30 June 2014

રાજકોટઃ શિક્ષકોનો ભરતી મેળો, 130ને ઓર્ડર અપાયા...

રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલમાં શિક્ષકોનો ભરતી મેળો યોજાયો  રાજકોટ જિલ્લામાં પ્રાથમિક સરકારી શાળાઅોમાં શિક્ષકોનો પૂરતો સ્ટાફ ન હોય તે માટે રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલમાં ધો.1થી પના સરકારી શાળામાં નવી નિમણૂક માટે શિક્ષકોના ભરતી મેળાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. જેમાં 300 શિક્ષકોમાંથી 130 શિક્ષકોને અોર્ડર આપવામાં આવ્યા હતા. ભરતી પામેલા શિક્ષકોનો માળિયામિયાણા, વાંકાનેર, જસદણ વગેરે સલહિતના તાલુકાના અંતરિયાળ ગામડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અોર્ડર પ્રાપ્ત તમામ શિક્ષકોને 10 વર્ષ સુધી નિમણૂક થયેલ સ્થળે જ નોકરી કરવાની રહેશે તેવા બોન્ડ લખાવામાં આવશે. આથી નિમણૂક પ્રાપ્ત શિક્ષકોની 10 વર્ષ સુધી બદલી થશે નહીં.

29 June 2014

સોમવારે ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ૮૫ જગ્યાઓની ભરતી માટે કરાશે...


  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ નિયામક વિભાગ તરફથી ધો.૧થી ધો.૫માં કુલ ૭૪ શિક્ષકોની ભરતી થવાની છે. જેમાં ૭૦ જગ્યા સામાન્ય અને ૪ જગ્યા અનુ.જાતિની છે. આ જગ્યાઓ પર ભરતી થનારા શિ ાકો આગામી ૧૦ વર્ષ સુધી અન્યત્ર બદલી લઇ શકશે નહીં. આ જગ્યાઓ વિધાસહાયકના પગારની પેટર્નથી જ ભરવામાં આવશે. મહુવા ઉપરાંત ભાવનગર જિલ્લામાં જે જે પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ગણિતના શિ ાકની જગ્યાઓ વણપુરાયેલી છે ત્યાં ભરતી માટે સોમવારે સીદસર ખાતેના તાલીમ ભવન ખાતે કેમ્પ યોજાશે. આ ભરતી ઉરચ પ્રાથમિક શાળાઓ એટલે કે ધો.૬થી ધો.૮ માટે થવાની છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.ડી.વરૂએ માહિતી આપતા જણાવ્યું હતુ. ૧૧ જગ્યા ગણિતની ભરવામાં આવશે...

ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ મહુવામાં એક સાથે ૭૪ પ્રાથમિક શિક્ષકોની ભરતી થશે. આ ઉપરાંત જિલ્લામાં જયાં લાંબા સમયથી ગણિત વિષયની ૧૧ જગ્યાઓ ખાલી છે ત્યાં પણ જગ્યા ભરવા માટે તા.૩૦ જૂનને સોમવારે કાર્યવાહી કરવામાં આવશે.

28 June 2014

ભાવનગરમાં ટેટના વિધાર્થીઓએ માર્કશીટ તા. ૩૦/૬/૨૦૧૪ થી તા. ૨/૭/૨૦૧૪ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન મેળવી લેવી...


➢ ગત તા. ૨૫/૫ના રોજ લેવાયેલી ટેટની પરી પરીક્ષાના  પરીણામની માર્કશીટ તા. ૩૦/૬ થી તા. ૨/૭ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન નંદકુંવરબા કન્યા વિધાલય ખાતેથી બોર્ડના પ્રતિનિધિ રાજુ ભટ્ટ પાસે ઉમેદવારોએ હોલ ટીકીટ સાથે લાવી મેળવી લેવી...

➢ જેમાં તા. ૩૦/૭/૨૦૧૪એ ગુજરાતી, સંસ્કત, ભૂગોળ, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર,

➢ તા. ૧/૭/૨૦૧૪ ના રોજ સમાજશાસ્ત્ર, હિન્દી, અર્થશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન તથા ભૌતિકશાસ્ત્ર તેમજ

➢ તા. તા.૨/૭/૨૦૧૪ ના રોજ અંગેજી, નામાના મૂળતત્વો અને વાણિજય વ્યવસ્થા અને સંચાલન, મનોવિજ્ઞાન, શારિરિક શિ ાણ તથા ઈતિહાસના ઉમેદવારોએ માર્કશીટ લેવાની રહેશે.

27 June 2014

વિજ્ઞાનને લગતા સાધનો...

1-ફોટોમીટર : પ્રકાશ માપક સાધન

2-બેકમેન થર્મોમીટર :
તાપવિકાર માપક સાધન

3-બેરોમીટર : વાયુભાર માપક
સાધન

4-માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન

5-મેખમીટર :પરાધ્વનિ વેગ માપક સાધન

6-રિફેકટોમીટર :વક્રીકારકતા માપક સાધન

7-લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન

8-કિલનોમીટર : ઢાળ માપક સાધન કાયોમીટર :
અતિ નિમ્ન તાપ માપક સાધન

9-ગેલ્વેનોમીટર : વીજમાપક
સાધન

10-ગોનિયોમીટર : કોણ માપક સાધન

11-ગોસમીટર :
ચુંબકત્વ માપક સાધન

12-ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન

13-ડેન્સીમીટર : ઘનતા માપક સાધન

14-ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન

15-એટમોમીટર : બાષ્પદર માપક સાધન

16-એકિટનોમીટર :
કિરણતીવ્રતા માપક સાધન

17-એનિમોમીટર : વાયુવેદ
દિશા માપક સાધન

18-ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક
સાધન

19-કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન

20-ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન

21-એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન

22-ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું
પુસ્તકવાંચી શકે તેવું સાધન

23-માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને
મોટો બનાવતું સાધન

24-હાઈગ્રોફોન : પાણીની અંદર
અવાજનો વેગ માપતું સાધન

25-ગ્રામોફોન : રેકર્ડ પરથી

26-એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન

27-ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું
સાધન

28-થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન

29-માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું
સાધન

30-વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે
વપરાતું સાધન

31-સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ

20 June 2014

જિલ્લા ફેર બદલી ધોરણ-૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ વિષયવારની શ્રેયાંનતા યાદી...








મુખ્ય શિક્ષકની શાળામાં કરવાની વહીવટી કામગીરી

➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C. રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ

➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, શાળા સ્વચ્છતા રોજમેળ તેમજ વાઉચર ફાઈલ તૈયાર કરવી

➢ ટી.એમ.૧ અને ટી.એમ.૨ લેખન અને નિભાવ૪ સમગ્ર પરિક્ષા આયોજન અને પરિક્ષાઅને પરિણામની તમામ બાબતો તેમજ તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ

➢ શિક્ષક હાજરી પત્રક માસ મુજબ તૈયાર કરવુ અને સી.એલ. તેમજ અન્ય રજા બાબતનો હિસાબ અને રજા રિપોર્ટ ફાઈલ તૈયાર કરવી

➢ માસિક પત્રક અને તે બાબતના તમામ એકંદરી પત્રકો

➢ શાળાકીય તમામ પત્રકોનું કોમ્પ્યુટરાઇજઝે­શન

➢ પાઠ્ય પુસ્તક/­­સ્વાધ્યાયપોથી અને અન્ય સ્ટેશનરી વિતરણ અને તે અંગેનો હિસાબ અને તે બાબતનું દસ્તાવેજીકરણ

➢ ચાલુ અને શાળા બહારના એલ.સી.ના જી.આર. નંબર શોધવા,એલ.સી.લખવા તેમજ તે અંગેનુ તમામ રેકર્ડ નિભાવણી અનેે તેને નિયમિત અદ્યતન રાખવું

➢ શાળામાં તમામ નવિન પ્રવેશ અને બીજી શાળામાંથી આવેલ વિદ્યાર્થી પ્રવેશ બાબત તેમજ જી.આર.માં નામ ચડાવવા બાબત

➢ ઓડિટ રજીસ્ટરની નિભાવણી અને તેને નિયમિત અદ્યતન રાખવું

➢ શાળા લાયબ્રેરીની તમામ બાબતો અદ્યતન રાખવી અને તેનો બાલ ભોગ્ય અને શિક્ષક ભોગ્ય ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા અને તેના તમામ રેકર્ડ અને દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા

➢ ઇન્કમટેક્ષની તમામ બાબતો અને તેઅંગેના તમામ દસ્તાવેજોની નિભાવણી

➢ દૈનિક આંકડા પત્રક અને તે બાબતની સંપુર્ણ કામગીરી અને તેને લગતા દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા

➢ હાઈસ્કુલમાંથી આવતા તમામ સર્ટીની ખરાઈ કરવાની સંપુર્ણ કામગીરી

➢ અ.જા.,અ.જ.જા., અસ્વચ્છ અને ેવિકલાંગ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી

➢ બક્ષીપંચ શિષ્યવૃત્તિ ની દરખાસ્ત­ તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી

➢ વિચરતી વિમુક્ત જાતિ, આર્થિક પછાત અને સા.શૈ.પછાત તેમજ અ.જા.પૈકી અતિ પછાત શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી

➢ લઘુમતિ  શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી

➢ સી.આર.સી. મીંટીગ અને અન્ય તમામ મીંટીગની બેઠક વ્યવસ્થા બાબતની કામગીરી

➢ બાયસેગ સેટીંગ અને પ્રસારણ ચાલુ કરવુ તેમજ ટેકનિકલ અને અન્ય પ્રોદ્યોગિકિ  બાબતો તેમજ ઇલેક્ટ્રિક્લ બાબતની સમસ્યાઓનુ નિવારણ કામગીરી

➢ પ્રયોગશાળા જાળવણી અને તે અંગેના તમામ સાધનોની જાળવણી અને તેબાબતનું તમામ રેકર્ડ નિભાવણી

➢ મધ્યાહન ભોજન યોજના વર્ધીબુકમાં નિયમિત આંકડા પુરાવવા અને માલસામાન ચકાસવો તેમજ પુરવઠો કાઢી આપવો

➢ ધોરણઃ-૮(આઠ) પાસના શાળા છોડ્યાના પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી

➢ વિદ્યાર્થીઓના શિષ્યવૃતિ/­ગણવેશ સહાયની ચુકવણી બાબતે બેંક એકાઉન્ટ ખોલાવવાની કામગીરી

➢ ચુંટણી અંગેની શિક્ષકોની અને અન્ય માહિતીનું એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ તેમજ ચુંટણી બુથ તૈયાર કરવાની કામગીરી

➢ તમામ શાળાકીય કાર્યક્રમો માટે માઈક અને સ્ટેજ વ્યવસ્થા બાબતની કામગીરી

DAMPATI CASE MA BADLI KARVA MATE PRAMANPATRA APVA BABAT NO PARIPATRA...

15 June 2014

08 June 2014

ગરમીના કારણે ખાનગી શાળાઓએ વેકેશન એક સપ્તાહ લંબાવી દીધું...જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં નથી આવ્યું. તેના બદલે બપોરે શાળા વહેલી છોડી દેવાનો નિર્ણય લેવાયો છે...


➣ છેલ્લા પખવાડિયાથી સમગ્ર ગુજરાત અગનગોળો બની ગયું છે. લગભગ દરરોજ ૪૪થી ૪પ ડિગ્રી તાપમાન રહે છે. આભમાંથી આગ વરસી રહી છે. આવી સ્થિતિમાં અમદાવાદની અનેક ખાનગી શાળાઓએ વેકેશન એક અઠવાડિયું લંબાવી દીધું છે. તા.૯ના રોજ જે શાળાઓ ખુલનાર હતી તે હવે તા.૧૬મીએ ખુલશે. જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં નથી આવ્યું. તેના બદલે બપોરે શાળા વહેલી છોડી દેવાનો નિર્ણય લેવાયો છે.
સમગ્ર ગુજરાત અત્યારે હિટ વેવની ઝપટમાં છે. અસહ્ય ગરમી અને આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોરે રોડ-રસ્તા પર કર્ફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં પ્રાથમિક શાળા અને ધોરણ ૯ સુધીની શાળાઓ તા.૯થી ખુલવાની હતી. પરંતુ આકરા તડકાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ બપોરે આવવા-જવામાં તકલીફ પડી શકે છે.
કુમળા ફૂલ જેવા બાળકો અસહ્ય ગરમીના કારણે બિમાર ન પડે તે માટે અમદાવાદની અનેક ખાનગી શાળાઓએ વેકેશન એક સપ્તાહ લંબાવી દીધું છે. જે શાળાઓ તા.૯મીએ ખુલવાની હતી તે હવે આગામી તા.૧૬મીએ ખુલશે. જો કે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવ્યું નથી.

➣ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ વેકેશન લંબાવવાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવ્યું નથી.

➣ આ અંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં આમ પણ ૩૦ જૂન સુધી સવારની જ શાળા હોય છે. આથી તેમાં બહુ ફરક પડતો નથી. આમ છતાં શાળા બપોરે છુટે ત્યારે ૧ર વાવ્યાના બદલે ૧૦ઃ૩૦ કે ૧૧ વાગ્યે શાળા છોડી દેવાશે. જેથી તડકો થાય તે પહેલા બાળકો સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય.આ ઉપરાંત તા.૧રથી ૧૪ સુધી શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે. ગુજરાત સરકારનો આ મહત્વનો પ્રોજેક્ટ છે. જો સરકારી શાળામાં વેકેશન લંબાવી દેવામાં આવે તો શાળા પ્રવેશોત્સવની જે તૈયારીઓ અનઇે આયોજન થઈ ચૂક્યું છે તેના પર પાણી ફરી જાય. કારણ કે આખું આયોજન બીજા અઠવાડિયામાં લઈ જવું શક્ય ન બને અને આખો શાળા પ્રવેશોત્સવ પડતો મુકવો પોસાય નહીં. આથી સરકારે સરકારી શાળાઓમાં વેકેશન ન લંબાવવાનું નક્કી કર્યું છે.

♥ પ્રવેશોત્સવ કરતાં બાળકોની જિંદગી મૂલ્યવાન છે તે સરકાર સમજશે? ♥

➣ ગુજરાત સરકાર પોતાની વાહવાહી માટે શાળા પ્રવેશોત્સવ યોજે છે. આ વર્ષે પણ તા.૧રથી તા.૧૪ સુધી પ્રવેશોત્સવ યોજાવાનો છે. પરંતુ હાલમાં એટલા અસહ્ય તડકાં પડી રહી છે કે બાળકો શાળાએ જાય તો ગરમી અને તાપના કારણે લૂ લાગી જવા, કે ડિહાઈડ્રેશન થઈ જવાનો ગંભીર ખતરો છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં વેકેશન લંબાવવું જોઈએ. પરંતુ સરકારે વેકેશન નથી લંબાવ્યું. કારણ કે પ્રવેશોત્સવનું આયોજન પડી ભાંગી શકે છે. પોતાની વાહવાહીના કાર્યક્રમમાં પંકચર પડે તે સરકારને પાલવે તેમ નથી. આથી સરકારી શાળાઓના બાળકોના જીવના જોખમે પણ શાળાઓ શરૃ કરાવીને જલ્દી પ્રવેશોત્સવ ઉજવી દેવાનો મનસુબો બનાવ્યો છે. આ જ મંત્રીઓ અને સચિવોની ચેમ્બરનું એરકન્ડિશન જો એક અઠવાડિયું બંધ કરી દેવાય તો તેઓને સમજાય કે ૪૪ ડિગ્રીમાં કેવી રીતે રહી શકાય. પ્રવેશોત્સવ તો બીજા અઠવાડિયે પણ યોજી શકાય. કોઈના વહાલસોયાની જીંદગી કરતાં પ્રવેશોત્સવ કે પબ્લિસિટી વધારે કિંમતી નથી તે ગુજરાત સરકારના મંત્રીએ, અધિકારીઓએ અને ખુદ મુખ્યમંત્રીએ સમજવું જોઈએ.

♥ શાળાઓમાં વેકેશન લંબાવાયું નથી ઃ ગુજરાત શિક્ષણ બોર્ડ ♥

➣ અમદાવાદ સહિત ગુજરાતભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવી તમામ શાળાઓમાં વેકેશન લંબાવાયું નથી. ખાનગી, ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં સોમવારથી શૈક્ષણિક સત્ર ચાલુ થશે. ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ અઠવાડીયું વેકેશન લંબાવવાની માગણી બોર્ડ સમક્ષ કરાઇ હતી. બોર્ડની કારોબારીમાં આ અંગેની ચર્ચા થઇ હતી પણ કોઇ નિર્ણય લેવાયો નથી. એટલે કે ૯મી જૂનની શાળાઓમાં શૈક્ષણિક સત્ર ચાલુ કરવાનું રહેશે. ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, નિયત ટાઇમટેબલ મુજબ શાળાઓ ૯મી જુનના રોજ, સોમવારથી જ ચાલુ થશે. વેકેશન લંબાવાયું નથી. બોર્ડના તથા ડીઈઓનાં સૂત્રો કહે છે કે એવી શાળાઓને નોટિસ ફટકારી, ખુલાસો પૂછાયા બાદ આકરી કાર્યવાહી કરાશે.