➣ પ્રાથમિક શિક્ષણની તમામ સત્તાઓ હવે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસ્તક...
➣ ગાંધીનગરસર્વ શિક્ષા અભિયાનના તમામ પ્રોજેકટ અને યોજનાઓ, શિક્ષકોની બદલીઓ, શાળા તપાસણી,સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી પ્રાથમિક શાળાઓનું મોનીટરીંગ,શિક્ષકોના સીઆર ભરવા, સેવાપોથી સહિતની તમામ સત્તાઓ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનેસોંપવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાકામકાજમાં ઘટાડો થશે. ઉપરાંત ચાલુ માસના અંત સુધીમાં રાજ્યની ૨૨૫ જગ્યાઓ તાકિદે ભરાશે.રાજ્યભરમાં ૨૨૫ જગ્યાઓ ઊભી કરાઈચાલુ માસના અંત સુધી કામચલાઉ નિમણૂક આપી દેવાશેજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાકામનું ભારણ ઘટશેરાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ સુધારવા અનેકવિધ પ્રોજેક્ટ તથા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમ છતાંપ્રાથમિક શિક્ષણમાં નોંધપાત્ર કોઈ જ સુધારો થવા પામ્યો નથી. આથી પ્રાથમિક શિક્ષણને સુધારવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનીનવી પોસ્ટ ઉભી કરી છે. રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ ૨૨૫ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનીજગ્યાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત આ નવી વર્ગ-૨ની જગ્યા માટે રૃ. ૯૩૦૦-૩૮૮૦૦ ગ્રેડ પે-૪૬૦૦નું પગારધોરણ પણ નક્કી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ઉભી કરાયેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પદ માટે સત્તાઓઆપવામાં આવી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાકામના ભારણને ધ્યાનમાં રાખીને ઉપરાંત પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનેખાસ ફરજો તથા સત્તાઓ સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ એનસીઈઆરટી દિલ્હી તથા એનઈયુપીએની ભલામણ અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનીપોસ્ટ જવાબદારી વાળી છે. જે અંતર્ગત શૈક્ષણિક ગુણવત્તામાં સુધારાની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેનું મોનીટરીંગ કરવાનું રહેશે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતા તમામ પ્રોજેકટો તથા યોજનાઓનું મોનીટરીંગ કરવાનું, બીઆરસી, સીઆરસીની કામગીરી તપાસવાની, શાળાની તપાસણી તેમજ પ્રવેશ અને ગુણવત્તા માટેના કાર્યક્રમોનું મોનીટરીંગ કરવાનું રહેશે.ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ તમામ કામગીરી ઉપરાંત ગ્રાન્ટેડ, ખાનગી તથા સરકારી પ્રાથમિક શાળાઓનું સંચાલન, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તાલુકા પ્રોજેક્ટ કો ઓર્થિનેટરની ફરજ સોંપાઈ છે. મુખ્ય શિક્ષક, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફની સેવા વિષયક સેવાપોથીમાં નોંધ કરવી, રજાઓ મંજૂર કરવી, કેળવણી નિરિક્ષક, બીઆરસીના ખાનગી અહેવાલ લખવા, શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફ સામે શિસ્ત વિષયક શિક્ષાત્મક કાર્યવાહી, મધ્યાહન ભોજનનું મોનીટરીંગ, ઉપરાંત તાલુકા કક્ષાએ પ્રાથમિક શિક્ષકોને લગતા ખર્ચમંજુર કરવા ઉપરાંત નાણાંકીય જોગવાઈ સહિતની સત્તા સોંપાઈ છે. વધુમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનીઓફિસ બીઆરસી ભવન ખાતે બનાવવાનો પણ આદેશ કરાયો છે.
saru thase, je crc ane brc sixko na kam na jore vah vah bolavta te bandh thai jase.
ReplyDeleteખાનગી પ્રાથમિક શાળાઓ (ગ્રાન્ટેડ) નો વહીવટ તો જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક હોય છે ને? અમારે એક ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા માં આવેલ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અંગે વહીવટી કામ નો સંપર્ક કરવો હોય તો ટીપીઓ ને કરવો કે ડીઇઓ?
ReplyDeleteઆ વેબસાઇટના એડમિનશ્રી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અંગેનું વહીવટી જ્ઞાન ધરાવતા હોય તો મહેરબાની કરી આપની કોન્ટેક્ટ ડિટેલ આપશો, ભાવનગર જિલ્લા ની એક ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ચાલતી ગભીર ગુન્હાહિત ગેરરીતિઓ અંગે અવાજ ઉઠાવવા હું પ્રયત્નશીલ છું. સમાજ ના હિત ખાતર મદદ કરશો.
ReplyDelete