પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક બનવા ૪,૧૭૨ અરજીઓ આવી.
રાજ્યભરની ધોરણ-૧થી ૮ વાળી પ્રાથમિક શાળાઓમાં ૨૫૧૩ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવનાર છે. જે અંતર્ગત રાજ્યભરના ૪૧૭૨ ઉમેદવારોએ મુખ્ય શિક્ષક બનવા ઓનલાઈન ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોની અરજીઓની ચકાસણી બાદ કામચલાઉ મેરિટ યાદી મૂકી ઉમેદવારોમાં વાંધો છે કે નહી તે જાણવામાં આવશે. ત્યારબાદ ફાયનલ મેરિટ યાદી વિદ્યાસહાયકની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.અરજીઓની ચકાસણી બાદ કામચલાઉ મેરિટ મુકાશે.ઉમેદવારોના વાંધાઓ પછી ફાઈનલ મેરિટ યાદી મુકાશે.રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગદ્વારા રાજ્યભરમાં આવેલી ધોરણ-૧થી ૮ના વર્ગખંડ ધરાવતી અને ૨૫૦થી વધુ વિદ્યાર્થી ધરાવતી પ્રાથમિક શાળાઓમાં ૫૦૨૬મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવનાર છે. જેમાં ૨૫૧૩ મુખ્ય શિક્ષકની સીધી ભરતીથી અને ૨૫૧૩ની બઢતીથી ભરતી કરવામાં આવનાર છે. સીધી ભરતી અંતર્ગત પ્રાથમિક શાળામાં પાંચ વર્ષ સુધી પુરા પગારે નોકરી કરેલી હોય અને એચ-ટેટ પરીક્ષા પાસ તેમજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ૨૫૧૩ મુખ્યશિક્ષકની ભરતી માટે રાજ્યભરમાંથી ૪૧૭૨ ઉમેદવારોએ અરજી કરી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય શિક્ષકની ૨૫૧૩ જગ્યા માટે રાજ્યભરમાંથી ૧૬૬ ટકા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.મુખ્ય શિક્ષકની ભરતી માટે આવેલી અરજીઓની ચકાસણી કરી તેના ઉપરથી કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરી પ્રાથમિક શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. કામચલાઉ મેરિટના આધારે ઉમેદવારોએ ફોર્મ ભરવામાં નામ,સરનામાં કે ટકાવારીમાં કોઈ ભૂલ કરી હશે તો તે અંગેના વાંધાઓ સ્વીકારવામાં આવશે.ઉમેદવારોએ કરેલા વાંધાઓ અંગે યોગ્ય તપાસ કરી તેમાં જરૂરી સુધારો કરીને ફાયનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ફાયલ મેરિટયાદી વેબસાઈટ ઉપર મૂક્યા બાદ ભરતીની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તેમ પ્રાથમિક શિક્ષણ વિભાગના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે.
No comments:
Post a Comment