પૃષ્ઠો

31 January 2014

29 January 2014

ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો...



ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો...

-ભરતીમાં અન્યાય મુદ્દે વિદ્યા સહાયકોનો હંગામો

-વ્યારામાં ગણિત-વિજ્ઞાનના વિદ્યા સહાયકોની ભરતીનો કેમ્પ

-પસંદગીમાં અન્યાય થવાના આક્ષેપ સાથે વિદ્યાસહાયકો દ્વારા આક્રોશ

-કલેક્ટર સહિ‌ત ઉચ્ચાધિકારીઓને રજૂઆત કરી ન્યાયની માગણી તાપી જિલ્લાના વ્યારા ખાતે બીઆરસી ભવનમાં મંગળવારે જિલ્લાની પ્રાથમિક શાળામાં ગણિત

-વિજ્ઞાનના સહાયકોની ભરતી કેમ્પ યોજાયો હતો, જેમાં નિમણૂક પામેલા વિદ્યાસહાયકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સ્થળે જાહેરાત કર્યા મુજબ પ્રાથમિક શાળાઓમાં ૧૦૮ ખાલી જગ્યા છે. આમ છતાં સ્થાનિક જિલ્લા શિક્ષણ સમિતિએ પ્રાથમિક શાળામાં ૬૮ જગ્યા ખાલીઓ જાહેર કરી હતી, જેને લઈ ગણિત વિજ્ઞાન સહાયકોની સ્થળ પસંદગી ભારે અન્યાય થવાનો ડર સતાવી રહ્યો છે. આ કારણે વિદ્યાસહાયકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેની સાથે વિદ્યાસહાયકોએ એકત્ર થઈ તાપી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાય માંગ્યો હતો. આ અંગે બનાવ સ્થળ અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકારના નાયબ શિક્ષણ નિયામક પાસેથી વિદ્યાસહાયકોની નિમણૂકના ઓર્ડરો લઈ તાપી જિલ્લાના વ્યારાના બીઆરસી ભવન ખાતે તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ હજાર થયા હતાં. જોકે, ત્યાં નોટિસ ર્બોડ પર મુકેલી પ્રાથમિક શાળાઓની યાદી મૂકવામાં આવી હતી. આ યાદીમાં સ્થળ પસંદગીમાં પારદર્શકતા જણાય ન હતી. તેમજ સરકાર દ્વારા ખાલી જગ્યાઓની જાહેરાત કરી કુલ પ્રાથમિક શાળાઓમાં ૧૦૮ જગ્યાઓ ખાલી બતાવી છે, પરંતુ સ્થાનિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ પોતાની મનસ્વી કારભારથી માત્ર ૬૮ જગ્યાઓ હોવાનું જાહેર કર્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અને લાઈન પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આમ કરવાથી મેરીટમાં આવતાં ઉમેદવારોની સ્થળ પસંદગીમાં મોકળાશ રહેતી નથી. જો ૧૦૮ જગ્યા ખાલી હોય તો તેને પ્રથમ જાહેર કરી તેમાંથી ૬૮ ઉમેદવારોને સ્થળ પસંદગી અવકાશ આપવાની માંગ કરવામાં આવી છે. ત્યાં હાજર વિદ્યાસહાયકો દ્વારા એકત્ર થઈ તાકીદે વિરોધ પ્રગટ કરી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. તાપી જિલ્લા કલેક્ટર સહિ‌ત વિવિધ અધિકારીઓને આવેદન પત્ર વિદ્યાસહાયકોએ આપી તાકીદે ન્યાયની માગણી કરી હતી. -પરીપત્ર બાબતે ગેરસમજ વિદ્યાસહાયકો પરીપત્ર બાબતે ગેરસમજ થઈ છે. આ અંગે વિદ્યાસહાયકોને પરિપત્રની સમજ આપતાં તેઓ સહમત થયા હતાં અને આગળની કામગીરી હાથ ધરી હતી.

કલોલની સરકારી પ્રા.શાળામાં રાજ્યની પ્રથમ ઈ-બૂક લાઈબ્રેરી...

કલોલની સરકારી પ્રા.શાળામાં રાજ્યની પ્રથમ ઈ-બૂક લાઈબ્રેરી...

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઇ-બૂક લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. સરકારી પ્રા.શાળામા શરૂ કરાયેલી ઇ-બૂક લાયબ્રેરી રાજ્યમાં પ્રથમ છે. કલોલની ઇફ્કો કંપની દ્વારા દાનમાં આપવામાં આવેલા ૩ કોમ્પ્યુટરથી આ પ્રયોગ શરૂ કરાયો છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણ ખાતા સંચાલિત કલોલ પ્રા. શાળા નંબર-૯માં ઇ-લાયબ્રેરી શરૂ કરનાર આચાર્ય પ્રિતીબેન ગાંધીએ એક મુલાકતમાં જણાવ્યું કે ડીપીઓ બહાદૂરસિંહ સોલંકીએ બાળકોમાં વાંચનની ઋચિ વધારવાના પ્રયોગ કરવાની સૂચના સાથે માર્ગદર્શન આપ્યુ હતું. તેના આધારે બાળકોમાં વાંચન પ્રત્યે ઉત્સાહ વધે તેવા આશયથી ઇ-બૂક લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. ઇ-બૂક લાયબ્રેરીના કયા કયા ફાયદા : મોંઘા અને અપ્રાપ્ય પુસ્તકો ખરીદી ન શકનારા વિદ્યાર્થીઓને સરળતાથી વાંચન સામગ્રી મળી શકે છે. પુસ્તક ફાટવાનો કે પલળી જવાનો ભય રહેતો નથી. પુસ્તક ખરીદવા માટે પૈસાનો ખર્ચ કરવો પડતો નથી. ઇ-બૂક લાયબ્રેરીમાં કેવા કેવા પુસ્તકો: પ્રથમ તબક્કે ઇ-બૂક લાયબ્રેરરીમાં પ૧ બૂક ઇન્સટોલ કરવામાં આવી છે. તેમાં બાળ ચિત્રો સાથેની વાર્તાઓ, પ્રવાસ કથા, ક્વીઝ, વિજ્ઞાનના અનેક પ્રયોગ, સૌર્ય ઉર્જા‍ના પ્રયોગ અને ઉપયોગ, ધોરણ ૬થી ૮ના અભ્યાસક્રમની ટેક્સ બૂકસ, રાજ્યની ભૌગોલિક જાણકારી તેમજ સામાન્ય જનરલ નોલેજનો સમાવેશ કરાયો છે. અન્ય શાળાઓમાં ઇ-બૂક લાયબ્રેરી શરૂ કરાશે:ડીપીઓ સોલંકી જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી બહાદૂરસિંહ સોલંકીએ જણાવ્યું કે ટેકનોલોજીના યુગમાં ક્મ્યુટરની મદદથી પ્રા.શાળાના બાળકો વિશ્વના કોઇ પણ દેશની છેલ્લામાં છેલ્લી શોધ અને માહિ‌તીથી વાકેફ થાય તેવા આશયથી અને અભ્યાસના પુસ્તકો સાથે સંદર્ભ વાંચન સામગ્રી મળી રહે તે માટે આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. તેને જિલ્લાની અન્ય શાળાઓમાં દાતાઓના સહયોગથી શરૂ કરાશે. મહિ‌લા આચાર્ય દ્વારા આ પાંચમો પ્રયોગ : બાળકોમાં વાંચનની ઋચી વધે તે માટે સતત પ્રયત્નશિલ શિક્ષિકા ગાંધી પ્રિતી રૂપચંદે જણાવ્યું કે સૌ પ્રથમ ધો-૩થી પ માટે વાંચન પરબ તે પછી ધો-૬થી ૮ માટે સમયદાન વાંચન પ્રોજેક્ટ, ખુશી રિડીંગ ગાર્ડન, ગ્રંથ મંદિર અને છેલ્લે ઇ-બૂક લાઇબ્રેરીનો નવતર પ્રયોગ કરાયો છે. આ પેટી પુસ્તક લાયબ્રેરીને મુખ્યમંત્રી મોદીએ ગ્રંથ મંદિરનું નામ આપ્યું હતું. ઇ-બૂક લાયબ્રેરી અંગે આઇઆઇએમ-એ કહ્યું હતું કે રાજ્યની દરેક પ્રા.શાળામાં આ સુવિધા હોવી જોઇએ.

૧પ૦૦૦ સુધીના પગારદારને પીએફનો લાભ મળશે.

૧પ૦૦૦ સુધીના પગારદારને પીએફનો લાભ મળશે.

કર્મચારી ભવિષ્ય નિધિ દ્વારા હવે ૧પ૦૦૦ સુધીના પગારદાર તમામને પીએફનો લાભ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૬પ૦૦ની મર્યાદા વધારીને ૧પ૦૦૦ રૂપિયા કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લઈ લીધો છે.

23 January 2014

HTAT BHARATI FIRST ROUND DECLARED..."

મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૩-૧૪ પ્રથમ તબક્કા ના કોલ લેટર તા.૨૪-૦૧-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.


(1)પ્રથમ તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૭-૦૧-૨૦૧૪ થી તા.૩૧-૦૧-૨૦૧૪ સુધી બોલાવેલ છે.


(2)પ્રથમ તબક્કામાં ૬૩.૫૮% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.


(3)શારીરીક અશકતતા ધરાવતા અલ્પદ્રષ્ટિ(LV) ના ૫૭.૭૦% અને હલનચલન(OH) ના ૬૦.૩૮% સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.


(4)જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૨૪-૦૧-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.


(5)ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.

22 January 2014

DOWNLOAD ગુજરાતી વાર્તા. ➣ ચાંદા મામા...(STD:3 ❅ VIDEO)

DOWNLOAD ગુજરાતી વાર્તા. ચાંદા મામા...
(STD:3)
CHANDA MAMA JANGAL MA....




DOWNLOAD

❅ મહેસાણા જિલ્લા માં પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીમાં પ્રથમ દિવસે ત્રણ વાંધા નોંધાયા. ❅

મહેસાણા જિલ્લા માં પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીમાં પ્રથમ દિવસે ત્રણ વાંધા નોંધાયા.


➡ ઓનલાઇન મુકાયેલી મેરિટ યાદીમાં રહેલી ક્ષતિ માટે વાંધા આપવાનો આજે અંતિમ દિવસ...


➡ મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ તથા નગર શિક્ષણ સમિતિ સંચાલિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે. ૩૦મી ડિસેમ્બરથી ૮મી જાન્યુઆરી દરમિયાન ઉમેદવારો પાસેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે હા‌ર્ડ‌ કોપીમાં અરજી સ્વીકારઇ હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારોની તાજેતરમાં મેરિટ યાદી પ્રસિધ્ધ કરી છે. આ યાદીમાં ગુણ, નામ સહિ‌ત મામલે કોઇ ક્ષતિ રહી હોય તો સુધાર માટે ઉમેદવારો પાસેથી વાંધા અરજી મંગાવાઇ છે. બે દિવસ સુધી ચાલનારી આ કામગીરીમાં સોમવારે પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે ત્રણ વાંધા અરજી આવી હતી. જેમાં માસ્ટર ડિગ્રીમાં ગુણ સુધારવા અરજી કરાઇ હતી.

20 January 2014

"ગુજરાતની તિજોરી ખાલી છે તો પગાર વધારો ક્યાંથી થાય ?" ➣ નાણાંમંત્રી.

"ગુજરાતની તિજોરી ખાલી છે તો પગાર વધારો ક્યાંથી થાય ?" ➣ નાણાંમંત્રી



નાણાંમંત્રી ફ્કિસ પગારદારોને પગાર વધારાની માંગની સામે મળેલો જવાબ : 

તો પછી મુખ્યમંત્રી કયા મોઢે ગુજરાતની તિજોરી પર કોઇનો પંજો ન પડવા દેવાની બુમો પાડે છે ?

કર્મચારીઓ  ગુજરાતનાં જુદા જુદા સરકારી વિભાગમાં ફિક્સ વેતનથી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા મોંઘવારીનાં સમયમાં પુરતુ વેતન આપવા માંગ કરવામાં આવી છે. જે અંગે કર્મચારીઓ દ્વારા ગત તા ૧૦મી જાન્યુઆરીનાં રોજ નાણાંમંત્રી નિતીન પટેલને આવેદન પત્ર પાઠવતા તેમણે કર્મચારીઓને ઉડાઉ જવાબ આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતની તિજોરી ખાલી છે. તો તમને પગાર વધારે કયાંથી કરી આપીએ ? રાજયમાં સરકારી વિભાગોમાં ફિક્સ પગારદાર તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ પુર્ણ પગાર આપવાની માંગ સાથે રવિવારે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. ફિક્સ પગારદારોએ સરકાર સામે આક્ષેપ કર્યો છે કે સરકારમાં પોલીસ વિભાગ, વન વિભાગ, શિક્ષણ વિભાગ તથા અન્ય સરકારી વિભાગોમાં કર્મચારીઓનો પુર્ણ પગાર ન આપી કાયદેસરનું શોષણ કરવામાં આવે છે. જેના પગલે પુરતો પગાર આપવા સરકારને અનેક વખત રજુઆત કરી છે. પરંતુ કોઇ યોગ્ય નિર્ણય આવતો ન
થી.

19 January 2014

અપૂરતા પગારના પ્રશ્ને બાયસેગના ૩૦૦ કર્મચારીઓ. આંદોલન પર...

અપૂરતા પગારના પ્રશ્ને બાયસેગના ૩૦૦ કર્મચારીઓ. આંદોલન પર...





ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક સંચાલિત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ-ઇન્ફરર્મેટિક્સના બાયસેગમાં આઉટ સોસ`ગથી ૩૦૦ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. તે તમામ કર્મચારીઓ પુરતો પગાર નહીં મળતાં આંદોલન ઉપર ઉતરી ગયાં છે.  ગાંધીનગરમાં ચ-૦ સર્કલ પર ઇન્ફોસિટી પાસે બાયસેગ કંપની બહાર સવારથી કર્મચારીઓના ટોળેટોળા ઉભા રહ્યાં હતાં અને બેનર સાથે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. આંદોલનકારી કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકારી વિભાગમાં આઉટસોર્સથી કરવામાં આવતી ભરતીમાં શિક્ષિત બેકારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ કંપનીમાં ભક્તિ કન્સલ્ટીંગ દ્વારા ૩૦૦ કર્મચારીઓની ૬ માસ અગાઉ ભરતી કરવામાં આવી હતી. તે વખતે ધારાધોરણ પ્રમાણે પગાર ચૂકવવાની લાલચ આપવામાં આવી હતી. પરંતુ સરકારી અધિકારીઓની મિલીભગતમાં આઉટ સોસ`ગ કંપનીઓ મલાઇ ખાઇ જતાં હોવાથી કર્મચારીઓને પુરતો પગાર મળતો નથી.તેવો આક્ષેપ આંદોલનકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની આ પ્રકારની નિતિ સામે ઓક્રોષ પ્રવર્તે છે. અગાઉ તા.૨૩ ઓક્ટોબરથી ૧ નવેમ્બર, ૨૦૧૩ સુધી પેન ડાઉન સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ભક્તિ કન્સલ્ટન્ટ, બાયસેગ મેનેજમેન્ટ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી પુરતો પગાર આપવા માગણી કરવામાં આવી હતી. ત્યારે બાયસેગ મેનેજમેન્ટ દ્વારા ખાતરી અપાઇ હોવા છતાંપગારનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવતાં રોષે ભરાયેલા જીઆઇએસ કર્મચારીઓ ૧પમી જાન્યુઆરીથી આંદોલન ઉપર ઉતરી ગયાં છે.

18 January 2014

શિક્ષકોની ન્યાયિક માંગણી સામે આખરે સરકારે નમતું જોખ્યું.

શિક્ષકોની ન્યાયિક માંગણી સામે આખરે સરકારે નમતું જોખ્યું...


સરકાર દ્વારા રાજ્યમાં કેટલીક ઉચ્ચતર માધ્યમીક શાળાઓને ક્રમિક ગ્રાન્ટેડ કરવામાં આવતા છટણી કરાયેલા શિક્ષકો દ્વારા છેલ્લા ૮ દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન આદરવામાં આવ્યુ છે. શિક્ષકોનાં ૧૧ દિવસનાં ઉપવાસ બાદ શિક્ષણ વિભાગે જે તે જીલ્લાની ક્રમીક ગ્રાન્ટેડ શાળાઓમાંથી છુટા કરવામાં આવેલા શિક્ષકોની પ્રોફાઇલ અંગે રીપોર્ટ મંગાવવામાં આવ્યા છે. બીજી તરફ શિક્ષણમંત્રીએ શિક્ષકોને હૈયાધારણા આપતા ઉપવાસી શિક્ષકોએ શુક્રવારે પારણા કર્યા હતા. રાજ્યની આશરે ૧પ જેટલી નોન ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓને સરકાર દ્રારા ક્રમિક ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા ગ્રાન્ટેડ કરવામાં આવતા આ શાળાઓમાં વર્ષોથી કામ કરતા શિક્ષકોને હાંકી કાઢવામાં આવ્યા હતા. જેના પગલે આ પ્રકારે છટણી કરાયેલા ૧પ૦ જેટલા શિક્ષકો દ્રારા પોતાને વિનિયમીત કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે છેલ્લા ૧૧ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. આંદોલનનાં દિવસો દરમિયાન અનેક વખત શિક્ષણ વિભાગની મુલાકાત લઇને રજુઆતો કરી શિક્ષણમંત્રીનું પણ આ દિશામાં ધ્યાન દોરવામાં આવ્યુ છે. શિક્ષકોની આ ન્યાયીક રજુઆતને ઘ્યાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા જે તે જીલ્લાનાં શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને તેઓનાં જિલ્લાની ક્રમીક ગ્રાન્ટેડ કરાયેલી શાળાઓમાં ફરજ બજાવતા આવા શિક્ષકોનાં પ્રોફાઇલનો રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. બીજી તરફ ગાંધીનગર ગાંધીનગર ઉતર બેઠકનાં ધારાસભ્ય અશોકભાઇ પટેલે આંદોલન છાવણી ખાતે શિક્ષકોની મુલાકાત લઇને જણાવ્યુ હતુંકે તમારી ન્યાયીક માંગણી અંગે તેમણે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરી છે. જેમાં તેઓ દ્વારા સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે. જેના પગલે સરકાર આગામી દિવસોમાં શિક્ષકોનાં હિ‌તમાં નિર્ણય લેશે તેવી હૈયાધારણા આપી અશોકભાઇ તથા શહેર મેયર મહેન્દ્રસિંહ રાણાએ શિક્ષકોને પારણા કરાવ્યા હતા. જેના પગલે ૧૧ દિવસનાં આંદોલન બાદ શિક્ષકોએ પોતાનું આંદોલન સંકેલી લીધુ હતું.

17 January 2014

HTAT BHARTI 2013-'14 ➣ KAM CHALAU MERIT YADI BABAT...


HTAT PROVISNAL MARIT DATE:18/01/2014 NA
11:00 VAGYE JAHER
THASE..

પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક બનવા ૪,૧૭૨ અરજીઓ આવી.

પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક બનવા ૪,૧૭૨ અરજીઓ આવી.

રાજ્યભરની ધોરણ-૧થી ૮ વાળી પ્રાથમિક શાળાઓમાં ૨૫૧૩ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવનાર છે. જે અંતર્ગત રાજ્યભરના ૪૧૭૨ ઉમેદવારોએ મુખ્ય શિક્ષક બનવા ઓનલાઈન ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોની અરજીઓની ચકાસણી બાદ કામચલાઉ મેરિટ યાદી મૂકી ઉમેદવારોમાં વાંધો છે કે નહી તે જાણવામાં આવશે. ત્યારબાદ ફાયનલ મેરિટ યાદી વિદ્યાસહાયકની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.અરજીઓની ચકાસણી બાદ કામચલાઉ મેરિટ મુકાશે.ઉમેદવારોના વાંધાઓ પછી ફાઈનલ મેરિટ યાદી મુકાશે.રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગદ્વારા રાજ્યભરમાં આવેલી ધોરણ-૧થી ૮ના વર્ગખંડ ધરાવતી અને ૨૫૦થી વધુ વિદ્યાર્થી ધરાવતી પ્રાથમિક શાળાઓમાં ૫૦૨૬મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવનાર છે. જેમાં ૨૫૧૩ મુખ્ય શિક્ષકની સીધી ભરતીથી અને ૨૫૧૩ની બઢતીથી ભરતી કરવામાં આવનાર છે. સીધી ભરતી અંતર્ગત પ્રાથમિક શાળામાં પાંચ વર્ષ સુધી પુરા પગારે નોકરી કરેલી હોય અને એચ-ટેટ પરીક્ષા પાસ તેમજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ૨૫૧૩ મુખ્યશિક્ષકની ભરતી માટે રાજ્યભરમાંથી ૪૧૭૨ ઉમેદવારોએ અરજી કરી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય શિક્ષકની ૨૫૧૩ જગ્યા માટે રાજ્યભરમાંથી ૧૬૬ ટકા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.મુખ્ય શિક્ષકની ભરતી માટે આવેલી અરજીઓની ચકાસણી કરી તેના ઉપરથી કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરી પ્રાથમિક શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. કામચલાઉ મેરિટના આધારે ઉમેદવારોએ ફોર્મ ભરવામાં નામ,સરનામાં કે ટકાવારીમાં કોઈ ભૂલ કરી હશે તો તે અંગેના વાંધાઓ સ્વીકારવામાં આવશે.ઉમેદવારોએ કરેલા વાંધાઓ અંગે યોગ્ય તપાસ કરી તેમાં જરૂરી સુધારો કરીને ફાયનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ફાયલ મેરિટયાદી વેબસાઈટ ઉપર મૂક્યા બાદ ભરતીની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તેમ પ્રાથમિક શિક્ષણ વિભાગના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે.

15 January 2014

PF ના વ્યાજદરમાં 0.25 % નો વધારો...


* * PFના વ્યાજદરમાં 0.25નો વધારો...

* * 8.50% થી વધારી 8.75% કરાયો.

11 January 2014

Happy Uttarayan....

On 14th January I Wishing all a very
happy and safe kite flying.


Happy Uttarayan.
Enjoy….and TAKE CARE…


GUJARATI VIDEO ➣ આકારો વિષે સમજુતી... (Shapes Introduction)

GUJARATI VIDEO
આકારો વિષે સમજુતી...
(Shapes Introduction)

ભાગ : 1



DOWNLOAD


ભાગ : 2




DOWNLOAD