ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ નિયામક વિભાગ તરફથી ધો.૧થી ધો.૫માં કુલ ૭૪ શિક્ષકોની ભરતી થવાની છે. જેમાં ૭૦ જગ્યા સામાન્ય અને ૪ જગ્યા અનુ.જાતિની છે. આ જગ્યાઓ પર ભરતી થનારા શિ ાકો આગામી ૧૦ વર્ષ સુધી અન્યત્ર બદલી લઇ શકશે નહીં. આ જગ્યાઓ વિધાસહાયકના પગારની પેટર્નથી જ ભરવામાં આવશે. મહુવા ઉપરાંત ભાવનગર જિલ્લામાં જે જે પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ગણિતના શિ ાકની જગ્યાઓ વણપુરાયેલી છે ત્યાં ભરતી માટે સોમવારે સીદસર ખાતેના તાલીમ ભવન ખાતે કેમ્પ યોજાશે. આ ભરતી ઉરચ પ્રાથમિક શાળાઓ એટલે કે ધો.૬થી ધો.૮ માટે થવાની છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.ડી.વરૂએ માહિતી આપતા જણાવ્યું હતુ. ૧૧ જગ્યા ગણિતની ભરવામાં આવશે...
ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ મહુવામાં એક સાથે ૭૪ પ્રાથમિક શિક્ષકોની ભરતી થશે. આ ઉપરાંત જિલ્લામાં જયાં લાંબા સમયથી ગણિત વિષયની ૧૧ જગ્યાઓ ખાલી છે ત્યાં પણ જગ્યા ભરવા માટે તા.૩૦ જૂનને સોમવારે કાર્યવાહી કરવામાં આવશે.
2 comments:
HTAT ni bharti ma sinyority kai ganay? Jilla ni k taluka ni?? Plz reply..
6 to 8 std ma teacher nu mehkam kai rite ganva ma aave che?? English language na teacher nu imporance kevu? Language na total ketla teacher leva ma aave che????
Post a Comment