Showing posts with label education news. Show all posts
Showing posts with label education news. Show all posts

14 June 2015

ટેટ ૧-૨ અને એચટાટની પરીક્ષાની તારીખો જાહેર...

         ➤ શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટેટ-૧, ટેટ-૨ તથા એચટાટની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. તે મુજબ ટેટ-૧ની ૨૩મી ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાશે, ટેટ-૨ની ૧૯મી જુલાઇએ તથા એચટાટની પરીક્ષા ૨૦મી સપ્ટેમ્બરે યોજાશે. આ પરીક્ષાની તારીખોને ધ્યાનમાં લઈને શાળાઓને તેમનું બિલ્ડિંગ અન્ય કોઇ એજન્સીને પરીક્ષા કે અન્ય કામ માટે નહીં આપવા ડીઈઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

        ➤ પ્રાથમિક શિક્ષક બનવા ટેટ-૧ અને અપર પ્રાયમરી શાળામાં શિક્ષક બનવા માટે ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવે છે. સીધી ભરતીથી મુખ્ય શિક્ષક બનવા માટે એચટાટની પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાના કાર્યક્રમ જાહેર કર્યા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરી છે.સ્કૂલોએ આ દિવસ દરમિયાન અન્ય કોઇ એજન્સીને પરીક્ષા માટે બિલ્ડિંગ આપવાનું રહેશે નહીં તે પ્રકારનો પરિપત્ર મોકલ્યો છે. આ પરીક્ષા યોજવા અંગે તેમની પાસેથી સંમતિપત્ર મગાવ્યો છે.

21 September 2014

PPA NO.& PRAN NO. Kit Babat For Banaskantha District Teachers...


Info by : Bhadrasinh Rathod

Vardhit pension yojna ma samavisht banaskantha na ketlak shikahako na PPA NO. & PRAN NO. generate thaya bad pran
kit (Pran card & material)  issue thai
shakel nathi. Eva shikshakoni yadi pay centre ma jaine check karvi.
Jo e list ma naam hoy to niyat forms bhari somvare j TPEO sir ne aapva. Atyant jaruri babat chhe.

13 August 2014

બનાસકાંઠા જીલ્લામાં CCCનાં બોગસસર્ટિફિકેટ ઝડપાયા...

➣  બનાસકાંઠા તા. 13 ઓગસ્ટ 2013 ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારા માટે સીસીસીનું સર્ટિફિકેટ ફરજીયાત હોઇ કેટલાક લુખ્ખા તત્વો તેનો ગેરલાભઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હોય તે કોઇ પહેલી ઘટના નથી. આજે બનાસકાંઠા જીલ્લામાં 67 શિક્ષકોનાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હતા. ઘટના સામે આવતા જિલ્લા પોલિટેકનિક કોલેજના આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ થતા શિક્ષણતંત્રમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારો મેળવવા માટે બોગસ સીસીસી પ્રમાણપત્રો કઢાવીને પોતાના વિભાગમાં જમા કરાવવાના કૌભાંડ અગાઉ પણ ઘણીવાર આચાર્યએ અને પોલીસ અને એલસીબી પોલીસે પણ કૌભાંડીઓને ઝડપેલા છે પણ છેવટે ભીનું સંકેલાઇ જાય છે. સીસીસીના બોગસ સર્ટિફિકેટ હાલ બજારમાં 4 થી 5હજારમાં મળે છે.ગુજરાત સરકારના હજારો કર્મચારીઓએ અત્યાર સુધીમાં સીસીસીના ડુપ્લિકેટ સર્ટિ.નો ઉપયોગ કરી ખોટા પ્રમાણપત્રના આધારે ખાતાકીય બઢતી મેળવી છે.

11 August 2014

હવે, પ્રાથમિક શાળાના ઠોઠ નિશાળિયાને નાપાસ કરવા વિચારણા...

➣ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાય તેવી શકયતા...

➣ ગુજરાત સરકારના પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં આજે તો ધો. ૧ થી ધો. ૮ સુધી કોઇ પણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવતા નથી, પરંતુ લાંબાગાળે આ યોજનાથી તદ્ન નબળાં વિદ્યાર્થીઓ ધો. ૮ સુધી તો કોઇ પણ પ્રયત્ન વગર ચડી જતા હોય અને આખરે તો આની આડઅસર માધ્યમિક શિક્ષણની ગુણવત્તા પર પડતી હોવાનો એક મત બહાર આવ્યો હોય હવે શિક્ષણ વિભાગ ધો. પ અને ૮માં તદ્ન નબળાં વિદ્યાર્થીને નાપાસ કરવાની છૂટ શિક્ષકને આપવા વિચાર કરતું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત સરકારમાં પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક બન્ને મળી ધો.૧ થી ૮માં એક પણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવતો નથી, આથી પ્રાથમિક શિક્ષણ ધો. પનો વિદ્યાર્થી ગુણાકાર કે ભાગાકાર પણ ન કરી જાણતો હોવાનો અને અંગ્રેજી તદ્ન ન જાણતો હોવાનું રાષ્ટ્રીયકક્ષાના અહેવાલમાં ખુલ્યું હતું.આથી રાજ્યસરકાર હવે પાસ-નાપાસની નીતિ અંગે ફરીથી મૂલ્યાંકન કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જે મુજબ ધો.પ અને ૮માં જે વિદ્યાર્થી અભ્યાસમાં તદ્ન નબળો હોય તેને વર્ગ શિક્ષક નાપાસ કરી શકે તેવી સત્તા આપવા વિચારણા કરતી હોવાનું શિક્ષણના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે, આ અંગે હજુ કોઇ આખરી નિર્ણય લેવાયો નથી. શિક્ષણ શાસ્ત્રીઓમાં આ મામલે બે ભાગ છે, જેમાં એક જૂથ માને છે કે તે તદ્ન ઠોઠ હોય તેને પાસ કરીને ચડાવવાથી શિક્ષણની ગુણવત્તા ઘટે છે.

09 August 2014

મહેસાણા જિલ્લાની પ્રા.શાળાઓમાં ધો.૬ના બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાશે...

➣ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓને હાઇટેક બનાવવાનો પ્રોજક્ટ હાથ ધર્યો... 

➣ સમયની સાથે હવે સરકારી શાળાઓ પણ આધુનિક થવા સજ્જ બની રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓને હાઇટેક બનાવવાનો પ્રોજક્ટ હાથ ધર્યો છે. પ્રાયોગિક ધોરણે રાજ્યની પ૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ એજ્યુકેશન શરૂ કરાશે. જેમાં મહેસાણા જિલ્લાની ૧૦૦ સ્કૂલોનો સમાવેશ કરાયો છે. જેને પગલે પસંદ કરાયેલી આ શાળાઓના ધો.૬ના બાળકોને શિક્ષણના પાઠ ઓનલાઇન ભણાવાશે. સારા મકાનો અને સુવિધાને પગલે શહેરી વિસ્તારમાં હાલ ખાનગી સ્કૂલોનું વર્ચસ્વ વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ શિક્ષણની આ સ્પર્ધામાં ટકી રહેવા અને બાળકોને સમયની સાથે સુવિધાયુક્ત શિક્ષણ આપવા શિક્ષણ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ એજ્યુકેશનનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.આ પ્રોજેક્ટમાં પ્રાથમિક તબક્કામાં જિલ્લામાં મહેસાણા, કડી, વિસનગર, વડનગર અને વિજાપુર તાલુકાની ૧૦૦ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. હાલ ધો.૬માં આ પ્રોજેક્ટની અમલવારી કરાશે. જે બાદ ધો.૭ અને ધો.૮ને પણ સમાવાશે એવું શિક્ષણ કચેરી સુત્રોએ જણાવ્યું હતું.


➣ પ્રારંભે અંગ્રેજી વિષય ભણાવાશે...


વર્ચ્યુઅલ એજ્યુકેશનમાં પ્રારંભિક તબક્કે ધો.૬માં અંગ્રેજી વિષયનું શિક્ષણ અપાશે. જે બાદ ગણિત, વિજ્ઞાન સહિ‌તના વિષયોનું ઓનલાઇન શિક્ષણ કાર્ય થશે એવું જિલ્લા શિક્ષણ કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.

➣ નવું શું હશે?

વર્ગખંડમાં ડસ્ટર ચોકને બદલે સ્ક્રીન પર શિક્ષણ અપાશે જે તે વિષયના તજજ્ઞો દ્વારા શિક્ષણના પાઠ ભણાવાશે ઓનલાઇન પ્રસારણથી દરેક સ્કૂલમાં એક સરખું શિક્ષણ અપાશે ઓડિયો, વિડીયોને લીધે બાળકોની અભ્યાસમાં રૂચી જાગશે ૧પમી ઓગસ્ટથી પ્રારંભ જિલ્લા સહિ‌ત રાજ્યમાં વર્ચ્યુઅલ એજ્યુકેશન માટે કોમ્પ્યુટર સહિ‌તની સુવિધા ધરાવતી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓમાં આગામી ૧પમી ઓગસ્ટ બાદ અમલવારી થવાની સંભાવના શિક્ષણ સુત્રોએ વ્યક્ત કરી હતી.

મહેસાણા જિ. માં પ્રા. શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્યો) ની ભરતી કેમ્પ હવે આગામી ૧૩મી ઓગસ્ટે યોજાશે...

➣ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેવટે છ મહિના બાદ આચાર્યો મુકાશે. સીધી ભરતી અને બઢતીથી મુખ્ય શિ ાક તરીકે ૧૪૭ ઉમેદવારોની નિમણુંક અને સ્થળ પસંદગી માટે ગત ફેબ્રુઆરી માસમાં સ્થગિત કરાયેલ ભરતી કેમ્પ હવે આગામી ૧૩મી ઓગસ્ટે યોજાશે. જિલ્લામાં મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી પાસ કરનાર ૬૨ ઉમેદવારની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે સીધી ભરતી પ્રક્રિયાથી તથા શાળાઓમાં ફરજ બજાવતાં ૮૫ શિ ાકોને બઢતીથી મળી કુલ ૧૪૭ ઉમેદવારોને મુખ્ય શિ ાક તરીકે નિમણુંક આપવા અને શાળા સ્થળ પસંદગી માટે ગત ૨૦મી ફેબ્રુઆરીએ મહેસાણા ખાતે ભરતી કેમ્પનું આયોજન કરાયું હતું. જોકે રાજયના નાયબ શિ ાણ નિયામક દ્વારા મુખ્ય શિ ાક તરીકે નિમણુંક આપવાની કાર્યવાહી નહીં કરવાનો પૂર્વ સંઘ્યાએ આદેશ કરાતાં છેવટે કેમ્પ સ્થગિત કરાયો હતો. જેને પગલે કેમ્પમાં આવેલા ઉમેદવારોને પણ નિરાશ થઇને પરત ફરવું પડયું હતું. જોકે ફરીથી આ ભરતી પ્રક્રિયા માટે શિ ાણ કચેરીએ કાર્યવાહી હાથ ધરી છે અને આગામી ૧૩મીએ અહીંના સાર્વજનિક સંકુલ સ્થિત કમળાબા હોલ ખાતે આચાર્ય ભરતી કેમ્પ યોજાનાર છે.

➣ કેમ અટવાઇ હતી કાર્યવાહી?

રાજયમાં સીધી ભરતી, બઢતી મામલે હાઇકોટર્ મેટરના પગલે શિ ાણતંત્ર દ્વારા આ નિમણુંક પ્રક્રિયા અટકાવી હતી. જેને પગલે શિ ાણ નિયામકમાંથી ઇમેઇલ મારફતે શિ ાણાધિકારી કચેરીને જાણ કરાતાં કેમ્પ પ્રક્રિયા મુલત્વી રખાઇ હતી.

10 July 2014

Income tax ni maryada ma 2 lakh thi vadhi 2.5 lakh karva ma avi...

રૂપિયા 2.5 લાખની આવક ટેક્સ ફ્રી,

સિનિયર સિટિઝન્સને રૂ. 3 લાખ છૂટ...

29 June 2014

સોમવારે ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ૮૫ જગ્યાઓની ભરતી માટે કરાશે...


  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ નિયામક વિભાગ તરફથી ધો.૧થી ધો.૫માં કુલ ૭૪ શિક્ષકોની ભરતી થવાની છે. જેમાં ૭૦ જગ્યા સામાન્ય અને ૪ જગ્યા અનુ.જાતિની છે. આ જગ્યાઓ પર ભરતી થનારા શિ ાકો આગામી ૧૦ વર્ષ સુધી અન્યત્ર બદલી લઇ શકશે નહીં. આ જગ્યાઓ વિધાસહાયકના પગારની પેટર્નથી જ ભરવામાં આવશે. મહુવા ઉપરાંત ભાવનગર જિલ્લામાં જે જે પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ગણિતના શિ ાકની જગ્યાઓ વણપુરાયેલી છે ત્યાં ભરતી માટે સોમવારે સીદસર ખાતેના તાલીમ ભવન ખાતે કેમ્પ યોજાશે. આ ભરતી ઉરચ પ્રાથમિક શાળાઓ એટલે કે ધો.૬થી ધો.૮ માટે થવાની છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.ડી.વરૂએ માહિતી આપતા જણાવ્યું હતુ. ૧૧ જગ્યા ગણિતની ભરવામાં આવશે...

ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ મહુવામાં એક સાથે ૭૪ પ્રાથમિક શિક્ષકોની ભરતી થશે. આ ઉપરાંત જિલ્લામાં જયાં લાંબા સમયથી ગણિત વિષયની ૧૧ જગ્યાઓ ખાલી છે ત્યાં પણ જગ્યા ભરવા માટે તા.૩૦ જૂનને સોમવારે કાર્યવાહી કરવામાં આવશે.

28 June 2014

ભાવનગરમાં ટેટના વિધાર્થીઓએ માર્કશીટ તા. ૩૦/૬/૨૦૧૪ થી તા. ૨/૭/૨૦૧૪ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન મેળવી લેવી...


➢ ગત તા. ૨૫/૫ના રોજ લેવાયેલી ટેટની પરી પરીક્ષાના  પરીણામની માર્કશીટ તા. ૩૦/૬ થી તા. ૨/૭ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન નંદકુંવરબા કન્યા વિધાલય ખાતેથી બોર્ડના પ્રતિનિધિ રાજુ ભટ્ટ પાસે ઉમેદવારોએ હોલ ટીકીટ સાથે લાવી મેળવી લેવી...

➢ જેમાં તા. ૩૦/૭/૨૦૧૪એ ગુજરાતી, સંસ્કત, ભૂગોળ, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર,

➢ તા. ૧/૭/૨૦૧૪ ના રોજ સમાજશાસ્ત્ર, હિન્દી, અર્થશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન તથા ભૌતિકશાસ્ત્ર તેમજ

➢ તા. તા.૨/૭/૨૦૧૪ ના રોજ અંગેજી, નામાના મૂળતત્વો અને વાણિજય વ્યવસ્થા અને સંચાલન, મનોવિજ્ઞાન, શારિરિક શિ ાણ તથા ઈતિહાસના ઉમેદવારોએ માર્કશીટ લેવાની રહેશે.

08 June 2014

ગરમીના કારણે ખાનગી શાળાઓએ વેકેશન એક સપ્તાહ લંબાવી દીધું...જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં નથી આવ્યું. તેના બદલે બપોરે શાળા વહેલી છોડી દેવાનો નિર્ણય લેવાયો છે...


➣ છેલ્લા પખવાડિયાથી સમગ્ર ગુજરાત અગનગોળો બની ગયું છે. લગભગ દરરોજ ૪૪થી ૪પ ડિગ્રી તાપમાન રહે છે. આભમાંથી આગ વરસી રહી છે. આવી સ્થિતિમાં અમદાવાદની અનેક ખાનગી શાળાઓએ વેકેશન એક અઠવાડિયું લંબાવી દીધું છે. તા.૯ના રોજ જે શાળાઓ ખુલનાર હતી તે હવે તા.૧૬મીએ ખુલશે. જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં નથી આવ્યું. તેના બદલે બપોરે શાળા વહેલી છોડી દેવાનો નિર્ણય લેવાયો છે.
સમગ્ર ગુજરાત અત્યારે હિટ વેવની ઝપટમાં છે. અસહ્ય ગરમી અને આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોરે રોડ-રસ્તા પર કર્ફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં પ્રાથમિક શાળા અને ધોરણ ૯ સુધીની શાળાઓ તા.૯થી ખુલવાની હતી. પરંતુ આકરા તડકાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ બપોરે આવવા-જવામાં તકલીફ પડી શકે છે.
કુમળા ફૂલ જેવા બાળકો અસહ્ય ગરમીના કારણે બિમાર ન પડે તે માટે અમદાવાદની અનેક ખાનગી શાળાઓએ વેકેશન એક સપ્તાહ લંબાવી દીધું છે. જે શાળાઓ તા.૯મીએ ખુલવાની હતી તે હવે આગામી તા.૧૬મીએ ખુલશે. જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવ્યું નથી.

➣ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ વેકેશન લંબાવવાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવ્યું નથી.

➣ આ અંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં આમ પણ ૩૦ જૂન સુધી સવારની જ શાળા હોય છે. આથી તેમાં બહુ ફરક પડતો નથી. આમ છતાં શાળા બપોરે છુટે ત્યારે ૧ર વાવ્યાના બદલે ૧૦ઃ૩૦ કે ૧૧ વાગ્યે શાળા છોડી દેવાશે. જેથી તડકો થાય તે પહેલા બાળકો સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય.આ ઉપરાંત તા.૧રથી ૧૪ સુધી શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે. ગુજરાત સરકારનો આ મહત્વનો પ્રોજેક્ટ છે. જો સરકારી શાળામાં વેકેશન લંબાવી દેવામાં આવે તો શાળા પ્રવેશોત્સવની જે તૈયારીઓ અનઇે આયોજન થઈ ચૂક્યું છે તેના પર પાણી ફરી જાય. કારણ કે આખું આયોજન બીજા અઠવાડિયામાં લઈ જવું શક્ય ન બને અને આખો શાળા પ્રવેશોત્સવ પડતો મુકવો પોસાય નહીં. આથી સરકારે સરકારી શાળાઓમાં વેકેશન ન લંબાવવાનું નક્કી કર્યું છે.

♥ પ્રવેશોત્સવ કરતાં બાળકોની જિંદગી મૂલ્યવાન છે તે સરકાર સમજશે? ♥

➣ ગુજરાત સરકાર પોતાની વાહવાહી માટે શાળા પ્રવેશોત્સવ યોજે છે. આ વર્ષે પણ તા.૧રથી તા.૧૪ સુધી પ્રવેશોત્સવ યોજાવાનો છે. પરંતુ હાલમાં એટલા અસહ્ય તડકાં પડી રહી છે કે બાળકો શાળાએ જાય તો ગરમી અને તાપના કારણે લૂ લાગી જવા, કે ડિહાઈડ્રેશન થઈ જવાનો ગંભીર ખતરો છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવું જોઈએ. પરંતુ સરકારે વેકેશન નથી લંબાવ્યું. કારણ કે પ્રવેશોત્સવનું આયોજન પડી ભાંગી શકે છે. પોતાની વાહવાહીના કાર્યક્રમમાં પંકચર પડે તે સરકારને પાલવે તેમ નથી. આથી સરકારી શાળાઓના બાળકોના જીવના જોખમે પણ શાળાઓ શરૃ કરાવીને જલ્દી પ્રવેશોત્સવ ઉજવી દેવાનો મનસુબો બનાવ્યો છે. આ જ મંત્રીઓ અને સચિવોની ચેમ્બરનું એરકન્ડિશન જો એક અઠવાડિયું બંધ કરી દેવાય તો તેઓને સમજાય કે ૪૪ ડિગ્રીમાં કેવી રીતે રહી શકાય. પ્રવેશોત્સવ તો બીજા અઠવાડિયે પણ યોજી શકાય. કોઈના વહાલસોયાની જીંદગી કરતાં પ્રવેશોત્સવ કે પબ્લિસિટી વધારે કિંમતી નથી તે ગુજરાત સરકારના મંત્રીએ, અધિકારીઓએ અને ખુદ મુખ્યમંત્રીએ સમજવું જોઈએ.

♥ શાળાઓમાં વેકેશન લંબાવાયું નથી ઃ ગુજરાત શિક્ષણ બોર્ડ ♥

➣ અમદાવાદ સહિત ગુજરાતભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવી તમામ શાળાઓમાં વેકેશન લંબાવાયું નથી. ખાનગી, ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં સોમવારથી શૈક્ષણિક સત્ર ચાલુ થશે. ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ અઠવાડીયું વેકેશન લંબાવવાની માગણી બોર્ડ સમક્ષ કરાઇ હતી. બોર્ડની કારોબારીમાં આ અંગેની ચર્ચા થઇ હતી પણ કોઇ નિર્ણય લેવાયો નથી. એટલે કે ૯મી જૂનની શાળાઓમાં શૈક્ષણિક સત્ર ચાલુ કરવાનું રહેશે. ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, નિયત ટાઇમટેબલ મુજબ શાળાઓ ૯મી જુનના રોજ, સોમવારથી જ ચાલુ થશે. વેકેશન લંબાવાયું નથી. બોર્ડના તથા ડીઈઓનાં સૂત્રો કહે છે કે એવી શાળાઓને નોટિસ ફટકારી, ખુલાસો પૂછાયા બાદ આકરી કાર્યવાહી કરાશે.

09 May 2014

♥ TET 1 / TET 2 & HTAT પરીક્ષાનો પ્રોગ્રામ... ♥ ચૂંટણી પરિણામ બાદ શિક્ષકોની ભરતીનો ધમધમાટ શરૂ થશે...



➣  લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તરત જ પ્રાઇમરી સ્કૂલોમાં ધોરણ ૧થી ૮ના શિક્ષકો અને પ્રિન્સિપાલોની ભરતી માટેની અગત્યની ગણાતી ટેટ અને એચટાટની પરીક્ષાનો ધમધમાટ શરૂ થશે. ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જુન અને ડિસેમ્બરમાં લેવાનારી ખાતાકીય પરીક્ષા નો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. જૂનમાં લેવાનારી ખાતાકીય પરીક્ષા માટેની મિટિંગ પણ યોજાઇ ચુકી છે. પરીક્ષાનું જાહેરનામુ ૨૮-૭-૨૦૧૪ના રોજ બહાર પડશે. જયારે ફોર્મ ભરવાની તારીખ ૨-પ-૨૦૧૪ જાહેર કરવામાં આવી હતી. પરીક્ષા ૨૮અને ૨૯ જુન તથા પરિણામ ૧૧-૭-૨૦૧૪ના રોજ જાહેર કરવાનો નિર્ણય લવાયો છે. જયારે ડિસેમ્બરમાં લેવાનારી ખાતાકીય પરીક્ષાની બેઠક ૨૩-૯-૨૦૧૪ના રોજ મળશે. જાહેરનામું ૧-૧૦-૨૦૧૪ અને ઓનલાઇન ફોર્મ ૭-૧૦-૨૦૧૪ પરીક્ષા ૧૩-૧૪ અને પરિણામ ૩૦-૧૨-૨૦૧૪ના રોજ જાહેર કરાશે...


♥ ટેટની પરીક્ષાનો પ્રોગ્રામ... ♥

♥ પરીક્ષા : ટેટ-૧ ♥
➣ જાહેરનામુ : ૩૧-પ-૨૦૧૪
➣ ઓનલાઇન ફોર્મ તારીખ :  ૨-૬-૨૦૧૪ થી ૬-૭-૨૦૧૪
➣ પરીક્ષા તારીખ : ૮-૭-૨૦૧૪
➣ પ્રોવિઝનલ આન્સર કી : ૧૯-૭-૨૦૧૪
➣ પરિણામ : ૧૨-૬-૨૦૧૪

♥ પરીક્ષા : ટેટ-૨... ♥
➣ જાહેરનામુ : ૧૭-૬-૨૦૧૪
➣ ઓનલાઇન ફોર્મ  તારીખ :  ૨૩-૬-૨૦૧૪થી ૩-૭-૨૦૧૪
➣ પરીક્ષા તારીખ : ૩-૮-૨૦૧૪
➣ પ્રોવિઝનલ આન્સર કી : પ-૮-૨૦૧૪
➣ પરિણામ : ૨૦-૮-૨૦૧૪

♥ પરીક્ષા : એચ ટેટ ♥
➣ જાહેરનામુ : ૨૨-પ-૨૦૧૪
➣ ઓનલાઇન ફોર્મ તારીખ :   ૨૬-પ-૨૦૧૪થી ૨૨-૬-૨૦૧૪
➣ પરીક્ષા તારીખ : ૨૪-૬-૨૦૧૪.
➣ પ્રોવિઝનલ આન્સર કી : ૪-૭-૨૦૧૪
➣ પરિણામ : ૨-૬-૨૦૧૪

16 April 2014

રાજ્યના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર ➣ 10% D.A.ની ચુંટણીપંચે મંજુરી આપી...

રાજ્યના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર ➣ મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારો...

➣ ગુજરાત રાજ્યના આઠ લાખ કર્મચારીઓ માટે ખૂશીના સમાચાર છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ચૂંટણીપંચે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દસ ટકા વધારાની દરખાસ્તને મંજૂરી આપી છે. જેનો લાભ ગુજરાતના આઠ લાખ કર્મચારીઓને મળશે. આનો અમલ ગત પહેલી જાન્યુઆરીથી થશે. એટલું જ નહીં, કેન્દ્રીય ચૂંટણી પંચે દરખાસ્ત મંજૂર રાખતા આઠ લાખ કર્મચારીઓને 1300 કરોડ ચૂકવાશે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં કેન્દ્રીય ચૂંટણી પંચને પ્રપોઝલ મોકલી હતી. જેને મંજૂરી આપી દેવામાં આવી છે.

01 April 2014

મતદાનના દિવસે જાહેર રજા...


મતદાનના દિવસે જાહેર રજા ગાંધીનગરલોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ૭ બેઠકની પેટાચૂંટણીના મતદાનના દિવસ ૩૦ એપ્રિલે નેગોશિયેલ ઇન્સ્ટમેન્ટ એક્ટ અન્વયે રાજ્ય સરકારે રજા જાહેર કરી છે.

29 March 2014

ગાંધીનગરની ૬૪૩ શાળાઓમાં ૯મી એપ્રિલથી ગુણોત્સવ યોજાશે...

ગાંધીનગરની ૬૪૩ શાળાઓમાં ૯મી એપ્રિલથી ગુણોત્સવ યોજાશે...

➣ ગુણોત્સવનો સમય સવારે ૮થી ૧૧નો રહેશ.ે ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા કઇ રીતે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને તેનાં પરિણામ સ્વરૂપે વિદ્યાથીઓએ કેટલો પ્રોગ્રસ કર્યો તેનો કયાસ કાઢવા માટે દર વર્ષે ગુણોત્સવ યોજવામાં આવે છે. તે પ્રમાણે આ વખતે ૯મીથી ૧૭ એપ્રિલ સુધી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની, નગર શિક્ષણ સમિતિ હસ્તકની અને આશ્રમ શાળા મળી કુલ ૬૪૩ શાળાઓમાં વાર્ષિ‌ક ગુણોત્સવ યોજવામાં આવનાર છે.

➣ આ ગુણોત્સવ અંતર્ગત વાંચન, લેખન અને ગણન ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિ  ઉપરાંત શિક્ષકો દ્વારા સ્વમુલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ૪ વર્ષથી શાળાઓમાં ગુણોત્સવ યોજવામાં આવી રહ્યો છે.

➣ આ વખતે ગાંધીનગર જિલ્લામાં પમો ગુણોત્સવ યોજાશે. ઉલ્લેખનિય છે કે ત્રીજા ગુણોત્સવમાં ગાંધીનગર જિલ્લાનો રાજ્યમાં ૯મો ક્રમ આવ્યો હતો. જ્યારે ચોથા ગુણોત્સવમાં ગ્રેડ આપાયો હતો.

➣ આ અંગે જિલ્લા પ્રાથમિ ક શિક્ષણાધિકારી એન.એમ.રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાની પ૯૪ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ૧૪ આશ્રમ શાળા મળી કુલ ૬૪૩ શાળામાં આગામી ૯મી એપ્રિલથી વાર્ષિ‌ક ગુણોત્સવ યોજાશે.

♥ ક્યા દિવસે ક્યા વિષયની પરીક્ષા લેવાશે...♥

➣ પ્રથમ દિવસે ૯મીએ ગણિત, ૧૦મીએ ગુજરાતી, ૧૨મીએ હિન્દી, ૧૫મીએઅંગ્રેજી અને ૧૭મીએ સંસ્કૃતની પરીક્ષા લેવાશે.

28 March 2014

લોકસભા ચૂંટણીમાં મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે.

લોકસભા ચૂંટણીમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો વધુ મતદાન કરી શકે તે માટે સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ જશે. જ્યારે મતદાન પૂરા થવાના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે.

28 February 2014

કેબિનેટે મોંઘવારી ભથ્થું (DA) ૯૦ ટકાથી વધારી ૧૦૦ ટકા કર્યું...

કેબિનેટે મોંઘવારી ભથ્થું (DA) ૯૦ ટકાથી વધારી ૧૦૦ ટકા કર્યું...

૫૦ લાખ કર્મચારીઓ, ૩૦ લાખ પેન્શનરોને લાભ થશે.