પૃષ્ઠો

27 December 2013

RBI: નોટ પર કંઇ પણ લખેલું હશે કે ચીતરેલું, તો પણ બજારમાં ચાલશે




RBI: નોટ પર કંઇ પણ લખેલું હશે કે ચીતરેલું, તો પણ બજારમાં ચાલશે

➣ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટાત કરી છે કે લોકો લખેલી નોટ સ્વીકારાશે નહીં એ અફવા પર ધ્યાન ના આપે. હાલ આવી નોટ બજારમાં 1 જાન્યુઆરી બાદ પણ ચાલતી રહેશે. આરબીઆઇએ બેન્કોને પત્ર લખીને આ ભૂલ દૂર કરી છે. તેમાં બેન્કોને કહેવામાં આવ્યું છે કે તબક્કાવાર પદ્ધતિથી આવી નોટો ચલણમાંથી બહાર કરો. તેને ફાટેલી તૂટેલીનોટોની સાથે મૂકવામાં આવે. પૈસા લેવા આવે તે ગ્રાહકને લખેલી નોટ ન આપો. સાથો સાથ ATMમાં કેશ મૂકનાર એજન્સીઓ અને બેન્ક ઓફિસરોને પણ એ અંગે સુનિશ્ચિત કરવા પડશે કે ચોખ્ખી નોટ જ કેશ બોક્સમાં મૂકવામાં આવે. આરબીઆઇએ બેન્કો સાથે પોતાની સફાઇમાં કહ્યું કે તેની 'ક્લીન નોટ પૉલિસી' 12 જૂની છે. પહેલાં તબક્કામાં બેન્કોને કહેવામાં આવ્યું છે કે તે નોટ સ્ટેપલ ના કરો. સાથો સાથ તેમાં કંઇ લખશો નહીં. તાજેતરમાં સોશ્યલ મીડિયા પરથી એ અફવા ફેલાઇ હતી કે લખેલી નોટ લઇ જવા પર બેન્ક 1 જાન્યુઆરીથી ગ્રાહકો પાસેથી આવી નોટ જપ્ત કરી લેશે. તેની અવેજમાં તેમને કઇ મળશે નહીં.

No comments:

Post a Comment

THANK YOU FOR VISITING MY BLOG...