♥ ન્યૂ ફેસબુક ફ્રોમ શિવલખા ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા
♥ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા યુવાને www.be-buddy.com ની સોશ્યલ વેબસાઇટ બનાવી.
♥અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને ભચાઉ તાલુકાના શિવલખા ગામના ખેડૂતના પુત્રે સાર્થક કરી છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ક્ષત્રિય યુવાને પોતે www.be-buddy.com નામની એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવી છે આ સાઇટ ફેસબુકને પણ ટક્કર મારી શકે તેવી જોરદાર છે, જેમાં હાલમાં ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા છે અને હજુ દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે.
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે જેનું જીવતું જાગતું ઉદાહરણ ભચાઉ તાલુકાના શિવલખા ગામના જાડેજા બહાદુરસિંહ ખેતુભાએ પૂરું પાડ્યું છે. બહાદુરસિંહના પિતા ખેતુભા ખેતી કરે છે, માતા ઘરકામ કરેછે. આ અંગે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં યુવાને જણાવ્યું કે, બાળપણથી જ ઇલેકટ્રોનિક આઇટમોમાં ખૂબ જ રસ હતો, ત્યારથી મનોમન કમ્પ્યૂટર ઇજનેર બનવાનો નિર્ધાર કર્યો અને ત્યાર બાદ એડમિશન લીધા પછી ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવવાનો વિચાર સ્ફૂર્યો અને તેને સાર્થક કરવા છ માસ તનતોડ મહેનત બાદ www.be-buddy.com નામની સાઇટ લોંચ કરી, જેમાં હાલ ૧૭૩૦થી વધુ યુઝર્સ છે અને દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના યુવકે ટાંચા સાધનોની બદલે પોતાની સુઝબુજથી બનાવી અલાયદી વેબસાઇટ.
- સાઇટની વિશેષતાઓ
આ અંગે સોશ્યલ સાઇટના નિર્માતા બહાદુરસિંહ જાડેજા જણાવે છે કે, પ૦થી ૭૦હજારના ખર્ચે તૈયાર થયેલી આ સાઇટમાં યુઝર્સ ફેસબુકની જેમ સ્ટેટસ અપડેટ, ફ્રેન્ડ બનાવી અને ઓનલાઇન ચેટ કરી શકશે, પોતાનું પેઇજ બનાવી શકાય તથા ફોટો, વીડિયો, વીડિયો સોંગ અપલોડ-ડાઉનલોડ,ઓનલાઇન ગેમ, એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.
♥૭ નવા ફીચર્સ ઉમેરાશે
સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં આગામી દિવસોમાં લાઇક ડિસલાઇક બોક્સ, વિઝિટર્સ લિસ્ટ, ઓનલાઇન ડ્રોઇંગ, ફ્રીમેસેજ સહિતના સાત જેટલા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે.
♥આ વેબસાઇટ પર જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો♥
http://be-buddy.com/mobile/
No comments:
Post a Comment