પૃષ્ઠો

29 January 2014

ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો...



ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો...

-ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો

-વ્યારામાં ગણિત-વિજ્ઞાનના વિદ્યા સહાયકોની ભરતીનો કેમ્પ

-પસંદગીમાં અન્યાય થવાના આક્ષેપ સાથે વિદ્યાસહાયકો દ્વારા આક્રોશ

-કલેક્ટર સહિ‌ત ઉચ્ચાધિકારીઓને રજૂઆત કરી ન્યાયની માગણી તાપી જિલ્લાના વ્યારા ખાતે બીઆરસી ભવનમાં મંગળવારે જિલ્લાની પ્રાથમિક શાળામાં ગણિત

-વિજ્ઞાનના સહાયકોની ભરતી કેમ્પ યોજાયો હતો, જેમાં નિમણૂક પામેલા વિદ્યાસહાયકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સ્થળે જાહેરાત કર્યા મુજબ પ્રાથમિક શાળાઓમાં ૧૦૮ ખાલી જગ્યા છે. આમ છતાં સ્થાનિક જિલ્લા શિક્ષણ સમિતિએ પ્રાથમિક શાળામાં ૬૮ જગ્યા ખાલીઓ જાહેર કરી હતી, જેને લઈ ગણિત વિજ્ઞાન સહાયકોની સ્થળ પસંદગી ભારે અન્યાય થવાનો ડર સતાવી રહ્યો છે. આ કારણે વિદ્યાસહાયકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેની સાથે વિદ્યાસહાયકોએ એકત્ર થઈ તાપી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાય માંગ્યો હતો. આ અંગે બનાવ સ્થળ અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકારના નાયબ શિક્ષણ નિયામક પાસેથી વિદ્યાસહાયકોની નિમણૂકના ઓર્ડરો લઈ તાપી જિલ્લાના વ્યારાના બીઆરસી ભવન ખાતે તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ હજાર થયા હતાં. જોકે, ત્યાં નોટિસ ર્બોડ પર મુકેલી પ્રાથમિક શાળાઓની યાદી મૂકવામાં આવી હતી. આ યાદીમાં સ્થળ પસંદગીમાં પારદર્શકતા જણાય ન હતી. તેમજ સરકાર દ્વારા ખાલી જગ્યાઓની જાહેરાત કરી કુલ પ્રાથમિક શાળાઓમાં ૧૦૮ જગ્યાઓ ખાલી બતાવી છે, પરંતુ સ્થાનિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ પોતાની મનસ્વી કારભારથી માત્ર ૬૮ જગ્યાઓ હોવાનું જાહેર કર્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અને લાઈન પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આમ કરવાથી મેરીટમાં આવતાં ઉમેદવારોની સ્થળ પસંદગીમાં મોકળાશ રહેતી નથી. જો ૧૦૮ જગ્યા ખાલી હોય તો તેને પ્રથમ જાહેર કરી તેમાંથી ૬૮ ઉમેદવારોને સ્થળ પસંદગી અવકાશ આપવાની માંગ કરવામાં આવી છે. ત્યાં હાજર વિદ્યાસહાયકો દ્વારા એકત્ર થઈ તાકીદે વિરોધ પ્રગટ કરી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. તાપી જિલ્લા કલેક્ટર સહિ‌ત વિવિધ અધિકારીઓને આવેદન પત્ર વિદ્યાસહાયકોએ આપી તાકીદે ન્યાયની માગણી કરી હતી. -પરીપત્ર બાબતે ગેરસમજ વિદ્યાસહાયકો પરીપત્ર બાબતે ગેરસમજ થઈ છે. આ અંગે વિદ્યાસહાયકોને પરિપત્રની સમજ આપતાં તેઓ સહમત થયા હતાં અને આગળની કામગીરી હાથ ધરી હતી.

No comments:

Post a Comment

THANK YOU FOR VISITING MY BLOG...