22 March 2014

NET KNOWLEDGE ➣ નામ વગરનું ફોલ્ડર બનાવો સાથે ડેટા અદૃશ્ય કરો...




➣ કમ્પ્યૂટરમાં કેટલીક એવી ટ્રિક હોય છે,જેના વિશે આપણને માહિતી હોતી નથી. અહીં આપને જે ટ્રિક બતાવવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારનાં સોફ્ટવેર વગર તમારો ડેટા ગાયબ કરવાની ટ્રિક છે. ગાયબ કરેલા ડેટાને એકમાત્ર તમે જ જોઈ શકશો. તમારા અન્ય કોઈ સાથીમિત્રો કે અન્ય વ્યક્તિ તમારો ડેટા જોઈ શકશે નહીં.

➣ સૌથી પહેલાં તમારે નામ વગરનું ફોલ્ડર બનાવવાનું રહેશે, જેમાં તમારે ડેટા કોપી કરી તેમાં રાખવાનો રહેશે.

➣ નામ વગરનું ફોલ્ડર બનાવવા તમારે એક ટ્રિક અપનાવવાની રહેશે. પહેલાં આપ રાઇટ ક્લિક કરી નવું ફોલ્ડર બનાવો.

➣ હવે F2 કી દબાવીને રિનેમ કરો.
કી-બોર્ડની Alt કી દબાવી ૨૫૫ નંબર દબાવો ત્યારબાદ Alt કી છોડી દો અને એન્ટરની કી દબાવી દો. આમ કરતાંની સાથે જ આપનું નામ વગરનું ફોલ્ડર બની જશે.

➣ નામ વિનાનું ફોલ્ડર બનાવ્યા બાદ ફોલ્ડર પર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જાઓ. હવે Customize પર ક્લિક કરીને Changelcon પર ક્લિક કરો. અહીંયાં એક આઇકન હશે જે હિડન હશે, તે આઇકન પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી, Apply પર ક્લિક કરો.

➣ આમ કરતાંની સાથે જ આપનું ફોલ્ડર ગાયબ થઈ જશે,પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે કઈ જગ્યાએ ફોલ્ડર બનાવ્યું છે અને જે જગ્યા પર આપે ફોલ્ડર બનાવ્યું છે તેના પર ડબલ ક્લિક કરો તેમજ ફોલ્ડર ખોલી તેની અંદર તમારો કોઈ પણ ડેટા કોપી કરી શકો છો. આ ડેટાની જાણકારી માત્ર તમને જ હશે. આ પ્રમાણે તમે તમારો ડેટા તમારા મિત્રો તેમજ અન્ય વ્યક્તિઓથી સાચવી શકો છો.

( COURTESY BY SANDESH NEWS)