>> પાંચ કરોડથી વધુ કર્મચારીઓનું ફંડ ધરાવતી નિવૃત્ત ફંડ સંસ્થા-એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ૨૦૧૨-૧૩ દરમિયાન કર્મચારીનાં રોકાણ પર ૮.૫ ટકા વ્યાજ સૂચવે તેવી શક્યતા છે, જે ગત નાણાકીય વર્ષ દરમિયાન ૮.૨૫ ટકા હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)ની આગામી ૧૫મી ફેબ્રુઆરીના રોજ મળનાર મિટિંગમાં આ દરખાસ્ત બાબતે ચર્ચા થવાની સંભાવના છે.
>> ઇપીએફઓએ વર્ષ ૨૦૧૦-'૧૧માં ૯.૫ ટકા વ્યાજ ચૂકવ્યું હતું. અને ૨૦૧૧-'૧૨ના નાણાકીય વર્ષમાં ઘટાડી ૮.૨૫ ટકા કર્યું હતું.
No comments:
Post a Comment