➣ ધો. ૧થી પ માટે બે હજાર વિદ્યા સહાયકોની નિમણૂક કરાશેરાજ્યમાં વિદ્યા સહાયક ભરતીમાંલાંબા સમયથી પીટીસી પાસ ઉમેદવારોને તક આપવાની રજૂઆતોનેપગલે રાજ્ય સરકારે ચાલુ વર્ષે પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી પ માટે પીટીસીની શૈક્ષણિક લાયકાતધરાવતા ટેટ પાસ થયેલા બે હજાર વિદ્યા સહાયકોને નિમણૂક આપવાનોનિર્ણય કર્યો છે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં છેલ્લાં ત્રણ વર્ષથી વિદ્યા સહાયકની નિમણૂક કરવામાં આવે છે. પીટીસી પાસ ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકેની નિમણૂકો વધુ ખાલી જગ્યાવાળા તાલુકાઓમાં કરવામાં આવશે અને ટૂંક સમયમાં નિમણૂકની કાર્યવાહી શરૂ કરાશે. બીજી તરફ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા મંગળવારે ગાંધીનગર ખાતેપ્રાથમિક વિભાગમાં ગણિત-વિજ્ઞાનની ૬ હજાર જગ્યા માટે વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.એક વર્ષમાં ૮,૮૦૦ વિદ્યા સહાયકની નિમણૂક ગત એક વર્ષમાં ૮,૮૦૦ વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. મંગળવારે ધોરણ ૬થી ૮માં ભરતી થયેલી કુલ ૬ હજાર જગ્યામાંથી જિલ્લા શિક્ષણ સમિતિની ગુજરાતી માધ્યમની પ૭૬૬, નગર પ્રાથમિક સમિતિની ગુજરાતી માધ્યમની ૯પ અને અન્ય ૧૩૯ જગ્યા પર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
25 December 2013
ધો. ૧થી પ માટે બે હજાર વિદ્યા સહાયકોની નિમણૂક કરાશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment