02 June 2013

••• ૮૮૦૦ વિદ્યાસહાયકની ભરતી થશે •••



••••>>૮૮૦૦ વિદ્યાસહાયકની ભરતી થશે.... રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી ટૂંકસમયમાં જ હાથ ધરવાનું નક્કી કર્યુ છે. ધો. ૬થી૮માં આશરે ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાટેની કાર્યવાહી શિક્ષણ વિભાગે હાથ ધરી છે. આ માટેની વિધિવત્ત જાહેરાત તા. ૬ જુન આસપાસ આવે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક સમયથી ભરતીની કાગડોળે રાહ જોવાઇ રહી હતી. અગાઉ ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીમાટે તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૨માં જાહેરાત કરાઇ હતી. પરંતુ આ સમગ્ર કાર્યવાહીને કોર્ટમાં પડકારાતા ભરતી મોકુફ રહી હતી. હવે આગામી સપ્તાહે જ ભરતીની જાહેરાત કરાય તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, ઉચ્ચત્તર પ્રાથમિક ગણાતા ધો. ૬થી૮માં ભરતીની લાયકાત બદલાઇ જતા ૨૨ હજાર જેટલી ખાલી જગ્યા છે.

No comments: