>>મિત્રો, વૈદિક ગણિત વિશે આપને થોડો ગણો તો ખ્યાલ હશે જ.
(આજ-કાલ આ વૈદિક ગણિતના નામે કેટલાય ઇન્સ્ટીટ્યુટ ફાટી નિક્ળ્યા છે.)
વૈદિક ગણિત એ એક એવુ ગણિત છે જેની મદદથી આપ ગણિતના ભારે દાખલા અને કોયડાઓ ચપટી વગાડતા ગણી શકો.
તો ચાલો આ સાથે એક ગણિત નો જાદુ માણીએઃ
*પ્રશ્નઃ
મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા
કરી આપો. તો શું આપ કરી શકવાના છો?
*1.) 1+2+3+4+5+6+7+8 +9+10 = __________.
*2.) 1+2+3+………..+50 = __________.
*3.) 21+22+23+……..+7 4 = __________.
જવાબ છે ના.પણ હવે આપ એક મિનિટમા નહિ પણ અડધી જ મિનિટમા કરી શકો છોઃ
કેવી રીતે?
>>આપણે સૌ પ્રથમ “2.)” નો જવાબ મેળવીએ.અહી આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.અહી છેલ્લી સંખ્યા 50 છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે
ગુણવી.એટલે કે 50*50=2500. હવે આવેલા જવાબમાં તે જ સંખ્યા ઉમેરવી એટલે કે
2500+50=2550. હવે આવેલા જવાબને 2 વડે ભાગતા જે જવાબઆવે તે આપણા પ્રશ્નનો
જવાબ.એટલે કે 2550/2=1275.
આથી 1+2+3+………..+50 = 1275.
છે ને સાવ ઇઝી?
તે જ રીતે “1.)” માં…
10*10=100;
100+10=110;
110/2=55.
આથી 1+2+3+4+5+6+7+8 +9+10 = 55.
હવે “3.)” માં 21 થી 74 નો સરવાળો કરવાનો છે.એના માટે પ્રથમ 1 થી 74 નો
સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે-2775.
ત્યારબાદ 1 થી 20 નો ઉપરની રીતે સવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)
એટલે જવાબ આવશે-210.
હવે આપણે 21 થી 74નો સરવાળો કરવાનો છે.તેથી 1 થી 74
માંથી આવેલા જવાબમાંથી 1 થી20 નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે
2775-210=2565.
આથી 21+22+23+……..+7 4 = 2565.
છે ને કમાલની વાત?
No comments:
Post a Comment