27 January 2014

કલોલની સરકારી પ્રા.શાળામાં રાજ્યની પ્રથમ ઈ-બૂક લાઈબ્રેરી...

કલોલની સરકારી પ્રા.શાળામાં રાજ્યની પ્રથમ ઈ-બૂક લાઈબ્રેરી...

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઇ-બૂક લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. સરકારી પ્રા.શાળામા શરૂ કરાયેલી ઇ-બૂક લાયબ્રેરી રાજ્યમાં પ્રથમ છે. કલોલની ઇફ્કો કંપની દ્વારા દાનમાં આપવામાં આવેલા ૩ કોમ્પ્યુટરથી આ પ્રયોગ શરૂ કરાયો છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણ ખાતા સંચાલિત કલોલ પ્રા. શાળા નંબર-૯માં ઇ-લાયબ્રેરી શરૂ કરનાર આચાર્ય પ્રિતીબેન ગાંધીએ એક મુલાકતમાં જણાવ્યું કે ડીપીઓ બહાદૂરસિંહ સોલંકીએ બાળકોમાં વાંચનની ઋચિ વધારવાના પ્રયોગ કરવાની સૂચના સાથે માર્ગદર્શન આપ્યુ હતું. તેના આધારે બાળકોમાં વાંચન પ્રત્યે ઉત્સાહ વધે તેવા આશયથી ઇ-બૂક લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. ઇ-બૂક લાયબ્રેરીના કયા કયા ફાયદા : મોંઘા અને અપ્રાપ્ય પુસ્તકો ખરીદી ન શકનારા વિદ્યાર્થીઓને સરળતાથી વાંચન સામગ્રી મળી શકે છે. પુસ્તક ફાટવાનો કે પલળી જવાનો ભય રહેતો નથી. પુસ્તક ખરીદવા માટે પૈસાનો ખર્ચ કરવો પડતો નથી. ઇ-બૂક લાયબ્રેરીમાં કેવા કેવા પુસ્તકો: પ્રથમ તબક્કે ઇ-બૂક લાયબ્રેરરીમાં પ૧ બૂક ઇન્સટોલ કરવામાં આવી છે. તેમાં બાળ ચિત્રો સાથેની વાર્તાઓ, પ્રવાસ કથા, ક્વીઝ, વિજ્ઞાનના અનેક પ્રયોગ, સૌર્ય ઉર્જા‍ના પ્રયોગ અને ઉપયોગ, ધોરણ ૬થી ૮ના અભ્યાસક્રમની ટેક્સ બૂકસ, રાજ્યની ભૌગોલિક જાણકારી તેમજ સામાન્ય જનરલ નોલેજનો સમાવેશ કરાયો છે. અન્ય શાળાઓમાં ઇ-બૂક લાયબ્રેરી શરૂ કરાશે:ડીપીઓ સોલંકી જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી બહાદૂરસિંહ સોલંકીએ જણાવ્યું કે ટેકનોલોજીના યુગમાં ક્મ્યુટરની મદદથી પ્રા.શાળાના બાળકો વિશ્વના કોઇ પણ દેશની છેલ્લામાં છેલ્લી શોધ અને માહિ‌તીથી વાકેફ થાય તેવા આશયથી અને અભ્યાસના પુસ્તકો સાથે સંદર્ભ વાંચન સામગ્રી મળી રહે તે માટે આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. તેને જિલ્લાની અન્ય શાળાઓમાં દાતાઓના સહયોગથી શરૂ કરાશે. મહિ‌લા આચાર્ય દ્વારા આ પાંચમો પ્રયોગ : બાળકોમાં વાંચનની ઋચી વધે તે માટે સતત પ્રયત્નશિલ શિક્ષિકા ગાંધી પ્રિતી રૂપચંદે જણાવ્યું કે સૌ પ્રથમ ધો-૩થી પ માટે વાંચન પરબ તે પછી ધો-૬થી ૮ માટે સમયદાન વાંચન પ્રોજેક્ટ, ખુશી રિડીંગ ગાર્ડન, ગ્રંથ મંદિર અને છેલ્લે ઇ-બૂક લાઇબ્રેરીનો નવતર પ્રયોગ કરાયો છે. આ પેટી પુસ્તક લાયબ્રેરીને મુખ્યમંત્રી મોદીએ ગ્રંથ મંદિરનું નામ આપ્યું હતું. ઇ-બૂક લાયબ્રેરી અંગે આઇઆઇએમ-એ કહ્યું હતું કે રાજ્યની દરેક પ્રા.શાળામાં આ સુવિધા હોવી જોઇએ.

No comments: