20 October 2012

* વિજ્ઞાનીઓએ હવામાંથી પેટ્રોલ બનાવવાની અનોખી ટેક્નોલોજી વિકસાવી છે. * બ્રિટિશ દૈનિકપત્ર 'ધ ટેલિગ્રાફ’માં આ અહેવાલ છપાયા છે. આ ટેક્નોલોજીને વિકસાવવા માટે ૧૧ લાખ પાઉન્ડ(લગભગ ૯.પ૨ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. બ્રિટિશ કંપની એર ફ્યુઅલ સિન્ડિકેશનને બે વર્ષમાં આ ટેક્નોલોજી તૈયાર કરી છે. ટીસાઇડ સ્થિત એક કારખાનામાં તેમણે આ ટેક્નોલોજીની મદદથી ત્રણ મહિ‌નામાં પાંચ લિટર પેટ્રોલ તૈયાર કર્યુ છે. *હવામાંથી પેટ્રોલ કેવી રીતેબને છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીને તેને કાસ્ટિક સોડા(સોડિયમ હાઇડાયોક્સાઇડ)માં મિલાવવામાં આવે છે. તેનાથી બનનારા સોડિયમ કાર્બોનેટથી ફરી શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ બને છે. પછી તેમાંથી ડીહ્યુનિડીફ્યાર મશીન દ્વારા પાણી અલગ કરવામાં આવે છે. ફરીથી હાઇડ્રોજન ગેસ અલગ કરવામાં આવે છે. તેને રિફાઇન કરીને પેટ્રોલ તૈયાર કરવામાં આવે છે.

No comments: