27 May 2013

રાજ્યમાં વિદ્યાસહાયકોની જે સ્થિતિ છે.. તેને યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટે આદેશઆપ્યો...



••• રાજ્યમાં વિદ્યાસહાયકોની સ્થિતિ યથાવત રાખો, સમગ્ર મામલે વેકેશન બાદ નિર્ણય: સુપ્રિમ કોર્ટ...••• વિદ્યાસહાયકોની યોજના મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાલમાં રાજ્યમાં વિદ્યાસહાયકોની જે સ્થિતિ છે.. તેને યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલે વેકેશન બાદ નિર્ણય લેશે. જેમા વિદ્યાસહાયકોની યોગ્યતા અને પગારધોરણ મુદ્દે નિર્ણય લેવાશે. મહત્વનું છે કે વર્ષ 2011માં રાજ્યમાં 13 હજાર વિદ્યાસહાયકોની ભરતી થઈ હતી. જેમાં અનામતની નીતિને પાળવામાં આવી ન હોવાનો આક્ષેપ થયો હતો. બાદમાં હાઈકોર્ટે પણ આ મામલે વિદ્યાસહાયકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો..જ્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમમાં વિદ્યાસહાયકોના પગાર ધોરણને પડકારવામાં આવ્યો હતો. 

No comments: