22 August 2014

કોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ, કેવી રીતે?


➣ વોટ્સ એપની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ એપ દ્વારા તમે સમગ્ર દુનિયામાં મફતમાં મેસજ, પીક્સ અને વીડિયો શેર કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ એપનો તમે કોમ્પ્યૂટરમાં પણ ઉપયોગ કરી શકો છો. બ્લેકબેરી, આઈફોન, એન્ડ્રોઈડ અને વિન્ડોઝ ફોન જેવા સ્માર્ટફોન પ્લેટફોર્મ પર વોટ્સએપ ઉપ્લબ્ધ છે. પરંતુ ખરાબ વાત એ છે કે કોમ્પ્યૂટર માટે વોટ્સએપની એપ્લિકેશન ઉપ્લબ્ધ નથી. તેમ છતા આજે અમે તમને જણાવીશુ કે કોમ્પ્યૂટર ઉપર પણ કેવી રીતે વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. કોમ્પ્યૂટરમાં વોટ્સએપનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો...

❤ પ્રથમ પદ્ધતિ ❤

1. BlueStack.com થી BlueStack ડાઉન લોડ કરો

2. BlueStackને ઈનસ્ટોલ કરો

3. ઈનસ્ટોલ કર્યા પછી તેને ડેસ્કટોપ આઈકોન પર ક્લિક કરો, તેનુ મુખ્ય ઈંટરફેસ તમારી સામે ખુલી જશે.

4. તમને 25 અલગ-અલગ એપ્લિકેશનની પેનલ દેખાશે, જેમા ં ઉપર ડાબી બાજુ My Appsનું ટેબ હશે. તેના પર ક્લિક કરો.

5. તેના પર ક્લિક કરવાથી તમને ડિફોલ્ટ એપ્સ દેખાશ

6. App Search પર ક્લિક કરો અને સર્ચબોક્સમાં તમને whatsapp ટાઈપ કરીને સર્ચ કરો, પછી તેને ઈનસ્ટોલ કરી દો

7. ઈનસ્ટોલ થયા પછી My Appsના કોલમમાં Whatsappનો ઓપ્શન દેખાશે

8 Whatsappના ઓપ્શન પર ક્લિક કરો, જરૂરી માહિતી આપો અને Whatsappનો ઉપયોગ કરવા માટે તૈયાર થઈ જાઓ. અહી જરૂરી માહિતી માટે તમારો કોઈ પણ ફોન નંબર આપી શકો છો, તેથી તે મોબાઈલ ઉપર પણ તમે Whatsappનો ઉપયોગ કરી શકો છો. કોમ્પ્યૂટરનો ઓથેન્ટિંક કોડ પણ તમને એ મોબાઈલ ઉપર જ મોકલવામાં આવશે. આ કોડને મેન્યુઅલી તમારે નાખવો પડશ.ે.

❤ બીજી પદ્ધતિ ❤

➣ બીજી પદ્ધતિ છે Wassapp.
આ Whatsappની અનઔપચારિક ક્લાયન્ટ છે. જો તમારુ કોમ્પ્યુટર સ્લો હોય તો Wassapp દ્વારા Whatsapp ડાઉનલોડ કરી શકાય છે.

1. કોમ્પ્યૂટરમાં Wassapp ઈન્સ્ટોલકરો. 11 એમબીની ફાઈલ છે એટલે બહુ ઓછો સમય લાગશ

2. ઈનસ્ટોલ કર્યા પછી તેને સ્ટાર્ટ કરવા માટે બે ઓપ્શન આપવામાં આવ્યા હશે. એક નવુ Whatsapp અકાઉન્ટ બનાવુ

3. જો તમે તમારુ જુનુ Whatsapp એકાઉન્ટ પણ ઉપયોગ કરવા માગતા હોવ તો બસ તમારી કન્ટ્રીનો ઓપ્શન પસંદ કરો. ત્યાર પછી તમારો પાસવર્ડ અને મોબાઈલ નંબર આપો. તમારા ફોનનો IMEIનંબરને પાસવર્ડ તરીકે વાપરી શકો છો.

4. જો તમે તમારા કોમ્પ્યૂટર પર નવુંWhatsapp એકાઉન્ટ બનાવા માગતા હોવ તો રજિસ્ટર પર ક્લિક કરો

5. જરૂરી માહિતી ભરો

6. તમે લોગઈન કોડ કે એસએમએસ ફોન પર ઈચ્છતા હોવ તો તેની માહિતી આપો

7. ઓટો જનરેટેડ પાસવર્ડ તમને મોકલવામાં આવશે, તમારે દર વખતે તેનાથી જ લોગઈન કરવાનુ રહેશે.

Net knowledge ➣ ફોટો કોલેજ બનાવતી સુંદર એપ ➣ Photo Collage photo Editor




➣ આજે પોતાના ફોટો સોશિયલ સાઇટ પર મૂકવા લોકો વિવિધ ફોટો એડિટિંગ ટૂલનો ઉપયોગ કરતા હોય છે. જોકે, બધાં ટૂલનો ઉપયોગ મોબાઇલ ફોન પર કરી શકાતો નથી.લગભગ દરેક એપ.માં કોઈને કોઈ ખામી લાગતી હોય છે. આથી તાજેતરમાં ફોન પર ફોટો કોલેજ બનાવતી સુંદર એપ Photo Collage photo Editor અપડેટ થઈ છે.


➣ ફોટો કોલેજ એપ એ સરળ અને ઉપયોગી એપ છ,જેના દ્વારા વિવિધ ફોટાને ભેગા કરીને એકથી વધારે ફોટોફ્રેમ દ્વારા દર્શાવી શકાય છે. આ સિવાય વિવિધ ઇફેક્ટ્સ,તૈયાર ડિઝાઇન સાથેના ટેમ્પ્લેટ,બેક ગ્રાઉન્ડ વગેરેને પણ ઉપયોગમાં લઈ શકાય છે. ફોટો કોલેજ એ ક્રિએટિવ ટચ એપ ડેવલપર દ્વારા બનાવવામાં આવેલી એપ છે. ૧૩ જુલાઈ,૨૦૧૪ના રોજ આ એપને અપડેટ કરવામાં આવી છે. ૨૬,૯૮૮ લોકોએ આ એપને ૪.૧ જેવું રેટિંગ આપેલું છે. +૧૦૭૮૯ લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. આ એપ ફોન પર ૧૭ એમબી જેવી મેમરી સ્પેસ રોકે છે. આ એપનું કરન્ટ વર્ઝન ૧.૦.૬ છે. આ સિવાય ૨.૩થી ઉપરની એન્ડ્રોઇડ ફોન સિસ્ટમને આ એપ સપોર્ટ કરે છે. આ એપના ડેવલપરને એપમાં કોઈ પણ રીતની તકલીફ માટે play.garden.sapps@gmail.com ઈ-મેલ આઇડી પર ઈ-મેલ કરી શકાય છે.ઉપયોગ ફંક્શન ફોટો કોલેજ એટલે પોતાની યાદો સાથે સંકળાયેલા ફોટોને કલેક્ટ કરી સુંદર કલાત્મક રીતે ઇફેક્ટ આપીને ફોટોફ્રેમ કરી મૂકી શકાય છે. આ ફોટો એડિટરમાં ઘણી બધી એડવાન્સ ઇફેક્ટ આપવામાં આવી છે. ફોટો એડિટરમાં ૨, ૩, ૪,૫ ફોટો નંબરિંગ પ્રમાણે ફોટો સિલેક્ટ કરી શકાય છે. ફોટો એડિટર એપફોટો નંબર પ્રમાણે ઘણા બધા પ્રકારના ફોટોફ્રેમ સાથેના ફોટો કોલેજ બનાવી શકે છે. ફોટો સ્ટાઇલ બનાવવા ઉપરાંત ફોટોને મર્જ કરીને ફ્રેમ બનાવ્યા બાદ ફેસબુક, ટ્વિટર, ફ્લિકર વગેરે પર શેર કરી શકાય છે. ગ્રીડ કોલેજ જેવી વિવિધ ઇફેક્ટ પણ મૂકી શકાતી હોય છે.

13 August 2014

બનાસકાંઠા જીલ્લામાં CCCનાં બોગસસર્ટિફિકેટ ઝડપાયા...

➣  બનાસકાંઠા તા. 13 ઓગસ્ટ 2013 ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારા માટે સીસીસીનું સર્ટિફિકેટ ફરજીયાત હોઇ કેટલાક લુખ્ખા તત્વો તેનો ગેરલાભઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હોય તે કોઇ પહેલી ઘટના નથી. આજે બનાસકાંઠા જીલ્લામાં 67 શિક્ષકોનાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હતા. ઘટના સામે આવતા જિલ્લા પોલિટેકનિક કોલેજના આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ થતા શિક્ષણતંત્રમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારો મેળવવા માટે બોગસ સીસીસી પ્રમાણપત્રો કઢાવીને પોતાના વિભાગમાં જમા કરાવવાના કૌભાંડ અગાઉ પણ ઘણીવાર આચાર્યએ અને પોલીસ અને એલસીબી પોલીસે પણ કૌભાંડીઓને ઝડપેલા છે પણ છેવટે ભીનું સંકેલાઇ જાય છે. સીસીસીના બોગસ સર્ટિફિકેટ હાલ બજારમાં 4 થી 5હજારમાં મળે છે.ગુજરાત સરકારના હજારો કર્મચારીઓએ અત્યાર સુધીમાં સીસીસીના ડુપ્લિકેટ સર્ટિ.નો ઉપયોગ કરી ખોટા પ્રમાણપત્રના આધારે ખાતાકીય બઢતી મેળવી છે.

Primary school ma 'INTERNET' suvidha apva babat no paripatra...(Date:8/8/2014)

11 August 2014

હવે, પ્રાથમિક શાળાના ઠોઠ નિશાળિયાને નાપાસ કરવા વિચારણા...

➣ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાય તેવી શકયતા...

➣ ગુજરાત સરકારના પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં આજે તો ધો. ૧ થી ધો. ૮ સુધી કોઇ પણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવતા નથી, પરંતુ લાંબાગાળે આ યોજનાથી તદ્ન નબળાં વિદ્યાર્થીઓ ધો. ૮ સુધી તો કોઇ પણ પ્રયત્ન વગર ચડી જતા હોય અને આખરે તો આની આડઅસર માધ્યમિક શિક્ષણની ગુણવત્તા પર પડતી હોવાનો એક મત બહાર આવ્યો હોય હવે શિક્ષણ વિભાગ ધો. પ અને ૮માં તદ્ન નબળાં વિદ્યાર્થીને નાપાસ કરવાની છૂટ શિક્ષકને આપવા વિચાર કરતું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત સરકારમાં પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક બન્ને મળી ધો.૧ થી ૮માં એક પણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવતો નથી, આથી પ્રાથમિક શિક્ષણ ધો. પનો વિદ્યાર્થી ગુણાકાર કે ભાગાકાર પણ ન કરી જાણતો હોવાનો અને અંગ્રેજી તદ્ન ન જાણતો હોવાનું રાષ્ટ્રીયકક્ષાના અહેવાલમાં ખુલ્યું હતું.આથી રાજ્યસરકાર હવે પાસ-નાપાસની નીતિ અંગે ફરીથી મૂલ્યાંકન કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જે મુજબ ધો.પ અને ૮માં જે વિદ્યાર્થી અભ્યાસમાં તદ્ન નબળો હોય તેને વર્ગ શિક્ષક નાપાસ કરી શકે તેવી સત્તા આપવા વિચારણા કરતી હોવાનું શિક્ષણના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે, આ અંગે હજુ કોઇ આખરી નિર્ણય લેવાયો નથી. શિક્ષણ શાસ્ત્રીઓમાં આ મામલે બે ભાગ છે, જેમાં એક જૂથ માને છે કે તે તદ્ન ઠોઠ હોય તેને પાસ કરીને ચડાવવાથી શિક્ષણની ગુણવત્તા ઘટે છે.

09 August 2014

મહેસાણા જિલ્લાની પ્રા.શાળાઓમાં ધો.૬ના બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાશે...

➣ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓને હાઇટેક બનાવવાનો પ્રોજક્ટ હાથ ધર્યો... 

➣ સમયની સાથે હવે સરકારી શાળાઓ પણ આધુનિક થવા સજ્જ બની રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓને હાઇટેક બનાવવાનો પ્રોજક્ટ હાથ ધર્યો છે. પ્રાયોગિક ધોરણે રાજ્યની પ૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ એજ્યુકેશન શરૂ કરાશે. જેમાં મહેસાણા જિલ્લાની ૧૦૦ સ્કૂલોનો સમાવેશ કરાયો છે. જેને પગલે પસંદ કરાયેલી આ શાળાઓના ધો.૬ના બાળકોને શિક્ષણના પાઠ ઓનલાઇન ભણાવાશે. સારા મકાનો અને સુવિધાને પગલે શહેરી વિસ્તારમાં હાલ ખાનગી સ્કૂલોનું વર્ચસ્વ વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ શિક્ષણની આ સ્પર્ધામાં ટકી રહેવા અને બાળકોને સમયની સાથે સુવિધાયુક્ત શિક્ષણ આપવા શિક્ષણ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ એજ્યુકેશનનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.આ પ્રોજેક્ટમાં પ્રાથમિક તબક્કામાં જિલ્લામાં મહેસાણા, કડી, વિસનગર, વડનગર અને વિજાપુર તાલુકાની ૧૦૦ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. હાલ ધો.૬માં આ પ્રોજેક્ટની અમલવારી કરાશે. જે બાદ ધો.૭ અને ધો.૮ને પણ સમાવાશે એવું શિક્ષણ કચેરી સુત્રોએ જણાવ્યું હતું.


➣ પ્રારંભે અંગ્રેજી વિષય ભણાવાશે...

વર્ચ્યુઅલ એજ્યુકેશનમાં પ્રારંભિક તબક્કે ધો.૬માં અંગ્રેજી વિષયનું શિક્ષણ અપાશે. જે બાદ ગણિત, વિજ્ઞાન સહિ‌તના વિષયોનું ઓનલાઇન શિક્ષણ કાર્ય થશે એવું જિલ્લા શિક્ષણ કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.

➣ નવું શું હશે?

વર્ગખંડમાં ડસ્ટર ચોકને બદલે સ્ક્રીન પર શિક્ષણ અપાશે જે તે વિષયના તજજ્ઞો દ્વારા શિક્ષણના પાઠ ભણાવાશે ઓનલાઇન પ્રસારણથી દરેક સ્કૂલમાં એક સરખું શિક્ષણ અપાશે ઓડિયો, વિડીયોને લીધે બાળકોની અભ્યાસમાં રૂચી જાગશે ૧પમી ઓગસ્ટથી પ્રારંભ જિલ્લા સહિ‌ત રાજ્યમાં વર્ચ્યુઅલ એજ્યુકેશન માટે કોમ્પ્યુટર સહિ‌તની સુવિધા ધરાવતી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓમાં આગામી ૧પમી ઓગસ્ટ બાદ અમલવારી થવાની સંભાવના શિક્ષણ સુત્રોએ વ્યક્ત કરી હતી.

મહેસાણા જિ. માં પ્રા. શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્યો) ની ભરતી કેમ્પ હવે આગામી ૧૩મી ઓગસ્ટે યોજાશે...

➣ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેવટે છ મહિના બાદ આચાર્યો મુકાશે. સીધી ભરતી અને બઢતીથી મુખ્ય શિ ાક તરીકે ૧૪૭ ઉમેદવારોની નિમણુંક અને સ્થળ પસંદગી માટે ગત ફેબ્રુઆરી માસમાં સ્થગિત કરાયેલ ભરતી કેમ્પ હવે આગામી ૧૩મી ઓગસ્ટે યોજાશે. જિલ્લામાં મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી પાસ કરનાર ૬૨ ઉમેદવારની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે સીધી ભરતી પ્રક્રિયાથી તથા શાળાઓમાં ફરજ બજાવતાં ૮૫ શિ ાકોને બઢતીથી મળી કુલ ૧૪૭ ઉમેદવારોને મુખ્ય શિ ાક તરીકે નિમણુંક આપવા અને શાળા સ્થળ પસંદગી માટે ગત ૨૦મી ફેબ્રુઆરીએ મહેસાણા ખાતે ભરતી કેમ્પનું આયોજન કરાયું હતું. જોકે રાજયના નાયબ શિ ાણ નિયામક દ્વારા મુખ્ય શિ ાક તરીકે નિમણુંક આપવાની કાર્યવાહી નહીં કરવાનો પૂર્વ સંઘ્યાએ આદેશ કરાતાં છેવટે કેમ્પ સ્થગિત કરાયો હતો. જેને પગલે કેમ્પમાં આવેલા ઉમેદવારોને પણ નિરાશ થઇને પરત ફરવું પડયું હતું. જોકે ફરીથી આ ભરતી પ્રક્રિયા માટે શિ ાણ કચેરીએ કાર્યવાહી હાથ ધરી છે અને આગામી ૧૩મીએ અહીંના સાર્વજનિક સંકુલ સ્થિત કમળાબા હોલ ખાતે આચાર્ય ભરતી કેમ્પ યોજાનાર છે.

➣ કેમ અટવાઇ હતી કાર્યવાહી?

રાજયમાં સીધી ભરતી, બઢતી મામલે હાઇકોટર્ મેટરના પગલે શિ ાણતંત્ર દ્વારા આ નિમણુંક પ્રક્રિયા અટકાવી હતી. જેને પગલે શિ ાણ નિયામકમાંથી ઇમેઇલ મારફતે શિ ાણાધિકારી કચેરીને જાણ કરાતાં કેમ્પ પ્રક્રિયા મુલત્વી રખાઇ હતી.