Showing posts with label Net knowledge. Show all posts
Showing posts with label Net knowledge. Show all posts

09 October 2015

લૈન, વૈન અને મૈન એટલે શું ?

☆ કમ્પ્યૂટરને નેટર્વિંકગ દ્વારા એકમેક સાથે
જોડવામાં આવે છે. 

¤ આ નેટવર્ક ક્ષેત્રને આધારે ત્રણ પ્રકારનું હોય છે. લૈન, વૈન અને મૈન.



➤ લૈન એટલે 'લોકલ એરિયા નેટવર્ક' (LAN). જ્યારે નેટવર્કનું ક્ષેત્ર સીમિત હોય એટલે કે ૧૦ કિમી કરતાં ઓછું હોય ત્યારે લૈનનો ઉપયોગ થાય છે. 

➤ 'મૈન' એટલે 'મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક' (MAN). જ્યારે ૧૦ કિમી કરતાં વધુ ક્ષેત્રમાં નેટવર્ક સ્થાપિત કરવાનું હોય ત્યારે મૈનની જરૂર પડે છે. 

➤ વૈન એટલે 'વાડિ એરિયા નેટવર્ક' (VAN). તેમાં ક્ષેત્રની કોઈ સીમા હોતી નથી અને વૈન દ્વારા બે દેશોના કમ્પ્યૂટરને પરસ્પર જોડી શકાય છે.

➤ લૈન સ્થાપિત કરવાનું કામ સહેલું છે, જ્યારે વૈન અને મૈન માટે વધુ ટેક્નિકલ જાણકારી હોવી જરૂરી છે. આધુનિક ટેક્નોલોજિકલ જગતમાં લૈન, વૈન અને મૈનનું મહત્ત્વ ઘણું છે.

02 September 2015

"WINDOWS MOBILITY CENTER" એક સરસ ફીચર...

"WINDOWS MOBILITY CENTER" એક સરસ ફીચર...

➤ જો તમે લેપટોપમાં હંમેશા કામ કરતા હોય તો તમારા માટે "WINDOWS MOBILITY CENTER"  એક ખૂબ જ સરસ ઉપાય હશે.

➤ તમારા લેપટોપના ઘણા બધા સેટિંગને એક જ જગ્યાએથી એડજસ્ટ કરવાનું માઇક્રોસોફ્ટ દ્વારા "Windows Mobility Center" એક ખુબ સરસ ફીચર આપવામાં આવ્યુ છે.

➤ જેમાં WINDOWS ના જરુરી સેટીંગ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.

➤ "WINDOWS MOBILITY CENTER" ને ખોલવા માટે તમારા લેપટોપના કી-બોર્ડમાં એક સાથે "WINDOWS + X" બટન દબાવો..

➤ ત્યારબાદ ડેસ્કટોપ ઉપર એક વિન્ડો ખુલશે.


➤ જેમાં તમે કેટલાય જરુરી સેટીંગ હશે. જેનો ઉપયોગ હમેશાં થાય છે.  જેને તમે પોતાની જરુરીયાત અનુસાર બદલી શકાશે...

જો આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર જરુર કરશો...

19 February 2015

Excel ની sheet માં formulas ને protect કરવા માટે શું કરશો???

૧. એક્સેલ ની શીટ મા જઇ Ctrl + A ,અને right click કરી, choose Format Cells

૨. Format Cells માં Click Protection
અને Locked option. પર જઇ તેનુ પોપઅપમાં ✔ દૂર કરો અને  Ok પર ક્લિક કરો.

3. ત્યાર બાદ Home ➣ Find & Select ➣ Go To Special, અને Go To Special માં Formulas from Select option, ➣ click OK .

4. હવે તમારી બધી ફોર્મુલા સેલેકટ થઇ
ગઈ હશે.

5. સિલેક્ટ Formulas હોય તેના પર રાઇટ કલિક કરી Format Cells ➣ Click Protection, ➣ Locked option. પર જઇ તેનુ પોપઅપમાં ✔ કરો. ➣ Ok.

6. Review   ➣ Sheet & Protect
Sheet માં Password to unprotect
sheet માં પાસવર્ડ દાખલ કરી  ➣ Ok. પર ક્લિક કરો.

7. ત્યારબાદ બીજા બોક્ષમાં ફરી વખત પાસવર્ડ નાખો અને OK .પર ક્લિક કરો.

હવે તમારી બધી ફોર્મુલા પ્રોટેકટ થઇ જશે.

16 November 2014

એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?

      મિત્રો, આજના તકનિકી યુગમાં સ્માર્ટફોન એક હાથવગુ અને એક આવશ્યક સાધન બની ગયું
છે. હાલની સ્થિતિએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેની ઉપયોગિતા અને સરળ ઉપલબ્ધતાને લીધે
વિશ્વમાં છવાયેલા છે.
સામાન્ય રીતે સેમસંગ કે અન્ય બ્રાન્ડેડ સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ હોય છે. પણ
કેટલીક બ્રાન્ડ જેવી કે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા વગેરેમાં ગુજરાતી ફોન્ટ હોતા નથી. આ
સ્માર્ટફોનમાં જો ગુજરાતી વાંચી અને લખી શકાય તો આપણું રોજીંદુ કામ ઘણું સરળ થઇ શકે અને
દફતરી કાર્યમાં પણ ઉપયોગી થઇ શકે.
આ માટે અહિં આપને જે ફોનમાં ગુજરાતી સાઇટ કે
લખાણ જોઇ શકાતું નથી તેવા એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કઇ રીતે ઉમેરી શકાય. તેની રીત બતાવી છે.

આપને ભલામણ છે કે જો આપ આ
પ્રકારની બાબતોમાં નિષ્ણાત ન હોય
તો આ રીતનો ઉપયોગ જોખમી છે. આપની જવાબદારીએ આ પ્રક્રિયા કરશો.


જરૂરિયાત

1. Root Master app
Link : 1
Link : 2


2.  ES File Explore app
Link : 1
Link : 2


3.) યુનિકોડ ફોન્ટ DroidSansFallback.ttf
Link : 1
Link : 2


રીત ઃ-
1.) તમારા ફોનમાં ફોન્ટ ઇન્સ્ટોલ કરવા માટે આપે ફોનની સિસ્ટમનો લોક તોડવો પડશે. આ પ્રક્રિયાને ફોનને Root કર્યો કહેવાય છે. ત્યારબાદ ફોનનું ફોલ્ડર ખોલી શકાશે અને ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકાશે. આ માટે સૌ પ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોનમાં Root master app ડાઉનલોડ કરી તમારો ફોન Root કરો.


2) હવે યુનિકોડ ફોન્ટ Droidsansfallback.ttf ડાઉનલોડ કરો. અને મેમરી કાર્ડમાં મૂકો.

3.) જો આપના ફોન પર ES File Manager એપ ના હોય તો પ્લે-સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો.

4.) ES File Manager ઓપન કરો.


5.) મેનુ ઓપન કરી Tools >> Root
Explorer માં ON કરો. અને ત્યારબાદ
Root Explorer   મેનુ ઓપન કરી મેનુ માં Mount R/W સિલેક્ટ કરો.


જેમાં ચિત્રમાં દર્શાવ્યા અનુસાર System માં R/W સિલેક્ટ કરો.

6.)  હવે ડાઉનલોડ કરેલ DroidSansFallback.ttf કોપી કરીને
System/Fonts ફોલ્ડરમાં પેસ્ટ
કરી દો.


7.) હવે પેસ્ટ કરેલા ફોન્ટની ફાઇલને સિલેક્ટ કરીને
Properties  મેનુમાંથી Permission મેનુમાંથી સિલેક્ટ કરો.
     જેમાં હેઠળ ચિત્રમાં દર્શાવ્યા અનુસાર
સેટ કરી Ok ક્લિક કરો.


8) ફોનને રીસ્ટાર્ટ કરો.

    હવે આપના એન્ડ્રોઇડ ફોન્ પર
ગુજરાતી યુનિકોડમાં લખેલ ફાઇલ
અથવા ગુજરાતી સાઇટ ખોલી જુઓ.
જો ગુજરાતી જોઇ શકો છો તો આપ સફળ થયા છો.

22 August 2014

કોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ, કેવી રીતે?


➣ વોટ્સ એપની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ એપ દ્વારા તમે સમગ્ર દુનિયામાં મફતમાં મેસજ, પીક્સ અને વીડિયો શેર કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ એપનો તમે કોમ્પ્યૂટરમાં પણ ઉપયોગ કરી શકો છો. બ્લેકબેરી, આઈફોન, એન્ડ્રોઈડ અને વિન્ડોઝ ફોન જેવા સ્માર્ટફોન પ્લેટફોર્મ પર વોટ્સએપ ઉપ્લબ્ધ છે. પરંતુ ખરાબ વાત એ છે કે કોમ્પ્યૂટર માટે વોટ્સએપની એપ્લિકેશન ઉપ્લબ્ધ નથી. તેમ છતા આજે અમે તમને જણાવીશુ કે કોમ્પ્યૂટર ઉપર પણ કેવી રીતે વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. કોમ્પ્યૂટરમાં વોટ્સએપનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો...

❤ પ્રથમ પદ્ધતિ ❤

1. BlueStack.com થી BlueStack ડાઉન લોડ કરો

2. BlueStackને ઈનસ્ટોલ કરો

3. ઈનસ્ટોલ કર્યા પછી તેને ડેસ્કટોપ આઈકોન પર ક્લિક કરો, તેનુ મુખ્ય ઈંટરફેસ તમારી સામે ખુલી જશે.

4. તમને 25 અલગ-અલગ એપ્લિકેશનની પેનલ દેખાશે, જેમા ં ઉપર ડાબી બાજુ My Appsનું ટેબ હશે. તેના પર ક્લિક કરો.

5. તેના પર ક્લિક કરવાથી તમને ડિફોલ્ટ એપ્સ દેખાશ

6. App Search પર ક્લિક કરો અને સર્ચબોક્સમાં તમને whatsapp ટાઈપ કરીને સર્ચ કરો, પછી તેને ઈનસ્ટોલ કરી દો

7. ઈનસ્ટોલ થયા પછી My Appsના કોલમમાં Whatsappનો ઓપ્શન દેખાશે

8 Whatsappના ઓપ્શન પર ક્લિક કરો, જરૂરી માહિતી આપો અને Whatsappનો ઉપયોગ કરવા માટે તૈયાર થઈ જાઓ. અહી જરૂરી માહિતી માટે તમારો કોઈ પણ ફોન નંબર આપી શકો છો, તેથી તે મોબાઈલ ઉપર પણ તમે Whatsappનો ઉપયોગ કરી શકો છો. કોમ્પ્યૂટરનો ઓથેન્ટિંક કોડ પણ તમને એ મોબાઈલ ઉપર જ મોકલવામાં આવશે. આ કોડને મેન્યુઅલી તમારે નાખવો પડશ.ે.

❤ બીજી પદ્ધતિ ❤

➣ બીજી પદ્ધતિ છે Wassapp.
આ Whatsappની અનઔપચારિક ક્લાયન્ટ છે. જો તમારુ કોમ્પ્યુટર સ્લો હોય તો Wassapp દ્વારા Whatsapp ડાઉનલોડ કરી શકાય છે.

1. કોમ્પ્યૂટરમાં Wassapp ઈન્સ્ટોલકરો. 11 એમબીની ફાઈલ છે એટલે બહુ ઓછો સમય લાગશ

2. ઈનસ્ટોલ કર્યા પછી તેને સ્ટાર્ટ કરવા માટે બે ઓપ્શન આપવામાં આવ્યા હશે. એક નવુ Whatsapp અકાઉન્ટ બનાવુ

3. જો તમે તમારુ જુનુ Whatsapp એકાઉન્ટ પણ ઉપયોગ કરવા માગતા હોવ તો બસ તમારી કન્ટ્રીનો ઓપ્શન પસંદ કરો. ત્યાર પછી તમારો પાસવર્ડ અને મોબાઈલ નંબર આપો. તમારા ફોનનો IMEIનંબરને પાસવર્ડ તરીકે વાપરી શકો છો.

4. જો તમે તમારા કોમ્પ્યૂટર પર નવુંWhatsapp એકાઉન્ટ બનાવા માગતા હોવ તો રજિસ્ટર પર ક્લિક કરો

5. જરૂરી માહિતી ભરો

6. તમે લોગઈન કોડ કે એસએમએસ ફોન પર ઈચ્છતા હોવ તો તેની માહિતી આપો

7. ઓટો જનરેટેડ પાસવર્ડ તમને મોકલવામાં આવશે, તમારે દર વખતે તેનાથી જ લોગઈન કરવાનુ રહેશે.

Net knowledge ➣ ફોટો કોલેજ બનાવતી સુંદર એપ ➣ Photo Collage photo Editor




➣ આજે પોતાના ફોટો સોશિયલ સાઇટ પર મૂકવા લોકો વિવિધ ફોટો એડિટિંગ ટૂલનો ઉપયોગ કરતા હોય છે. જોકે, બધાં ટૂલનો ઉપયોગ મોબાઇલ ફોન પર કરી શકાતો નથી.લગભગ દરેક એપ.માં કોઈને કોઈ ખામી લાગતી હોય છે. આથી તાજેતરમાં ફોન પર ફોટો કોલેજ બનાવતી સુંદર એપ Photo Collage photo Editor અપડેટ થઈ છે.


➣ ફોટો કોલેજ એપ એ સરળ અને ઉપયોગી એપ છ,જેના દ્વારા વિવિધ ફોટાને ભેગા કરીને એકથી વધારે ફોટોફ્રેમ દ્વારા દર્શાવી શકાય છે. આ સિવાય વિવિધ ઇફેક્ટ્સ,તૈયાર ડિઝાઇન સાથેના ટેમ્પ્લેટ,બેક ગ્રાઉન્ડ વગેરેને પણ ઉપયોગમાં લઈ શકાય છે. ફોટો કોલેજ એ ક્રિએટિવ ટચ એપ ડેવલપર દ્વારા બનાવવામાં આવેલી એપ છે. ૧૩ જુલાઈ,૨૦૧૪ના રોજ આ એપને અપડેટ કરવામાં આવી છે. ૨૬,૯૮૮ લોકોએ આ એપને ૪.૧ જેવું રેટિંગ આપેલું છે. +૧૦૭૮૯ લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. આ એપ ફોન પર ૧૭ એમબી જેવી મેમરી સ્પેસ રોકે છે. આ એપનું કરન્ટ વર્ઝન ૧.૦.૬ છે. આ સિવાય ૨.૩થી ઉપરની એન્ડ્રોઇડ ફોન સિસ્ટમને આ એપ સપોર્ટ કરે છે. આ એપના ડેવલપરને એપમાં કોઈ પણ રીતની તકલીફ માટે play.garden.sapps@gmail.com ઈ-મેલ આઇડી પર ઈ-મેલ કરી શકાય છે.ઉપયોગ ફંક્શન ફોટો કોલેજ એટલે પોતાની યાદો સાથે સંકળાયેલા ફોટોને કલેક્ટ કરી સુંદર કલાત્મક રીતે ઇફેક્ટ આપીને ફોટોફ્રેમ કરી મૂકી શકાય છે. આ ફોટો એડિટરમાં ઘણી બધી એડવાન્સ ઇફેક્ટ આપવામાં આવી છે. ફોટો એડિટરમાં ૨, ૩, ૪,૫ ફોટો નંબરિંગ પ્રમાણે ફોટો સિલેક્ટ કરી શકાય છે. ફોટો એડિટર એપફોટો નંબર પ્રમાણે ઘણા બધા પ્રકારના ફોટોફ્રેમ સાથેના ફોટો કોલેજ બનાવી શકે છે. ફોટો સ્ટાઇલ બનાવવા ઉપરાંત ફોટોને મર્જ કરીને ફ્રેમ બનાવ્યા બાદ ફેસબુક, ટ્વિટર, ફ્લિકર વગેરે પર શેર કરી શકાય છે. ગ્રીડ કોલેજ જેવી વિવિધ ઇફેક્ટ પણ મૂકી શકાતી હોય છે.

22 March 2014

NET KNOWLEDGE ➣ નામ વગરનું ફોલ્ડર બનાવો સાથે ડેટા અદૃશ્ય કરો...




➣ કમ્પ્યૂટરમાં કેટલીક એવી ટ્રિક હોય છે,જેના વિશે આપણને માહિતી હોતી નથી. અહીં આપને જે ટ્રિક બતાવવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારનાં સોફ્ટવેર વગર તમારો ડેટા ગાયબ કરવાની ટ્રિક છે. ગાયબ કરેલા ડેટાને એકમાત્ર તમે જ જોઈ શકશો. તમારા અન્ય કોઈ સાથીમિત્રો કે અન્ય વ્યક્તિ તમારો ડેટા જોઈ શકશે નહીં.

➣ સૌથી પહેલાં તમારે નામ વગરનું ફોલ્ડર બનાવવાનું રહેશે, જેમાં તમારે ડેટા કોપી કરી તેમાં રાખવાનો રહેશે.

➣ નામ વગરનું ફોલ્ડર બનાવવા તમારે એક ટ્રિક અપનાવવાની રહેશે. પહેલાં આપ રાઇટ ક્લિક કરી નવું ફોલ્ડર બનાવો.

➣ હવે F2 કી દબાવીને રિનેમ કરો.
કી-બોર્ડની Alt કી દબાવી ૨૫૫ નંબર દબાવો ત્યારબાદ Alt કી છોડી દો અને એન્ટરની કી દબાવી દો. આમ કરતાંની સાથે જ આપનું નામ વગરનું ફોલ્ડર બની જશે.

➣ નામ વિનાનું ફોલ્ડર બનાવ્યા બાદ ફોલ્ડર પર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જાઓ. હવે Customize પર ક્લિક કરીને Changelcon પર ક્લિક કરો. અહીંયાં એક આઇકન હશે જે હિડન હશે, તે આઇકન પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી, Apply પર ક્લિક કરો.

➣ આમ કરતાંની સાથે જ આપનું ફોલ્ડર ગાયબ થઈ જશે,પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે કઈ જગ્યાએ ફોલ્ડર બનાવ્યું છે અને જે જગ્યા પર આપે ફોલ્ડર બનાવ્યું છે તેના પર ડબલ ક્લિક કરો તેમજ ફોલ્ડર ખોલી તેની અંદર તમારો કોઈ પણ ડેટા કોપી કરી શકો છો. આ ડેટાની જાણકારી માત્ર તમને જ હશે. આ પ્રમાણે તમે તમારો ડેટા તમારા મિત્રો તેમજ અન્ય વ્યક્તિઓથી સાચવી શકો છો.

( COURTESY BY SANDESH NEWS)

04 March 2014

Net knowledge ➣ ડાઉનલોડ 'સાયબર સફર' અંક... ફેબ્રુઆરી - ૨૦૧૨

ડાઉનલોડ 'સાયબર સફર' અંક...
ફેબ્રુઆરી - ૨૦૧૨

Source : www.cybersafar.com/

SYBERSAFAR. February - 2012




28 February 2014

NET KNOWLEDGE ➣ કમ્પ્યુટરમાં સોફ્ટવેર વિના સીડી/ડીવીડી કેમ રાઇટ થાય?




કમ્પ્યુટરમાં સોફ્ટવેર વિના સીડી/ડીવીડી કેમ રાઇટ થાય?...

➣ મિત્રો, આમ તો મોટેભાગે આપણે સીડી કે ડીવીડી રાઇટ કરવા માટે નેરો, વિન્ડો મીડિયા પ્લેયર,વીએલસી પ્લેયર જેવાં ઓડિયો/વીડિયોસોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે ક્યારેક કમ્પ્યુટરમાં આવાં સીડી કે ડીવીડી રાઇટ કરનારાં સોફ્ટવેર ન હોય તો શું થઈ શકે?
    
        મોટાભાગના લોકો એમ જ માને છે કે સોફટવેર ઇન્સ્ટોલ કરેલાં હોય તો જ સીડી કે ડીવીડી રાઇટ થઈ શકે. જોકે,આ વાત ખરી નથી. વિન્ડોઝ એક્સપીની કોઈ પણ સિસ્ટમમાં સોફ્ટવેર વગર સીડી/ડીવીડી રાઇટ કરવાની ક્ષમતા હોય છે. વિન્ડોઝની પોતાની મદદથી કેવી રીતે સીડી/ડીવીડી રાઇટ કરી શકાય તે સમજીએ...

➣ સીડી/ડીવીડી રાઇટ કરવા માટે CD-R ફીચર ચાલુ હોવું જરૃરી છે. જો એ ચાલુ ન હોય તો computer >> CD Drive પર રાઇટ ક્લિક કરો.

➣ તેમાંEnable CD Recording on this drive લખેલી વિન્ડો ખૂલશે. તેને ક્લિક કરીને નીચે લખેલું Fastest પસંદ કરો.

➣ હવે તમારી પાસે રહેલી ખાલી સીડી/ડીવીડી ડ્રાઇવમાં નાખો.

➣ જે ડેટા તમે સીડી/ડીવીડીમાં રાઇટ કરવા માગો છો તેને કોપી કરો.

➣ કોપી કરેલો ડેટા સીડી/ડીવીડી ડ્રાઇવમાં પેસ્ટ કરી દો. તમે નાખેલો ડેટા ત્યાં કામચલાઉ ધોરણે દેખાશે.હવે એ વિન્ડોની ડાબી બાજુમાં બ્લૂ પેનલમાં Write thede files to CD લખેલું દેખાશે તેને સિલેક્ટ કરો.આમ કર્યા બાદ CD write wizard નામનું બોક્સ ખૂલશે. ત્યાં તમે સીડીનું નામ નાખશો એટલે કામચલાઉ ફાઇલ સેવ થઈ જશે.

➣ જો તમે નવી બ્લેન્ક સીડી/ડીવીડીને બદલે અગાઉ વાપરેલી ચાલુ સીડી/ડીવીડી લીધી હોય તો બ્લૂ પેનલમાં જ Erase this CD-RW વિકલ્પ પસંદ કરીને જૂનો તમામ ડેટા ડિલીટ કરી નાખવો પડશે.

22 February 2014

કમ્પ્યુટરની સ્પીડ ઘટવાના કારણો...



કમ્પ્યુટરની સ્પીડ ઘટવાના કારણો...

➣ વોલપેપર્સ :- આપણે કમ્પ્યુટર પર સમયાંતરે વોલપેપર બદલતા રહેતાં હોઈએ છીએ. કોઈક તો પ્રતિદિન કે દર દિવસે વોલપેપર બદલી નાંખતાં હોય છે. જોકે,આ વોલપેપર આપણા કમ્પ્યુટરની પ્રોસેસ તેમજ ચાલુ કરવા દરમિયાનની સ્પીડમાં ઘટાડો કરવા માટે જવાબદાર છે.

➣ ફોન્ટ :- કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે જેટલા સિસ્ટમમાં ફોન્ટ્સ વધારે તેટલો સમય વધારે લાગશે,કારણ કે તે દરેક વખતે ફોન્ટ્સ લોડ કરે છે તેથી જેનો કશો જ ઉપયોગ ન હોય એવા ફોન્ટ્સડિલીટ કરી નાંખીએ તો કમ્પ્યુટરની સ્પીડમાં જરૂર વધારો નોંધાશે.

➣ વિન્ડો મિનિમાઇઝ :- કામ કરતી વખતે બેકગ્રાઉન્ડમાં અન્ય વિન્ડો મિનિમાઇઝ કરી રાખવાને બદલે ઓપન હોયતો તે પણ સ્પીડમાં ઘટાડો કરી દે છે. એટલે જો આવી ફાઇલ્સને મિનિમાઇઝ કરીરાખીએ તો સીપીયુમાં લોડ ઓછો રહે છે.પરિણામે સ્પીડ પણ મેન્ટેઇન રહે છે.

➣ ડ્રાઇવર્સ :- કમ્પ્યુટરનાં હાર્ડવેર ડ્રાઇવર્સ સમયાંતરે અપડેટ કરતાં રહેવાં જરૂરી હોય છે. ખાસ કરીને ગ્રાફિક કાર્ડ જેના ડ્રાઇવર્સ અપડેટ રાખવાથી સ્પીડમાં વધારો થાય છે. ગ્રાફિક કાર્ડ ન હોય તેવા કમ્પ્યુટરમાં સતતગેઇમ રમવાથી કે હેવી પ્રોગ્રામ રન કરવાથી સ્પીડ ઘટે છે.

21 February 2014

FACEBOOK & WHATS APP એક થવાથી યુઝરને આ ફાયદા થઈ શકે છે...

FACEBOOK & WHATS APP એક થવાથી યુઝરને આ ફાયદા થઈ શકે છે...

➣ સ્ટેટસ અપડેટ : એફબી પર વોટ્સ એપથી સ્ટેટસ અપડેટ.

➣ શેઅરિંગ : ફોટો/વીડિયોને શેર કરવા માટે લોગ ઇન કરવું પડશે નહીં. એપની મદદથી ફેસબુક પર કન્ટેન્ટ અપલોડ કરી શકાશે.

➣ ઓફલાઇન મેસેજ: વોટ્સ એપ યુઝ‌ર્સ જે ફેસબુક પર નથી, તે પણ કોઇ પણ ફેસબુક યુઝરને ઓફ લાઇન મેસેજ મોકલી શકશે.

➣ ઓનલાઇન ચેટ: લોગ ઇન કર્યા વગર ઓનલાઇન ચેટનું ઓપ્શન મળશે. તેનાથી યુઝ‌ર્સ માત્ર તે ફેસબુક યુઝર સાથે ચેટ કરી શકશે જેમની સાથે તે વાત કરવા માગે છે.

➣ એક એપ, બે કામ: મોબાઇલ પર એક જ સમયે ફેસબુક અને વોટ્સ એપ બંનેનો ઉપયોગ કરી શકાશે. અત્યારે એક સમયે એક જ ઉપયોગ થાય છે.

17 February 2014

Gujarati Pride Editor ➣ Type Gujarati Online/Offline android Apps...




Gujarati Pride Editor ➣

Type Gujarati Online/Offline Apps...




DOWNLOAD APK FILE


➣ Gujarati Editor ( Online and Offline) is a helpful tool to write in Gujarati and update your status, prepare notes in Gujarati.

➣ The good thing is it uses your english keyboard and automatically converts your
english to gujarati. In a way its Gujarati Keyboard in your
English Keyboard.

➣ The words are converted to Gujarati after hitting space.

14 February 2014

ડાઉનલોડ 'સાયબર સફર' અંક... માર્ચ - ૨૦૧૨


ડાઉનલોડ 'સાયબર સફર' અંક... માર્ચ - ૨૦૧૨

Source : www.cybersafar.com

SYBERSAFAR MARCH - 2012