10 August 2013

V.S. BHARTI NEWS : ઉમેદવારોએ શાળા પસંદ કરી પરંતુ નિમણૂંક ઓર્ડર ૨૩મીએઅપાશે.



-શિક્ષણમાં પણ રાજકીય રોટલા શેકાશેપ્રાથમિક શાળામાં શિક્ષકોની તાજેતરમાં કરાયેલી નવી ભરતીમાં ઉમેદવારોને સ્થળ પસંદગીની તક આપી દેવાઇ છે. જોકે નિમણૂંક ઓર્ડર આગામી ૨૩મીએ મુખ્યમંત્રીના પ્રવચન સાથે આપવામાં આવનાર હોવાથી આ ઉમેદવારો હજુ આગામી ૧પ દિવસ સુધી 'શિક્ષક’ બની નહીં શકે.પ્રાથમિક વિભાગ દ્વારા જિલ્લા સહિ‌ત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો.૬થી૮ના ઉચ્ચ વિભાગ માટે નવી ભરતી કરી છે. જેમાં જિલ્લાની શાળા માટે ફાળવાયેલા ગણિત વિજ્ઞાનના પ૭ અને સામાજિક વિજ્ઞાનના ૧૧પ ઉમેદવારો માટે શાળા સ્થળ પસંદગી કેમ્પ પણ બુધ-ગુરૂવારે સંપન્ન થયો છે. આમ છતાં આ ઉમેદવારો હજુ ૧પ દિવસ સુધી શિક્ષક બની નહીં શકે અને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પણ નહીં કરાવી શકે એવી સ્થિતિ સર્જાઇ છે. પસંદગી પામેલા આ ઉમેદવારોને આગામી ૨૩મી તારીખે શહેરના કમળા બા હોલ ખાતેના કાર્યક્રમમાં નિમણૂંકપત્રો આપવામાં આવનાર છે. આમ તો શાળા સ્થળ પસંદગી વખતે જ ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવામાં આવે છે અનેસાત દિવસની અંદર ઉમેદવારે શાળામાં હાજર થવાનું હોય છે. પરંતુ રાજકીય રોટલા શેકવાની હોડમાં ઉમેદવારોને પખવાડીયા સુધી ઘરે બેસાડી રખાતાં કચવાટનીલાગણી પ્રસરી રહી છે.પહેલા પ્રવચન પછી ઓર્ડરઆ સ્થિતિ એકલા મહેસાણા જિલ્લાનીનથી પરંતુ સમગ્ર રાજ્યમાં છે. સમગ્ર રાજ્યમાં કેમ્પની કામગીરી પૂર્ણ થયા બાદ નવી ભરતીથી પ્રાથમિક શાળામાં જોડાનાર ઉમેદવારોને આગામી ૨૩મી ઓગસ્ટના રોજ બાયસેગ દ્વારા પ્રસારિત મુખ્યમંત્રીના પ્રવચનબાદ નિમણૂંકપત્ર આપવામાં આવશે એવું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

No comments: