ગાંધીનગરની ૬૪૩ શાળાઓમાં ૯મી એપ્રિલથી ગુણોત્સવ યોજાશે...
➣ ગુણોત્સવનો સમય સવારે ૮થી ૧૧નો રહેશ.ે ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા કઇ રીતે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને તેનાં પરિણામ સ્વરૂપે વિદ્યાથીઓએ કેટલો પ્રોગ્રસ કર્યો તેનો કયાસ કાઢવા માટે દર વર્ષે ગુણોત્સવ યોજવામાં આવે છે. તે પ્રમાણે આ વખતે ૯મીથી ૧૭ એપ્રિલ સુધી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની, નગર શિક્ષણ સમિતિ હસ્તકની અને આશ્રમ શાળા મળી કુલ ૬૪૩ શાળાઓમાં વાર્ષિક ગુણોત્સવ યોજવામાં આવનાર છે.
➣ આ ગુણોત્સવ અંતર્ગત વાંચન, લેખન અને ગણન ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિ ઉપરાંત શિક્ષકો દ્વારા સ્વમુલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ૪ વર્ષથી શાળાઓમાં ગુણોત્સવ યોજવામાં આવી રહ્યો છે.
➣ આ વખતે ગાંધીનગર જિલ્લામાં પમો ગુણોત્સવ યોજાશે. ઉલ્લેખનિય છે કે ત્રીજા ગુણોત્સવમાં ગાંધીનગર જિલ્લાનો રાજ્યમાં ૯મો ક્રમ આવ્યો હતો. જ્યારે ચોથા ગુણોત્સવમાં ગ્રેડ આપાયો હતો.
➣ આ અંગે જિલ્લા પ્રાથમિ ક શિક્ષણાધિકારી એન.એમ.રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાની પ૯૪ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ૧૪ આશ્રમ શાળા મળી કુલ ૬૪૩ શાળામાં આગામી ૯મી એપ્રિલથી વાર્ષિક ગુણોત્સવ યોજાશે.
♥ ક્યા દિવસે ક્યા વિષયની પરીક્ષા લેવાશે...♥
➣ પ્રથમ દિવસે ૯મીએ ગણિત, ૧૦મીએ ગુજરાતી, ૧૨મીએ હિન્દી, ૧૫મીએઅંગ્રેજી અને ૧૭મીએ સંસ્કૃતની પરીક્ષા લેવાશે.
No comments:
Post a Comment