"ગુજરાતની તિજોરી ખાલી છે તો પગાર વધારો ક્યાંથી થાય ?" ➣ નાણાંમંત્રી
નાણાંમંત્રી ફ્કિસ પગારદારોને પગાર વધારાની માંગની સામે મળેલો જવાબ :
તો પછી મુખ્યમંત્રી કયા મોઢે ગુજરાતની તિજોરી પર કોઇનો પંજો ન પડવા દેવાની બુમો પાડે છે ?
કર્મચારીઓ ગુજરાતનાં જુદા જુદા સરકારી વિભાગમાં ફિક્સ વેતનથી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા મોંઘવારીનાં સમયમાં પુરતુ વેતન આપવા માંગ કરવામાં આવી છે. જે અંગે કર્મચારીઓ દ્વારા ગત તા ૧૦મી જાન્યુઆરીનાં રોજ નાણાંમંત્રી નિતીન પટેલને આવેદન પત્ર પાઠવતા તેમણે કર્મચારીઓને ઉડાઉ જવાબ આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતની તિજોરી ખાલી છે. તો તમને પગાર વધારે કયાંથી કરી આપીએ ? રાજયમાં સરકારી વિભાગોમાં ફિક્સ પગારદાર તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ પુર્ણ પગાર આપવાની માંગ સાથે રવિવારે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. ફિક્સ પગારદારોએ સરકાર સામે આક્ષેપ કર્યો છે કે સરકારમાં પોલીસ વિભાગ, વન વિભાગ, શિક્ષણ વિભાગ તથા અન્ય સરકારી વિભાગોમાં કર્મચારીઓનો પુર્ણ પગાર ન આપી કાયદેસરનું શોષણ કરવામાં આવે છે. જેના પગલે પુરતો પગાર આપવા સરકારને અનેક વખત રજુઆત કરી છે. પરંતુ કોઇ યોગ્ય નિર્ણય આવતો નથી.
No comments:
Post a Comment