.
(આજ-કાલ આ વૈદિક ગણિતના નામે કેટલાય ઇન્સ્ટીટ્યુટ ફાટી નિક્ળ્યા છે.)
વૈદિક ગણિત એ એક એવુ ગણિત છે જેની મદદથી આપ ગણિતના ભારે દાખલા અને કોયડાઓ ચપટી વગાડતા ગણી શકો.
તો ચાલો આ સાથે એક ગણિત નો જાદુ માણીએઃ
*પ્રશ્નઃ
મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા
કરી આપો. તો શું આપ કરી શકવાના છો?

*1.) 1+2+3+4+5+6+7+8 ­­+9+10 = __________.

*2.) 1+2+3+………..+50 = __________.

*3.) 21+22+23+……..+7 ­ ­4 = __________.

જવાબ છે ના.પણ હવે આપ એક મિનિટમા નહિ પણ અડધી જ મિનિટમા કરી શકો છોઃ
કેવી રીતે?

>>આપણે સૌ પ્રથમ “2.)” નો જવાબ મેળવીએ.અહી આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.અહી છેલ્લી સંખ્યા 50 છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે
ગુણવી.એટલે કે 50*50=2500. હવે આવેલા જવાબમાં તે જ સંખ્યા ઉમેરવી એટલે કે
2500+50=2550. હવે આવેલા જવાબને 2 વડે ભાગતા જે જવાબઆવે તે આપણા પ્રશ્નનો
જવાબ.એટલે કે 2550/2=1275.
આથી 1+2+3+………..+50 = 1275.
છે ને સાવ ઇઝી?

તે જ રીતે “1.)” માં…
10*10=100;
100+10=110;
110/2=55.
આથી 1+2+3+4+5+6+7+8 ­­+9+10 = 55.

હવે “3.)” માં 21 થી 74 નો સરવાળો કરવાનો છે.એના માટે પ્રથમ 1 થી 74 નો
સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે-2775.
ત્યારબાદ 1 થી 20 નો ઉપરની રીતે સવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)
એટલે જવાબ આવશે-210.
હવે આપણે 21 થી 74નો સરવાળો કરવાનો છે.તેથી 1 થી 74
માંથી આવેલા જવાબમાંથી 1 થી20 નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે
2775-210=2565.
આથી 21+22+23+……..+7 ­ ­4 = 2565.
છે ને કમાલની વાત?

♥વિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે.♥

>>શૂલ્બ સૂત્ર નામનુ પુસ્તક 2800 વર્ષ પહેલા સર્જાયુ હતુ.

>>પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.

>> વિદેશી સ્કોલર્સ ભારતની અત્યંત જુની ગણિત પરંપરાઓ તરફ કેમ આર્કષાયા હતા. તેવા રસપ્રદ વિષય પર લેક્ચર આપવામાટે એમ.એસ.યુનિવર્સી ­ટીમાંઆવેલા જાણીતા ગણીત શાસ્ત્રી પ્રો.વી કન્નને કહ્યુ હતુ. કે શૂલ્બ સુત્ર મૂળે તો વૈદિક રીતિરિવાજોની જાણકારી આપતુપુસ્તક છે.
પરંતુ તેમાં આ વિધિ કરવા માટેના પ્લેટફોર્મની રચના માટે અપાયેલી ભૂમિતિની સંખ્યાબંધ ફોર્મ્યુલાઓ જોવામળે છે.વિશ્વના ઘણા સંશોધકોએ કહ્યુ છે કે આ પુસ્તક વિશ્વનુ સૌથી જુનુ મેથ્સ પુસ્તક કહી શકાય.ભારતમાં આજે વિદ્યાર્થીઓ ગણિતના જેટલા પણ ચેપ્ટર ભણે છે તે પૈકીના 20 થી 30 ચેપ્ટર એવા છે જે ભલે આજે વિદેશી ગણીતશાસ્ત્રીઓએ શોધેલા મનાતા હોય પરંતુ તેનો ઉલ્લેખ ભારતના પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં છે.
તમને જાણીને આશ્ચર્ય થશે. પરંતુ પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.આ જ રીતે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી બાયનરી સીસ્ટમની જાણકારી 2600 વર્ષ પહેલા રચાયેલા સંસ્કૃત પુસ્તક"છંદસુત્રમ" માં છે.

>>આજે પણ ભારતના સંસ્કૃત પુસ્તકોનુ અધ્યયન કરવામાં આવે તો અત્યાર સુધી ઢંકાઈ રહેલી ઘણી રસપ્રદ વિગતો પરની ધુળ ખંખેરાય તેમ છે.

24 December 2012

♥વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક♥

♥વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક♥
*•નામ:- એલન સ્ટીવર્ટે
*•દેશ:- ઓસ્ટ્રેલિયા

>>એવું કહેવાય છે કે ભણવાની અને શીખવાની કોઈ ઉંમર હોતી નથી, બસ અભ્યાસ માટેની તમારામાં ધગશ હોવી જોઈએ. આ વાતને ઓસ્ટ્રેલિયાનાં એક વૃદ્ધે હકીકતમાં સાબિત કરીઆપી છે.

>>ઓસ્ટ્રેલિયાનાં 97 વર્ષનાં એક વૃદ્ધે પોતાના અભ્યાસ દ્રારા રેકોર્ડ સ્થાપ્યો છે અને વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક બની ગયાં છે.
ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનાં અનુસાર એલન સ્ટીવર્ટે લિસમોર સ્થિત સાઉદર્ન ક્રાસ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઓફ ક્લીનિકલ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી એવું સાબિત કરી આપ્યું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી.
>>સ્ટીવર્ટે સ્નાતકની ડિગ્રી મેળવી 2006નાં પોતાના જ રેકોર્ડને તોડ્યો છે. તે સમયે તેમણે 91 વર્ષની વયે કાયદાની ડિગ્રી મેળવી હતી.