➣ બનાસકાંઠા તા. 13 ઓગસ્ટ 2013 ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારા માટે સીસીસીનું સર્ટિફિકેટ ફરજીયાત હોઇ કેટલાક લુખ્ખા તત્વો તેનો ગેરલાભઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હોય તે કોઇ પહેલી ઘટના નથી. આજે બનાસકાંઠા જીલ્લામાં 67 શિક્ષકોનાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હતા. ઘટના સામે આવતા જિલ્લા પોલિટેકનિક કોલેજના આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ થતા શિક્ષણતંત્રમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારો મેળવવા માટે બોગસ સીસીસી પ્રમાણપત્રો કઢાવીને પોતાના વિભાગમાં જમા કરાવવાના કૌભાંડ અગાઉ પણ ઘણીવાર આચાર્યએ અને પોલીસ અને એલસીબી પોલીસે પણ કૌભાંડીઓને ઝડપેલા છે પણ છેવટે ભીનું સંકેલાઇ જાય છે. સીસીસીના બોગસ સર્ટિફિકેટ હાલ બજારમાં 4 થી 5હજારમાં મળે છે.ગુજરાત સરકારના હજારો કર્મચારીઓએ અત્યાર સુધીમાં સીસીસીના ડુપ્લિકેટ સર્ટિ.નો ઉપયોગ કરી ખોટા પ્રમાણપત્રના આધારે ખાતાકીય બઢતી મેળવી છે.
No comments:
Post a Comment