મહેસૂલ વિભાગની તલાટીની પરીક્ષા ૧૬મી ફેબ્રુઆરી એ યોજાશે.
- મહેસુલ વિભાગની તલાટીની ૧પ૦૦ જગ્યાઓ ભરવા અરજીપત્રકો મેળવવામાં આવ્યા મહેસુલ વિભાગની ભરતી સમિતિ દ્વારા તલાટીની ૧પ૦૦ જગ્યાઓ ભરવા અરજીપત્રકો મેળવવામાં આવ્યા છે. જેમાં ૮ લાખ જેટલી અરજીઓ મળી છે. આ અંગેની પરીક્ષા આગામી તા.૧૬મી ફેબ્રુઆરી-૨૦૧૪ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ વાગ્યા દરમિયાન તમામ જિલ્લાના જિલ્લા મથકો અને નજીકના કેન્દ્રોમાં લેવાનાર છે. પરીક્ષા ૧૦૦ ગુણની હેતુલક્ષી પ્રશ્નોની રહેશે. જેમાં ગુજરાતી ભાષાના ૨૦ ગુણ, ગુજરાતી વ્યાકરણના ૧પ ગુણ, અંકગણિત ૧પ ગુણ, અંગ્રેજી વ્યાકરણના ૧પ ગુણ તથા સામાન્ય જ્ઞાન અને બુધ્ધિ કૌશલ્યના ૩પ ગુણ મળી ૧૦૦ ગુણની પરીક્ષા લેવામાં આવશે. મહેસુલી તલાટી તરીકે નોકરી અપાવવાના વચનો આપીને કેટલાક તત્વો ઉમેદવારની મજબુરીનો લાભ ઉઠાવી તેઓને ખોટા વચનો આપી નાણા પડાવી રહયા હોવાની ફરિયાદો મહેસુલ વિભાગના ધ્યાને આવી છે. આ બાબત ખૂબ ગંભીર છે. આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓથી બચવા દરેક ઉમેદવારોને રાજય સરકાર ચેતવે છે. મહેસુલ વિભાગ આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક રીતે ગુણવતાના આધારે લેવાય તે માટે કટિબધ્ધ છે. જેથી કોઈ પણ પ્રવૃત્તિઓમાં ઉમેદવારો ન આવે અને જો કોઈ વ્યકિત પાસે આવી રીતે નાણાની માંગણી કરવામાં આવે તો તુરત જ એન્ટી કરપ્શન બ્યુરોના ધ્યાને સત્વરે આ બાબત મુકી મદદરૂપ થવા જણાવાયું છે. એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૨૩૩ ૪૪૪૪૪ પર ધ્યાને વિગતો મૂકવા મહેસુલ વિભાગના સંયુકત સચિવ અને સભ્ય સચિવની યાદીમાં જણાવાયું છે.
No comments:
Post a Comment
THANK YOU FOR VISITING MY BLOG...