30 October 2012

♥પ્રાથમિક શિક્ષક (ધોરણ ૧થી૮) ની તાલીમ ૨ દિવસની છે.♥

*તા.૨/૧૧/૨૦૧૨
સમય:-૧૦:૩૦ થી ૫:૦૦

*તા.૩/૧૧/૨૦૧૨
સમય:-૭:૦૦ થી ૧૨:૩૦

*વેરામુક્તિ મર્યાદા ૩ લાખ થવાની શક્યતા...* યશવંત સિંહાની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ ડીટીસી (ડાયરેક્ટ ટેક્ષ કોડ) બિલ અંતર્ગત વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ૩ લાખ કરવા ઉપરાંત સંખ્યાબંધ ભલામણો કરી છે. પ્રવર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ૨ લાખ છે. તેમજ ટેક્ષ સેવિંગ્સ સ્કિમમાં રોકાણ મર્યાદા રૂ.૩.૨૦ લાખ અને વેલ્થ ટેક્ષ મર્યાદા રૂ. ૫ લાખ કરવાની ભલામણ કરી છે.

20 October 2012

દરેક જિલ્લામાં તા.૨/૧૧/૨૦૧૨ ના રોજ ૧ થી ૫ ની તાલીમ અને તા.૩/૧૧/૨૦૧૨ ના રોજ ૬ થી ૮ ની તાલીમ છે. આ તાલીમ ના કારણે જે જિલ્લામાં એ દિવસે પરિક્ષા હશે એમાં ફેરફાર થવાની શક્યતા છે.

* વિજ્ઞાનીઓએ હવામાંથી પેટ્રોલ બનાવવાની અનોખી ટેક્નોલોજી વિકસાવી છે. * બ્રિટિશ દૈનિકપત્ર 'ધ ટેલિગ્રાફ’માં આ અહેવાલ છપાયા છે. આ ટેક્નોલોજીને વિકસાવવા માટે ૧૧ લાખ પાઉન્ડ(લગભગ ૯.પ૨ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. બ્રિટિશ કંપની એર ફ્યુઅલ સિન્ડિકેશનને બે વર્ષમાં આ ટેક્નોલોજી તૈયાર કરી છે. ટીસાઇડ સ્થિત એક કારખાનામાં તેમણે આ ટેક્નોલોજીની મદદથી ત્રણ મહિ‌નામાં પાંચ લિટર પેટ્રોલ તૈયાર કર્યુ છે. *હવામાંથી પેટ્રોલ કેવી રીતેબને છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીને તેને કાસ્ટિક સોડા(સોડિયમ હાઇડાયોક્સાઇડ)માં મિલાવવામાં આવે છે. તેનાથી બનનારા સોડિયમ કાર્બોનેટથી ફરી શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ બને છે. પછી તેમાંથી ડીહ્યુનિડીફ્યાર મશીન દ્વારા પાણી અલગ કરવામાં આવે છે. ફરીથી હાઇડ્રોજન ગેસ અલગ કરવામાં આવે છે. તેને રિફાઇન કરીને પેટ્રોલ તૈયાર કરવામાં આવે છે.

14 October 2012

હાર્ડડિસ્ક ડ્રાઇવ્સને કઈ રીતે છુપાવશો?

* start >>run માં gpedit.msc ટાઇપ કરો >>ok. * હવે તમારી સામે group policy ની વિન્ડો ખૂલશે. તેમાં user configuration ત્યારબાદ administrative templets પર ક્લિક કરો. પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથી windows exploreને ખોલો. * હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરો. હવે જે વિન્ડો ખૂલશે તેમાં enabledને સિલેક્ટ કરો. * સિલેક્ટ કર્યા બાદ નીચે તમને કેટલાક ઓપ્શન મળશે. હવેજે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો. * જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માંગતા હોવ તો restrict all draivesને સિલેક્ટકરી દો. હવે apply કરીને ok કરી દો અને બહાર આવી જાઓ. * હવે તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે , તે my computer માંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે. * મિત્રો, ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટ કરો.

જીપીએફ વર્ષ ૨૦૧૧-૧૨ ના હિસાબો તપાસવા

http://www.agap.cag.gov.in/SlipsGpf.aspx

12 October 2012

આઈ.ક્યુ. એટલે કે ઈન્ટેલિજન્ટ ક્વોશન્ટ (બુદ્ધિમતા આંક) દુનિયાના સૌથી વધુ આઈ.ક્યુ. ધરાવતા ટોપ ટેન વ્યક્તિઓ વિશે જાણીએ...

♥♥ નંબર ૧ ♥♥
>>નામ:-જોન વુલ્ફગોંગ ગોથે
>>દેશ:-જર્મની
>>આઇ ક્યુ:- ૨૧૦ પોઇન્ટ
>>જન્મઃ-૨૮ ઓગસ્ટ, ૧૭૪૯
>>મૃત્યુઃ ૨૨ માર્ચ, ૧૮૩૨
કાર્ય ક્ષેત્ર:-ક્રિટિક, વિજ્ઞાની, નવકથાકાર, નાટયલેખક, કવિ, કલાકાર વગેરેઅનેક કામો કર્યાં હતા.

♥♥ નંબર ૨ ♥♥
>>નામ:-લિઓનાર્દો દ વિન્ચી
>>દેશ:-ઇટાલી
>>આઇ ક્યુ:- ૨૦૫ પોઇન્ટ
>>જન્મઃ-૧૫ એપ્રિલ, ૧૪૫૨
>>મૃત્યુઃ-૨ મે, ૧૫૧૯
કાર્ય ક્ષેત્ર:-ચિત્રકામ, શિલ્પકામ, બાંધકામ, સંગીત સર્જન, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, એન્જિનિયરીંગ, શોધ-સંશોધન, લેખન વગેરે.,

♥♥ નંબર ૩ ♥♥
>>નામ:-ઈમાન્યુઅલ સ્વેડનબર્ગ
>>દેશ:-સ્વીડન
>>આઇ ક્યુ:-૨૦૫ પોઇન્ટ
>>જન્મઃ-૨૯ જાન્યુઆરી, ૧૬૮૮
>>મૃત્યુઃ-૨૯ માર્ચ, ૧૭૭૨
કાર્ય ક્ષેત્ર:-વિજ્ઞાની અને ફિસોલોફર

♥♥ નંબર ૪ ♥♥
>>નામ:- ગોટફિટ વિલ્હેમ
>>દેશ:-જર્મની
>>જન્મઃ-૧ જુલાઈ, ૧૬૪૬
>>મૃત્યુઃ-૧૪ નવેમ્બર, ૧૭૧૬
કાર્ય ક્ષેત્ર:-તેમણે ન્યુટનની થિયરીઓ કરતાં પોતાની કેટલીક સ્વતંત્ર થિયરીઓ રજુ કરી હતી. તેમનું સૌથી મોટુ પ્રદાન જોકે બાઈનરી સિસ્ટમની શોધ છે. આજના તમામ ડિઝિટલ ઉપકરણો બાઈનરી સિસ્ટમથી જ ચાલે છે.

♥♥ નંબર ૫ ♥♥
>>નામ:-જ્હોન સ્ટુઅર્ટ મિલ
>>દેશ:-બ્રિટન
>>આઇ ક્યુ:-૨૦૦ પોઇન્ટ
>>જન્મઃ- ૨૦ મે, ૧૮૦૬
>>મૃત્યુઃ-૮ મે, ૧૮૭૩
કાર્ય ક્ષેત્ર:- અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને ફિલોસોફર તેમજ તેમણે સમાજશાસ્ત્ર અને રાજનિતિશાસ્ત્રમાં પણ કેટલુંક પાયાનું કામ કર્યું છે.

♥♥ નંબર ૬ ♥♥
>>નામ:-બ્લેઝ પાસ્કલ
>>દેશ:-ફ્રાંસ
>>આઇ ક્યુ:-૧૯૫ પોઇન્ટ
>>જન્મઃ-૧૯ જુન, ૧૬૨૩
>>મૃત્યુઃ-૧૯ ઓગસ્ટ, ૧૬૬૨
કાર્ય ક્ષેત્ર:-ગણિતશાસ્ત્ર, હાઈસ્કુલના દરેક વિદ્યાર્થીઓ પાસ્કલના નામને જાણતા હશે કેમ કે ભણવામાં પાસ્કલ્સ લો નામે એક વૈજ્ઞાનિક કન્સેપ્ટ આવે છે.

♥♥ નંબર ૭ ♥♥
>>નામ:-લુડવિગ વિટ્ટજેન્સ્ટાઈન
>>દેશ:-બ્રિટન
>>આઇ ક્યુ:-૧૯૦ પોઇન્ટ
>>જન્મઃ-૨૬ એપ્રિલ, ૧૮૮૯
>>મૃત્યુઃ-૨૯ એપ્રિલ, ૧૯૫૧
કાર્ય ક્ષેત્ર:-ફિલોસોફર અને ગણિતશાસ્ત્રી
>>ભાષાનો તેમણે વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ કરી ભાષાની ફિલોસોફી પર કામ કર્યું હતું

♥♥ નંબર ૮♥♥
>>નામ:-બોબી ફિશર
>>દેશ:-અમેરિકા
>>આઇ ક્યુ:-૧૮૭ પોઇન્ટ
>>જન્મઃ-૯ માર્ચ, ૧૯૪૩
>>મૃત્યુઃ-૧૭ જાન્યુઆરી, ૨૦૦૮
કાર્ય ક્ષેત્ર:-ચેસ
>>૧૪ વર્ષની વયે જ આખા અમેરિકામાં ચેસ ચેમ્પિયન બનેલા અને હરીફ દેશ રશિયાના ચેસ ખેલાડી ગેરી કાસ્પારોવે બોબીને ઇતિહાસના સૌથી મહાન ચેસ પ્લેયર ગણાવ્યા હતાં.

♥♥ નંબર ૯♥♥
>>નામ:-ગેલેલિયો
>>દેશ:-ઇટાલી
>>આઇ ક્યુ:-૧૮૫ પોઇન્ટ
>>જન્મઃ-૧૫ ફેબુઆરી, ૧૫૬૪
>>મૃત્યુઃ-૮ જાન્યુઆરી, ૧૬૪૨
કાર્ય ક્ષેત્ર:-ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને ફિલોસોફર
>>. વિજ્ઞાનમાં તેમના પ્રદાનને કારણે તેઓ આધુનિક વિજ્ઞાનના પિતામહ ગણાય છે.

♥♥ નંબર ૧૦ ♥♥
>>નામ:-એની લુઈસ સ્ટેલ
>>દેશ:-ફ્રાંસ
>>આઇ ક્યુ:-૧૮૦ પોઇન્ટ
>>જન્મઃ-૨૨એપ્રિલ, ૧૭૬૬
>>મૃત્યુઃ-૧૪ જુલાઈ, ૧૮૧૭
કાર્ય ક્ષેત્ર:-લેખન, લખાણોમાં નિઓક્લાસિસિઝમ અને રોમેન્ટિસિઝમ તેમની દેન ગણાય છે.
*નોધ:- એની લુઈસ સ્ટેલનો જન્મ સ્વિત્ઝરલેન્ડમાં થયો હતો પરંતુ તેઓ ફ્રાંસમાં મોટા થયા હતા એટલે ફ્રેંચ ભાષામાં લખતા હતાં.

11 October 2012

♥બે અમેરિકન વિજ્ઞાનીઓને કેમેસ્ટ્રીનું નોબેલ પુરસ્કાર,..♥


શરીરની બહારથી મળતા સિગ્નલને શરીરના કોષોમાં રહેલું પ્રોટીન જવાબ આપે છે તેવી મહત્ત્વની શોધ કરાનાર બે અમેરિકી વિજ્ઞાનીઓ રોબર્ટ લેફ્કોવિટ્ઝ અને બ્રિઆન કોબ્લિકાને આ વર્ષનું કેમેસ્ટ્રી ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે.

10 October 2012

♥પ્રેરક વાતો♥ ♥મીઠાઇને ચમકાવતા વરખની વરવી વાસ્તવિકતા...♥ *હિતેશ પટેલ*

♥આખોય આસો મહિનો આપણે હોંશે હોંશે મીઠાઇ ખાઇશું. ક્યારેક ‘પ્રસાદ’ રૂપે તો ક્યારેક તહેવારની ઉજવણી રૂપે. મોટા ભાગની મીઠાઇ પર ‘ચાંદી’ના વરખ લગાડેલા હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કેઆ વરખ શુદ્ધ શાકાહારી ગણાતાનથી. વરખ શી રીતે તૈયાર થાય છે એ જાણશો તો કદાચ તમને મીઠાઇ ગળે નહીં ઊતરે. બટેટાની વેફર કરતાંય પાતળું વરખ જે રીતે બનાવવામાં આવે છે એની વિગતો ચોંકાવનારી છે. બ્યુટી વિધાઉટ ક્રૂએલ્ટી નામની સ્વૈચ્છિક સંસ્થાએ વરખના નિર્માણ પાછળની નક્કર માહિતી મેળવીને રજૂ કરી પરંતુ સ્થાપિત હિતોએ એ હકીકતો દબાવવા જબ્બર પ્રયત્નો કર્યા. વરસે દા’ડે આશરે ૩૦૦ ટન ચાંદી વરખ બનાવવામાં વપરાતો હોવાનો અંદાજ છે. પરંતુ એ હકીકતની બહુ ઓછા લોકોને જાણ છે કે આટલો વરખ બનાવવા માટે વરસે દા’ડે ઓછામાં ઓછી પાંચ લાખ ગાયનો વધ કરવો પડે.આટલું વાંચીને તમને કદાચ એવો પ્રશ્ન થાય કે ચાંદીના વરખ બનાવવાને ગાયના વધ સાથે શો સંબંધ ? એનો જવાબ મેળવવા માટે વરખ બનાવવાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. ૧૬૦ વરખ ધરાવતા પેકેટનું વજન ફક્ત દસ ગ્રામ થતું હોયછે. એટલે કે ચાંદીના પતરાને સુપરફાઇન કહેવાય એટલી હદે પાતળું કરવું પડે. એ શી રીતેથાય ? ચાંદીના પતરાને એક પુસ્તિકામાં મૂકવામાં આવે અને એ પુસ્તિકા એક ચામડાના પાઉચમાં મૂકીને પછી એના પર કલાકો સુધી લાકડાના હથોડાથી ટીપવામાં આવે. હવે વાંચજો ઘ્યાનથી. કતલ થતી ગાયનું આંતરડું લઇને એને સાફ કરે. કુદરતની મહેરબાની જુઓ કે ગાય યા બળદનું આંતરડું ૫૪૦ (પાંચસો ચાલીસ)ઈંચ લાંબું હોય છે. એને સાફ કરીને નવ બાય દસ ઈંચના ટુકડા તૈયાર કરે. પછી એના પરબાઇન્ડિંગ કરીને એક પુસ્તિકા જેવું બનાવે. એના દરેક બે પાન વચ્ચે ચાંદીની પતરી મૂકીને એને ચામડાના પાઉચમાં ગોઠવે. પાઉચ માટેનું ચામડું પણ મરેલા જાનવરનું હોય છે. લખનઉના ઇન્ડસ્ટ્રીયલ ટોક્સિકોલોજી રિસર્ચ સેન્ટરે ૨૦૦૫ના નવેંબરમાં કોઇની ફરિયાદ પરથી વરખ પર લેબોરેટરી ટેસ્ટ કર્યા હતા.સૂક્ષ્મદર્શક કાચ (માઇક્રોસ્કોપ) હેઠળ જોવા મળ્યું કે દરેક વરખ-રિપિટ, દરેક વરખ પર મરેલા જાનવરનાંલોહી-માંસ કે વાળના અવશેષો હોય છે. એટલું જ નહીં, આજે જ્યારે સાચી ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે અને દૂધ, માવો, મીઠાઇમાં વપરાતારંગ વગેરેમાં જ્યારે ભેળસેળ અને બનાવટ હોય છે ત્યારે શુદ્ધ કહેવાતી ચાંદી કેટલી શુદ્ધ છે એ શી રીતે ચકાસવું ? કેટલીક દુકાનોમાં ચાંદીના કહેવાતાસિક્કા વેચાતાં હોય છે જેમાં શુદ્ધ ચાંદીનું પ્રમાણ બહુ ઓછું હોય છે.ખેર,વરખ પૂરતી વાત મર્યાદિત રાખીએ તો લખનઉના સેન્ટરે પ્રગટ કરેલી વિગતો મુજબ વરખમાં નિકલ, સીસું, ક્રોમિયમ, એલ્યુમિનિયમ અને કેડમિયમ નામની ધાતુના અંશો પણ જોવા મળ્યા છે. આ વરખ નિયમિત (ભલે પ્રસાદ રૂપે મળતી મીઠાઇ દ્વારા) ખાનારા લોકોને લાંબે ગાળે કેન્સર જેવી બીમારી થાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા વરખમાં ભેળસેળ વઘુ જોવા મળી છે. આવાવરખ આરોગ્ય સમક્ષ ગંભીર જોખમ પેદા કરે છે. ઔર એક સ્વૈચ્છિક સંસ્થાએ કરેલા સર્વે મુજબ ભારતનો મઘ્યમવર્ગી માણસ દર વરસે સરેરાશ એકસો કિલો મીઠાઇ ખાયછે. અગાઉ કહ્યું તેમ વરસે દા’ડે ૩૦૦ ટન ( એક ટન એટલે એકહજાર કિલોગ્રામ) વરખ મીઠાઇ,ફળો, પાન-સોપારી અને બીજી રીતે ખવાય છે. વરખ શાકાહારી છે કે માંસાહારી એ વિવાદમાંપડ્યા વિના ફક્ત એટલું વિચારીએ કે આરોગ્ય માટે ખતરારૂપ વરખ ખાવા કે કેમ ? નિર્ણય તમારે કરવાનો છે. વરખ મશીનમાં બને છે એવો બચાવ કરનારા લોકો સદંતર જૂઠ્ઠું બોલે છે અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરે છે. આપણા કાયદા નિર્માલ્ય છે એનો લાભ લઇને આપણને ઝેર આપવામાં આવે ત્યારે આપણે જાતે નક્કી કરવું જોઇએ કે વરખ ચોડેલી મીઠાઇ ખાવી કે ખડી સાકરની ગાંગડીથી મોં મીઠું કરી લેવું... ?

03 October 2012

♥ગુજરાતનું ગૌરવ♥ ખેડૂત પુત્રએ શરૂ કરી ન્યૂ ફેસબુક, જોડાયા ૧૭૩૦ યુઝર્સ

♥ ન્યૂ ફેસબુક ફ્રોમ શિવલખા ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા

♥ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા યુવાને www.be-buddy.com ની સોશ્યલ વેબસાઇટ બનાવી.
♥અડગ મનના માનવીને હિ‌માલય પણ નડતો નથી આ કહેવતને ભચાઉ તાલુકાના શિવલખા ગામના ખેડૂતના પુત્રે સાર્થક કરી છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ક્ષત્રિય યુવાને પોતે www.be-buddy.com નામની એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવી છે આ સાઇટ ફેસબુકને પણ ટક્કર મારી શકે તેવી જોરદાર છે, જેમાં હાલમાં ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા છે અને હજુ દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે.
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે જેનું જીવતું જાગતું ઉદાહરણ ભચાઉ તાલુકાના શિવલખા ગામના જાડેજા બહાદુરસિંહ ખેતુભાએ પૂરું પાડ્યું છે. બહાદુરસિંહના પિતા ખેતુભા ખેતી કરે છે, માતા ઘરકામ કરેછે. આ અંગે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં યુવાને જણાવ્યું કે, બાળપણથી જ ઇલેકટ્રોનિક આઇટમોમાં ખૂબ જ રસ હતો, ત્યારથી મનોમન કમ્પ્યૂટર ઇજનેર બનવાનો નિર્ધાર કર્યો અને ત્યાર બાદ એડમિશન લીધા પછી ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવવાનો વિચાર સ્ફૂર્યો અને તેને સાર્થક કરવા છ માસ તનતોડ મહેનત બાદ www.be-buddy.com નામની સાઇટ લોંચ કરી, જેમાં હાલ ૧૭૩૦થી વધુ યુઝર્સ છે અને દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના યુવકે ટાંચા સાધનોની બદલે પોતાની સુઝબુજથી બનાવી અલાયદી વેબસાઇટ.
- સાઇટની વિશેષતાઓ
આ અંગે સોશ્યલ સાઇટના નિર્માતા બહાદુરસિંહ જાડેજા જણાવે છે કે, પ૦થી ૭૦હજારના ખર્ચે તૈયાર થયેલી આ સાઇટમાં યુઝર્સ ફેસબુકની જેમ સ્ટેટસ અપડેટ, ફ્રેન્ડ બનાવી અને ઓનલાઇન ચેટ કરી શકશે, પોતાનું પેઇજ બનાવી શકાય તથા ફોટો, વીડિયો, વીડિયો સોંગ અપલોડ-ડાઉનલોડ,ઓનલાઇન ગેમ, એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.
♥૭ નવા ફીચર્સ ઉમેરાશે
સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં આગામી દિવસોમાં લાઇક ડિસલાઇક બોક્સ, વિઝિટર્સ લિસ્ટ, ઓનલાઇન ડ્રોઇંગ, ફ્રીમેસેજ સહિ‌તના સાત જેટલા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે. ♥આ વેબસાઇટ પર જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો♥ http://be-buddy.com/mobile/

♥ગુજરાતનું ગૌરવ♥ ખેડૂત પુત્રએ શરૂ કરી ન્યૂ ફેસબુક, જોડાયા ૧૭૩૦ યુઝર્સ

♥ ન્યૂ ફેસબુક ફ્રોમ શિવલખા ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા

♥ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા યુવાને www.be-buddy.com ની સોશ્યલ વેબસાઇટ બનાવી.
♥અડગ મનના માનવીને હિ‌માલય પણ નડતો નથી આ કહેવતને ભચાઉ તાલુકાના શિવલખા ગામના ખેડૂતના પુત્રે સાર્થક કરી છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ક્ષત્રિય યુવાને પોતે www. be-buddy.comનામની એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવી છે આ સાઇટ ફેસબુકને પણ ટક્કર મારી શકે તેવી જોરદાર છે, જેમાં હાલમાં ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા છે અને હજુ દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે.
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે જેનું જીવતું જાગતું ઉદાહરણ ભચાઉ તાલુકાના શિવલખા ગામના જાડેજા બહાદુરસિંહ ખેતુભાએ પૂરું પાડ્યું છે. બહાદુરસિંહના પિતા ખેતુભા ખેતી કરે છે, માતા ઘરકામ કરેછે. આ અંગે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં યુવાને જણાવ્યું કે, બાળપણથી જ ઇલેકટ્રોનિક આઇટમોમાં ખૂબ જ રસ હતો, ત્યારથી મનોમન કમ્પ્યૂટર ઇજનેર બનવાનો નિર્ધાર કર્યો અને ત્યાર બાદ એડમિશન લીધા પછી ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવવાનો વિચાર સ્ફૂર્યો અને તેને સાર્થક કરવા છ માસ તનતોડ મહેનત બાદ www.be-buddy.com નામની સાઇટ લોંચ કરી, જેમાં હાલ ૧૭૩૦થી વધુ યુઝર્સ છે અને દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના યુવકે ટાંચા સાધનોની બદલે પોતાની સુઝબુજથી બનાવી અલાયદી વેબસાઇટ.
- સાઇટની વિશેષતાઓ
આ અંગે સોશ્યલ સાઇટના નિર્માતા બહાદુરસિંહ જાડેજા જણાવે છે કે, પ૦થી ૭૦હજારના ખર્ચે તૈયાર થયેલી આ સાઇટમાં યુઝર્સ ફેસબુકની જેમ સ્ટેટસ અપડેટ, ફ્રેન્ડ બનાવી અને ઓનલાઇન ચેટ કરી શકશે, પોતાનું પેઇજ બનાવી શકાય તથા ફોટો, વીડિયો, વીડિયો સોંગ અપલોડ-ડાઉનલોડ,ઓનલાઇન ગેમ, એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.
♥૭ નવા ફીચર્સ ઉમેરાશે
સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં આગામી દિવસોમાં લાઇક ડિસલાઇક બોક્સ, વિઝિટર્સ લિસ્ટ, ઓનલાઇન ડ્રોઇંગ, ફ્રીમેસેજ સહિ‌તના સાત જેટલા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે.
♥Bhaskar News♥