પૃષ્ઠો

19 January 2014

અપૂરતા પગારના પ્રશ્ને બાયસેગના ૩૦૦ કર્મચારીઓ. આંદોલન પર...

અપૂરતા પગારના પ્રશ્ને બાયસેગના ૩૦૦ કર્મચારીઓ. આંદોલન પર...





ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક સંચાલિત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ-ઇન્ફરર્મેટિક્સના બાયસેગમાં આઉટ સોસ`ગથી ૩૦૦ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. તે તમામ કર્મચારીઓ પુરતો પગાર નહીં મળતાં આંદોલન ઉપર ઉતરી ગયાં છે.  ગાંધીનગરમાં ચ-૦ સર્કલ પર ઇન્ફોસિટી પાસે બાયસેગ કંપની બહાર સવારથી કર્મચારીઓના ટોળેટોળા ઉભા રહ્યાં હતાં અને બેનર સાથે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. આંદોલનકારી કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકારી વિભાગમાં આઉટસોર્સથી કરવામાં આવતી ભરતીમાં શિક્ષિત બેકારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ કંપનીમાં ભક્તિ કન્સલ્ટીંગ દ્વારા ૩૦૦ કર્મચારીઓની ૬ માસ અગાઉ ભરતી કરવામાં આવી હતી. તે વખતે ધારાધોરણ પ્રમાણે પગાર ચૂકવવાની લાલચ આપવામાં આવી હતી. પરંતુ સરકારી અધિકારીઓની મિલીભગતમાં આઉટ સોસ`ગ કંપનીઓ મલાઇ ખાઇ જતાં હોવાથી કર્મચારીઓને પુરતો પગાર મળતો નથી.તેવો આક્ષેપ આંદોલનકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની આ પ્રકારની નિતિ સામે ઓક્રોષ પ્રવર્તે છે. અગાઉ તા.૨૩ ઓક્ટોબરથી ૧ નવેમ્બર, ૨૦૧૩ સુધી પેન ડાઉન સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ભક્તિ કન્સલ્ટન્ટ, બાયસેગ મેનેજમેન્ટ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી પુરતો પગાર આપવા માગણી કરવામાં આવી હતી. ત્યારે બાયસેગ મેનેજમેન્ટ દ્વારા ખાતરી અપાઇ હોવા છતાંપગારનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવતાં રોષે ભરાયેલા જીઆઇએસ કર્મચારીઓ ૧પમી જાન્યુઆરીથી આંદોલન ઉપર ઉતરી ગયાં છે.

No comments:

Post a Comment

THANK YOU FOR VISITING MY BLOG...