Showing posts with label vidyasahayak bharti. Show all posts
Showing posts with label vidyasahayak bharti. Show all posts

24 May 2014

VIDYASAHAYAK BHARTI 2014 (Std 1 to 5) FIRST ROUND DECLARE..

વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના

(૧) પ્રથમ તબક્કામાં ઉમેદવારો તા.૨૪/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦કલાકથી ઓનલાઈન કોલલેટર મેળવી શકશે.

(૨) પ્રથમ તબક્કામાં વિદ્યાસહાયક (ધોરણ – ૧ થી ૫) ના શારીરિક અશક્તતા ધરાવતા, માજી સૈનિક અને ૧૦% HSC (વિજ્ઞાન પ્રવાહ)ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૮/૦૫/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

(૩) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

(૪) માજી સૈનિક માટે ૬૩.૮૫% મેરીટ સુધીના (તમામ) ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે.

(૫) HSC(વિજ્ઞાન પ્રવાહ, >=૪૫%) ૫૫.૭૫% (તમામ) મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.


(૬) શારીરિક અશક્તા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.

1. હલનચલન (OH) : ૬૩.૨૩% મેરીટ (તમામ)

2. અલ્પદ્રષ્ટી (LV) : ૫૬.૮૭% મેરીટ (તમામ)

FIRST ROUND CALL LATER MATE

29 January 2014

ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો...



ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો...

-ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો

-વ્યારામાં ગણિત-વિજ્ઞાનના વિદ્યા સહાયકોની ભરતીનો કેમ્પ

-પસંદગીમાં અન્યાય થવાના આક્ષેપ સાથે વિદ્યાસહાયકો દ્વારા આક્રોશ

-કલેક્ટર સહિ‌ત ઉચ્ચાધિકારીઓને રજૂઆત કરી ન્યાયની માગણી તાપી જિલ્લાના વ્યારા ખાતે બીઆરસી ભવનમાં મંગળવારે જિલ્લાની પ્રાથમિક શાળામાં ગણિત

-વિજ્ઞાનના સહાયકોની ભરતી કેમ્પ યોજાયો હતો, જેમાં નિમણૂક પામેલા વિદ્યાસહાયકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સ્થળે જાહેરાત કર્યા મુજબ પ્રાથમિક શાળાઓમાં ૧૦૮ ખાલી જગ્યા છે. આમ છતાં સ્થાનિક જિલ્લા શિક્ષણ સમિતિએ પ્રાથમિક શાળામાં ૬૮ જગ્યા ખાલીઓ જાહેર કરી હતી, જેને લઈ ગણિત વિજ્ઞાન સહાયકોની સ્થળ પસંદગી ભારે અન્યાય થવાનો ડર સતાવી રહ્યો છે. આ કારણે વિદ્યાસહાયકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેની સાથે વિદ્યાસહાયકોએ એકત્ર થઈ તાપી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાય માંગ્યો હતો. આ અંગે બનાવ સ્થળ અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકારના નાયબ શિક્ષણ નિયામક પાસેથી વિદ્યાસહાયકોની નિમણૂકના ઓર્ડરો લઈ તાપી જિલ્લાના વ્યારાના બીઆરસી ભવન ખાતે તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ હજાર થયા હતાં. જોકે, ત્યાં નોટિસ ર્બોડ પર મુકેલી પ્રાથમિક શાળાઓની યાદી મૂકવામાં આવી હતી. આ યાદીમાં સ્થળ પસંદગીમાં પારદર્શકતા જણાય ન હતી. તેમજ સરકાર દ્વારા ખાલી જગ્યાઓની જાહેરાત કરી કુલ પ્રાથમિક શાળાઓમાં ૧૦૮ જગ્યાઓ ખાલી બતાવી છે, પરંતુ સ્થાનિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ પોતાની મનસ્વી કારભારથી માત્ર ૬૮ જગ્યાઓ હોવાનું જાહેર કર્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અને લાઈન પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આમ કરવાથી મેરીટમાં આવતાં ઉમેદવારોની સ્થળ પસંદગીમાં મોકળાશ રહેતી નથી. જો ૧૦૮ જગ્યા ખાલી હોય તો તેને પ્રથમ જાહેર કરી તેમાંથી ૬૮ ઉમેદવારોને સ્થળ પસંદગી અવકાશ આપવાની માંગ કરવામાં આવી છે. ત્યાં હાજર વિદ્યાસહાયકો દ્વારા એકત્ર થઈ તાકીદે વિરોધ પ્રગટ કરી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. તાપી જિલ્લા કલેક્ટર સહિ‌ત વિવિધ અધિકારીઓને આવેદન પત્ર વિદ્યાસહાયકોએ આપી તાકીદે ન્યાયની માગણી કરી હતી. -પરીપત્ર બાબતે ગેરસમજ વિદ્યાસહાયકો પરીપત્ર બાબતે ગેરસમજ થઈ છે. આ અંગે વિદ્યાસહાયકોને પરિપત્રની સમજ આપતાં તેઓ સહમત થયા હતાં અને આગળની કામગીરી હાથ ધરી હતી.

STD: 1 TO 5 MA 2000 VIDYASAHAYAK NI BHARTI THASE...

31 December 2013

VIDYASAHAYAK BHARTI (MATHS - SCIENCE) SECOND ROUND DECLARED...

➣ વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના...

➣ (1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતીમાધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.03-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

➣ (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૧-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

➣ (3)બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં૬૭.૭૧મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટરમેળવી શકશે.