➣ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાય તેવી શકયતા...
➣ ગુજરાત સરકારના પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં આજે તો ધો. ૧ થી ધો. ૮ સુધી કોઇ પણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવતા નથી, પરંતુ લાંબાગાળે આ યોજનાથી તદ્ન નબળાં વિદ્યાર્થીઓ ધો. ૮ સુધી તો કોઇ પણ પ્રયત્ન વગર ચડી જતા હોય અને આખરે તો આની આડઅસર માધ્યમિક શિક્ષણની ગુણવત્તા પર પડતી હોવાનો એક મત બહાર આવ્યો હોય હવે શિક્ષણ વિભાગ ધો. પ અને ૮માં તદ્ન નબળાં વિદ્યાર્થીને નાપાસ કરવાની છૂટ શિક્ષકને આપવા વિચાર કરતું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત સરકારમાં પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક બન્ને મળી ધો.૧ થી ૮માં એક પણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવતો નથી, આથી પ્રાથમિક શિક્ષણ ધો. પનો વિદ્યાર્થી ગુણાકાર કે ભાગાકાર પણ ન કરી જાણતો હોવાનો અને અંગ્રેજી તદ્ન ન જાણતો હોવાનું રાષ્ટ્રીયકક્ષાના અહેવાલમાં ખુલ્યું હતું.આથી રાજ્યસરકાર હવે પાસ-નાપાસની નીતિ અંગે ફરીથી મૂલ્યાંકન કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જે મુજબ ધો.પ અને ૮માં જે વિદ્યાર્થી અભ્યાસમાં તદ્ન નબળો હોય તેને વર્ગ શિક્ષક નાપાસ કરી શકે તેવી સત્તા આપવા વિચારણા કરતી હોવાનું શિક્ષણના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે, આ અંગે હજુ કોઇ આખરી નિર્ણય લેવાયો નથી. શિક્ષણ શાસ્ત્રીઓમાં આ મામલે બે ભાગ છે, જેમાં એક જૂથ માને છે કે તે તદ્ન ઠોઠ હોય તેને પાસ કરીને ચડાવવાથી શિક્ષણની ગુણવત્તા ઘટે છે.
No comments:
Post a Comment