30 June 2014

રાજકોટઃ શિક્ષકોનો ભરતી મેળો, 130ને ઓર્ડર અપાયા...

રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલમાં શિક્ષકોનો ભરતી મેળો યોજાયો  રાજકોટ જિલ્લામાં પ્રાથમિક સરકારી શાળાઅોમાં શિક્ષકોનો પૂરતો સ્ટાફ ન હોય તે માટે રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલમાં ધો.1થી પના સરકારી શાળામાં નવી નિમણૂક માટે શિક્ષકોના ભરતી મેળાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. જેમાં 300 શિક્ષકોમાંથી 130 શિક્ષકોને અોર્ડર આપવામાં આવ્યા હતા. ભરતી પામેલા શિક્ષકોનો માળિયામિયાણા, વાંકાનેર, જસદણ વગેરે સલહિતના તાલુકાના અંતરિયાળ ગામડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અોર્ડર પ્રાપ્ત તમામ શિક્ષકોને 10 વર્ષ સુધી નિમણૂક થયેલ સ્થળે જ નોકરી કરવાની રહેશે તેવા બોન્ડ લખાવામાં આવશે. આથી નિમણૂક પ્રાપ્ત શિક્ષકોની 10 વર્ષ સુધી બદલી થશે નહીં.

29 June 2014

સોમવારે ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ૮૫ જગ્યાઓની ભરતી માટે કરાશે...


  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ નિયામક વિભાગ તરફથી ધો.૧થી ધો.૫માં કુલ ૭૪ શિક્ષકોની ભરતી થવાની છે. જેમાં ૭૦ જગ્યા સામાન્ય અને ૪ જગ્યા અનુ.જાતિની છે. આ જગ્યાઓ પર ભરતી થનારા શિ ાકો આગામી ૧૦ વર્ષ સુધી અન્યત્ર બદલી લઇ શકશે નહીં. આ જગ્યાઓ વિધાસહાયકના પગારની પેટર્નથી જ ભરવામાં આવશે. મહુવા ઉપરાંત ભાવનગર જિલ્લામાં જે જે પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ગણિતના શિ ાકની જગ્યાઓ વણપુરાયેલી છે ત્યાં ભરતી માટે સોમવારે સીદસર ખાતેના તાલીમ ભવન ખાતે કેમ્પ યોજાશે. આ ભરતી ઉરચ પ્રાથમિક શાળાઓ એટલે કે ધો.૬થી ધો.૮ માટે થવાની છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.ડી.વરૂએ માહિતી આપતા જણાવ્યું હતુ. ૧૧ જગ્યા ગણિતની ભરવામાં આવશે...

ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ મહુવામાં એક સાથે ૭૪ પ્રાથમિક શિક્ષકોની ભરતી થશે. આ ઉપરાંત જિલ્લામાં જયાં લાંબા સમયથી ગણિત વિષયની ૧૧ જગ્યાઓ ખાલી છે ત્યાં પણ જગ્યા ભરવા માટે તા.૩૦ જૂનને સોમવારે કાર્યવાહી કરવામાં આવશે.

28 June 2014

ભાવનગરમાં ટેટના વિધાર્થીઓએ માર્કશીટ તા. ૩૦/૬/૨૦૧૪ થી તા. ૨/૭/૨૦૧૪ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન મેળવી લેવી...


➢ ગત તા. ૨૫/૫ના રોજ લેવાયેલી ટેટની પરી પરીક્ષાના  પરીણામની માર્કશીટ તા. ૩૦/૬ થી તા. ૨/૭ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન નંદકુંવરબા કન્યા વિધાલય ખાતેથી બોર્ડના પ્રતિનિધિ રાજુ ભટ્ટ પાસે ઉમેદવારોએ હોલ ટીકીટ સાથે લાવી મેળવી લેવી...

➢ જેમાં તા. ૩૦/૭/૨૦૧૪એ ગુજરાતી, સંસ્કત, ભૂગોળ, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર,

➢ તા. ૧/૭/૨૦૧૪ ના રોજ સમાજશાસ્ત્ર, હિન્દી, અર્થશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન તથા ભૌતિકશાસ્ત્ર તેમજ

➢ તા. તા.૨/૭/૨૦૧૪ ના રોજ અંગેજી, નામાના મૂળતત્વો અને વાણિજય વ્યવસ્થા અને સંચાલન, મનોવિજ્ઞાન, શારિરિક શિ ાણ તથા ઈતિહાસના ઉમેદવારોએ માર્કશીટ લેવાની રહેશે.

27 June 2014

વિજ્ઞાનને લગતા સાધનો...

1-ફોટોમીટર : પ્રકાશ માપક સાધન

2-બેકમેન થર્મોમીટર :
તાપવિકાર માપક સાધન

3-બેરોમીટર : વાયુભાર માપક
સાધન

4-માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન

5-મેખમીટર :પરાધ્વનિ વેગ માપક સાધન

6-રિફેકટોમીટર :વક્રીકારકતા માપક સાધન

7-લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન

8-કિલનોમીટર : ઢાળ માપક સાધન કાયોમીટર :
અતિ નિમ્ન તાપ માપક સાધન

9-ગેલ્વેનોમીટર : વીજમાપક
સાધન

10-ગોનિયોમીટર : કોણ માપક સાધન

11-ગોસમીટર :
ચુંબકત્વ માપક સાધન

12-ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન

13-ડેન્સીમીટર : ઘનતા માપક સાધન

14-ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન

15-એટમોમીટર : બાષ્પદર માપક સાધન

16-એકિટનોમીટર :
કિરણતીવ્રતા માપક સાધન

17-એનિમોમીટર : વાયુવેદ
દિશા માપક સાધન

18-ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક
સાધન

19-કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન

20-ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન

21-એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન

22-ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું
પુસ્તકવાંચી શકે તેવું સાધન

23-માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને
મોટો બનાવતું સાધન

24-હાઈગ્રોફોન : પાણીની અંદર
અવાજનો વેગ માપતું સાધન

25-ગ્રામોફોન : રેકર્ડ પરથી

26-એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન

27-ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું
સાધન

28-થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન

29-માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું
સાધન

30-વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે
વપરાતું સાધન

31-સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ