>>શૂલ્બ સૂત્ર નામનુ પુસ્તક 2800 વર્ષ પહેલા સર્જાયુ હતુ.
>>પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.
>> વિદેશી સ્કોલર્સ ભારતની અત્યંત જુની ગણિત પરંપરાઓ તરફ કેમ આર્કષાયા હતા. તેવા રસપ્રદ વિષય પર લેક્ચર આપવામાટે એમ.એસ.યુનિવર્સી ટીમાંઆવેલા જાણીતા ગણીત શાસ્ત્રી પ્રો.વી કન્નને કહ્યુ હતુ. કે શૂલ્બ સુત્ર મૂળે તો વૈદિક રીતિરિવાજોની જાણકારી આપતુપુસ્તક છે.
પરંતુ તેમાં આ વિધિ કરવા માટેના પ્લેટફોર્મની રચના માટે અપાયેલી ભૂમિતિની સંખ્યાબંધ ફોર્મ્યુલાઓ જોવામળે છે.વિશ્વના ઘણા સંશોધકોએ કહ્યુ છે કે આ પુસ્તક વિશ્વનુ સૌથી જુનુ મેથ્સ પુસ્તક કહી શકાય.ભારતમાં આજે વિદ્યાર્થીઓ ગણિતના જેટલા પણ ચેપ્ટર ભણે છે તે પૈકીના 20 થી 30 ચેપ્ટર એવા છે જે ભલે આજે વિદેશી ગણીતશાસ્ત્રીઓએ શોધેલા મનાતા હોય પરંતુ તેનો ઉલ્લેખ ભારતના પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં છે.
તમને જાણીને આશ્ચર્ય થશે. પરંતુ પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.આ જ રીતે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી બાયનરી સીસ્ટમની જાણકારી 2600 વર્ષ પહેલા રચાયેલા સંસ્કૃત પુસ્તક"છંદસુત્રમ" માં છે.
>>આજે પણ ભારતના સંસ્કૃત પુસ્તકોનુ અધ્યયન કરવામાં આવે તો અત્યાર સુધી ઢંકાઈ રહેલી ઘણી રસપ્રદ વિગતો પરની ધુળ ખંખેરાય તેમ છે.
No comments:
Post a Comment