07 February 2014

મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૩-'૧૪ ત્રીજો તબક્કો જાહેર...


  • (1) ત્રીજા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૦-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

(2) બીજા તબક્કામાં ૬૧.૧૬% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(3) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૦૭-૦૨-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહી.

(4) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેનાઆધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.

06 February 2014

Download ➣ Me ek biladi... (મે એક બિલાડી પાળી છે..! ➣ VIDEO )

Download
➣ Me ek biladi...
(મે એક બિલાડી પાળી છે..!)




DOWNLOAD

મોબાઇલ ફોન પર વાત કરતા ઝડપાયેલા શિક્ષક સામે કડક પગલા ભરવા ડીપીઓએ આદેશ કર્યો...

શિક્ષકો માટે ચાલુ ક્લાસે મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ...

- મોબાઇલ ફોન પર વાત કરતા ઝડપાયેલા શિક્ષક સામે કડક પગલા ભરવા ડીપીઓએ આદેશ કર્યો...

05 February 2014

વડોદરામાં પ્રમોશનથી આચાર્યની ભરતી માટેના કેમ્પમાં માત્ર ૫૨ ઉમેદવારો હાજર રહ્યા...

વડોદરામાં પ્રમોશનથી આચાર્યની ભરતી માટેના કેમ્પમાં માત્ર ૫૨ ઉમેદવારો હાજર રહ્યા...

➣ આચાર્યો મળતાં નથી : ૧૧૩ની જગ્યા સામે માત્ર પ૨ ઉમેદવાર

➣ ૧૧૩ જગ્યા ભરવા જિલ્લા કક્ષાએ યોજાયેલા કેમ્પમાં ઉમેદવારોની પાંખી હાજરીથી દ્વિધા વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યા ભરવા માટેની ઝુંબેશ રાજ્ય સરકારે હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત વડોદરા જિલ્લાની ૨પ૦ ખાલી જગ્યા પૈકી પ્રમોશનથી ભરવાની થતી ૧૧૩ જગ્યા ભરવા જિલ્લા કક્ષાએ યોજાયેલા કેમ્પમાં આચાર્ય માટેની લાયકાત ધરાવતા માત્ર પ૨ ઉમેદવારો હાજર રહેતાં સત્તાવાળાઓ દ્વિધામાં મૂકાયા છે. વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યા પૈકી જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦ થી વધારે હોય તેવી શાળાઓને પ્રાધાન્ય આપી આચાર્યની ભરતી કરવાનું નક્કી કરાયું છે. આવી ૨પ૦ શાળાઓમાં આચાર્ય ન હોવાની વિગતો સર્વે દરમિયાન સપાટી પર આવી હતી. જેના પગલે રાજ્ય સરકારે વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી આચાર્યોની ૨પ૦ જગ્યા ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે પૈકી ૧૩૭ જગ્યા પર રાજ્યના શિક્ષણ વિભાગે ગાંધીનગરથી જ સીધી ભરતીથી નિમણૂક આપી દીધી છે. જ્યારે ૧૧૩ જગ્યા જિલ્લા કક્ષાએ પ્રમોશનથી ભરવાનું નક્કી કરાયું હતું. પ્રમોશનથી આચાર્યની ૧૧૩ જગ્યા ભરવા માટે સોમવારે વડોદરા જિ.પ્રા.શિક્ષણ સમિતિના ઉપક્રમે સોમવારે છાણી ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં આચાર્ય માટેની લાયકાત ધરાવતા માત્ર પ૨ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમની લાયકાત અંગેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તેમની પસંદગીનો નિર્ણય લેવાશે. જો હાજર તમામ પ૨ ઉમેદવારોની પસંદગી થઇ પણ જાય તો જિલ્લામાં હજુ ૬૧ શાળામાં આચાર્યની જગ્યા ખાલી રહે તેવો ઘાટ સર્જા‍યો છે. -હાજર ઉમેદવારોના મુદ્દે પણ વિસંગતતા સર્જા‍ઇ આચાર્યની ભરતી માટેના કેમ્પમાં હાજર રહેલા પ૨ ઉમેદવારોની લાયકાતના મુદ્દે પણ વિસંગતતા ઊભી થતાં તંત્ર વિમાસણમાં મુકાયું છે. પ્રાપ્ત� માહિ‌તી મુજબ ૧પ થી ૧૭ ઉમેદવારોએ ટ્રિપલ-સી પરીક્ષા પાસ નથી કરી તો ૧પ જેટલાં ઉમેદવારો એવાં હતાં કે તેમની પાસે પ્રમોશનમાં આવવા માટે શિક્ષક તરીકેનો પાંચ વર્ષનો અનુભવ નહોતો. આ સંજોગોમાં સત્તાવાળાઓ પાસે ટ્રિપલ-સી પરીક્ષા પાસ કરવાની બાંયધરી લઇને તેમજ સરકારના પરિપત્ર મુજબ ૪૦ મહિ‌નાની નોકરી થઇ હોય તેવા ઉમેદવારોની આચાર્ય તરીકે પસંદગી કરવાનો વિકલ્પ રહેશે.

♥ આચાર્ય બનવા માટે શું લાયકાત જોઇએ? ♥

➣ ઉમેદવાર ગ્રેજ્યુએટ જોઇએ સી.સી.સી. ની પરીક્ષા ઉત્ર્તીણ જોઇએ.
➣ એચ.-ટાટ ની પરીક્ષા ઉત્ર્તીણ જોઇએ.
➣ શિક્ષક તરીકે પાંચ વર્ષનો અનુભવ.

04 February 2014

પ્રાથમિક શિક્ષણની તમામ સત્તાઓ હવે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસ્તક...

➣ પ્રાથમિક શિક્ષણની તમામ સત્તાઓ હવે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસ્તક...

ગાંધીનગરસર્વ શિક્ષા અભિયાનના તમામ પ્રોજેકટ અને યોજનાઓ, શિક્ષકોની બદલીઓ, શાળા તપાસણી,સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી પ્રાથમિક શાળાઓનું મોનીટરીંગ,શિક્ષકોના સીઆર ભરવા, સેવાપોથી સહિતની તમામ સત્તાઓ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનેસોંપવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાકામકાજમાં ઘટાડો થશે. ઉપરાંત ચાલુ માસના અંત સુધીમાં રાજ્યની ૨૨૫ જગ્યાઓ તાકિદે ભરાશે.રાજ્યભરમાં ૨૨૫ જગ્યાઓ ઊભી કરાઈચાલુ માસના અંત સુધી કામચલાઉ નિમણૂક આપી દેવાશેજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાકામનું ભારણ ઘટશેરાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ સુધારવા અનેકવિધ પ્રોજેક્ટ તથા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમ છતાંપ્રાથમિક શિક્ષણમાં નોંધપાત્ર કોઈ જ સુધારો થવા પામ્યો નથી. આથી પ્રાથમિક શિક્ષણને સુધારવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનીનવી પોસ્ટ ઉભી કરી છે. રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ ૨૨૫ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનીજગ્યાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત આ નવી વર્ગ-૨ની જગ્યા માટે રૃ. ૯૩૦૦-૩૮૮૦૦ ગ્રેડ પે-૪૬૦૦નું પગારધોરણ પણ નક્કી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ઉભી કરાયેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પદ માટે સત્તાઓઆપવામાં આવી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાકામના ભારણને ધ્યાનમાં રાખીને ઉપરાંત પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનેખાસ ફરજો તથા સત્તાઓ સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ એનસીઈઆરટી દિલ્હી તથા એનઈયુપીએની ભલામણ અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનીપોસ્ટ જવાબદારી વાળી છે. જે અંતર્ગત શૈક્ષણિક ગુણવત્તામાં સુધારાની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેનું મોનીટરીંગ કરવાનું રહેશે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતા તમામ પ્રોજેકટો તથા યોજનાઓનું મોનીટરીંગ કરવાનું, બીઆરસી, સીઆરસીની કામગીરી તપાસવાની, શાળાની તપાસણી તેમજ પ્રવેશ અને ગુણવત્તા માટેના કાર્યક્રમોનું મોનીટરીંગ કરવાનું રહેશે.ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ તમામ કામગીરી ઉપરાંત ગ્રાન્ટેડ, ખાનગી તથા સરકારી પ્રાથમિક શાળાઓનું સંચાલન, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તાલુકા પ્રોજેક્ટ કો ઓર્થિનેટરની ફરજ સોંપાઈ છે. મુખ્ય શિક્ષક, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફની સેવા વિષયક સેવાપોથીમાં નોંધ કરવી, રજાઓ મંજૂર કરવી, કેળવણી નિરિક્ષક, બીઆરસીના ખાનગી અહેવાલ લખવા, શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફ સામે શિસ્ત વિષયક શિક્ષાત્મક કાર્યવાહી, મધ્યાહન ભોજનનું મોનીટરીંગ, ઉપરાંત તાલુકા કક્ષાએ પ્રાથમિક શિક્ષકોને લગતા ખર્ચમંજુર કરવા ઉપરાંત નાણાંકીય જોગવાઈ સહિતની સત્તા સોંપાઈ છે. વધુમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનીઓફિસ બીઆરસી ભવન ખાતે બનાવવાનો પણ આદેશ કરાયો છે.

DOWNLOAD ➣ ROJ NISHALE JAIE (SHALA GEET)