➣ રાજ્યના નાણાં વિભાગે ફિક્સપગારદારોની માહિતી મંગાવી
➣ રાજ્યમાં ફિક્સ પગારદાર તરીકેજોડાયેલા અનેસરકારી ફરજ બજાવતા ફિક્સ પગારદારોને વધુ એકઆશાનું કિરણ દેખાયું છે જો કે છેલ્લા કેટલાયસમયથી આવા અનેક પ્રયાસો છતાં પણ ફિક્સ પગારદારોનેકોઈ રાહત મળી નથી ત્યારે રાજ્યના નાણાં વિભાગેરાજ્યના દરેક જિલ્લામાં અને દરેક ખાતામાં ફરજબજાવતા ફિક્સ પગારદારોની વિગતમંગાવતાં પોતાની અપેક્ષાઓ અનેઆકાક્ષાંઓને ફિક્સ કરીનેબેઠેલા ફિક્સ પગારદારોમાં હલચલ દેખાય તે સ્વાભાવીક છે.૧૯૯૮માં શરૂઆત અને ર૦૦૬માં તમામખાતાઓમાં સહાયકોની ભરતી કરાઈમોંઘવારીમાં પીસાતા સહાયકોને હવે સુપ્રીમની 'સહાય'ની આશગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના સરકારને 'સમાન કામસમાન વેતન' ના આધારે પુરો પગાર આપવાનો હુકમકર્યો હતો જો કે આ હુકમને રાજ્ય સરકારે નામદારસુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો અને આ કેસ નંબર૧૪૧ર૪-રપ/ર૦૧ર અને સુપ્રિમ કોર્ટદ્વારા તારીખ ૧૦/પ/૧ર ના સ્ટે સંદર્ભેરાજ્યના નાણાં વિભાગે તમામ ખાતાઓને તેમના ખાતાઓમાં ફિક્સપગાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની માહિતી એકત્રકરી મોકલી આપવા આ પરિપત્ર કરાયો છે. સૌ પ્રથમ૧૯૯૮માં બાલગુરૂના નામે અને ત્યારબાદર૦૦૬થી બીજા તમામ ખાતાઓમાં ફિક્સપગારમાં ભરતી કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદતો સરકારને મજા પડી ગઈ હોય તેમ વર્ગ ૩ અને વર્ગ૪ની તમામ ભરતીઓ ફિક્સ પગારમાં જકરવામાં આવતી હતી અને જેને કારણેઆવી નોકરી કરતાં તમામની દશા દયનીય બની છે,અનેસાચી વાત તો એ છે કે આવા કોઈ પણ ફિક્સ પગારદારતરીકે ફરજ બજાવતા કોઈ પણકર્મચારી ઓછામાં ઓછા પ વર્ષ સુધી તો કોઈ પણપ્રકારનું આયોજન કરી શકતા નથી તો બીજી બાજુ લોનના લીધી હોય કે પછી ઉછીના પૈસાથી ઘરનો વહીવટના ચાલતો હોય તેવું તો કોઈ ભાગ્ય જ મળે.તો વળી ફિક્સપગારના કર્મચારીઓની વ્યથાની કથા લખવા જઈએ તો એકપુસ્તક લખાય અને આ પુસ્તકનું નામ 'શોષણ' જ હોય બીજુશું ?આજે મોંઘવારી દિવસે દિવસેવધતી જ જાય છે કોઈપણ સવારે કોઈ પણ છાપું વાંચી જોજો તમને તેમાં કોઈનેકોઈ ચીજવસ્તુમાં ભાવ વધેલો જોવા મળશે અને આમોંઘવારી તો ડગલેને પગલે નહીં પણ કુદકે ને ભૂશકેવધતી જાય છે અને આવી મોંઘવારીમાં પરીવારનું પુરુકેવી રીતે કરવું તે સહાયકો માટે ચિંતાનો વિષય છે. ત્યારેઆજે ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓની હાલતકફોડી જ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ?જો કેઆટલા ફિક્સ પગારમાં આ પરીવારોનો ખર્ચ કેવી રીતેચાલતો હશે તે અત્રે લખવાની જરૂર નથી પણ ફક્ત તેનેસમજવાની જરૂર છે.સુપ્રીમમાં 'તારીખ પર તારીખ'નો સીલસીલો યથાવત!જ્યારે જ્યારે પણ મુદતની તારીખ આવે ત્યારે સહાયકકર્મીઓ ઉંચાનીચા થાય અને આજે તો ચુકાદો આવશે જતેવી આશા પણ રાખતા હતા ત્યારે સુપ્રિમે ફિક્સ પગાર આકેસમાં તારીખ પે તારીખ નો સીલસીલો યથાવત રાખ્યો છેઅને આ ચુકાદાની રાહ જોઈ રહેલા આણંદજિલ્લા સહિતના રાજ્યના હજારો સહાયક કર્મચારીઓનિરાશાના દરિયામાં ડૂબ્યો છે ત્યારે આવનારર૧મી જાન્યુઆરીની પડેલી મુદતમાં શું થાય છે અને આકેસનો અંત ક્યારે આવશે તેના પરસૌની મીટમંડાયેલી રહેશે.
No comments:
Post a Comment