પૃષ્ઠો

22 August 2014

કોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ, કેવી રીતે?


➣ વોટ્સ એપની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ એપ દ્વારા તમે સમગ્ર દુનિયામાં મફતમાં મેસજ, પીક્સ અને વીડિયો શેર કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ એપનો તમે કોમ્પ્યૂટરમાં પણ ઉપયોગ કરી શકો છો. બ્લેકબેરી, આઈફોન, એન્ડ્રોઈડ અને વિન્ડોઝ ફોન જેવા સ્માર્ટફોન પ્લેટફોર્મ પર વોટ્સએપ ઉપ્લબ્ધ છે. પરંતુ ખરાબ વાત એ છે કે કોમ્પ્યૂટર માટે વોટ્સએપની એપ્લિકેશન ઉપ્લબ્ધ નથી. તેમ છતા આજે અમે તમને જણાવીશુ કે કોમ્પ્યૂટર ઉપર પણ કેવી રીતે વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. કોમ્પ્યૂટરમાં વોટ્સએપનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો...

❤ પ્રથમ પદ્ધતિ ❤

1. BlueStack.com થી BlueStack ડાઉન લોડ કરો

2. BlueStackને ઈનસ્ટોલ કરો

3. ઈનસ્ટોલ કર્યા પછી તેને ડેસ્કટોપ આઈકોન પર ક્લિક કરો, તેનુ મુખ્ય ઈંટરફેસ તમારી સામે ખુલી જશે.

4. તમને 25 અલગ-અલગ એપ્લિકેશનની પેનલ દેખાશે, જેમા ં ઉપર ડાબી બાજુ My Appsનું ટેબ હશે. તેના પર ક્લિક કરો.

5. તેના પર ક્લિક કરવાથી તમને ડિફોલ્ટ એપ્સ દેખાશ

6. App Search પર ક્લિક કરો અને સર્ચબોક્સમાં તમને whatsapp ટાઈપ કરીને સર્ચ કરો, પછી તેને ઈનસ્ટોલ કરી દો

7. ઈનસ્ટોલ થયા પછી My Appsના કોલમમાં Whatsappનો ઓપ્શન દેખાશે

8 Whatsappના ઓપ્શન પર ક્લિક કરો, જરૂરી માહિતી આપો અને Whatsappનો ઉપયોગ કરવા માટે તૈયાર થઈ જાઓ. અહી જરૂરી માહિતી માટે તમારો કોઈ પણ ફોન નંબર આપી શકો છો, તેથી તે મોબાઈલ ઉપર પણ તમે Whatsappનો ઉપયોગ કરી શકો છો. કોમ્પ્યૂટરનો ઓથેન્ટિંક કોડ પણ તમને એ મોબાઈલ ઉપર જ મોકલવામાં આવશે. આ કોડને મેન્યુઅલી તમારે નાખવો પડશ.ે.

❤ બીજી પદ્ધતિ ❤

➣ બીજી પદ્ધતિ છે Wassapp.
આ Whatsappની અનઔપચારિક ક્લાયન્ટ છે. જો તમારુ કોમ્પ્યુટર સ્લો હોય તો Wassapp દ્વારા Whatsapp ડાઉનલોડ કરી શકાય છે.

1. કોમ્પ્યૂટરમાં Wassapp ઈન્સ્ટોલકરો. 11 એમબીની ફાઈલ છે એટલે બહુ ઓછો સમય લાગશ

2. ઈનસ્ટોલ કર્યા પછી તેને સ્ટાર્ટ કરવા માટે બે ઓપ્શન આપવામાં આવ્યા હશે. એક નવુ Whatsapp અકાઉન્ટ બનાવુ

3. જો તમે તમારુ જુનુ Whatsapp એકાઉન્ટ પણ ઉપયોગ કરવા માગતા હોવ તો બસ તમારી કન્ટ્રીનો ઓપ્શન પસંદ કરો. ત્યાર પછી તમારો પાસવર્ડ અને મોબાઈલ નંબર આપો. તમારા ફોનનો IMEIનંબરને પાસવર્ડ તરીકે વાપરી શકો છો.

4. જો તમે તમારા કોમ્પ્યૂટર પર નવુંWhatsapp એકાઉન્ટ બનાવા માગતા હોવ તો રજિસ્ટર પર ક્લિક કરો

5. જરૂરી માહિતી ભરો

6. તમે લોગઈન કોડ કે એસએમએસ ફોન પર ઈચ્છતા હોવ તો તેની માહિતી આપો

7. ઓટો જનરેટેડ પાસવર્ડ તમને મોકલવામાં આવશે, તમારે દર વખતે તેનાથી જ લોગઈન કરવાનુ રહેશે.

No comments:

Post a Comment

THANK YOU FOR VISITING MY BLOG...