09 August 2014

મહેસાણા જિ. માં પ્રા. શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્યો) ની ભરતી કેમ્પ હવે આગામી ૧૩મી ઓગસ્ટે યોજાશે...

➣ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેવટે છ મહિના બાદ આચાર્યો મુકાશે. સીધી ભરતી અને બઢતીથી મુખ્ય શિ ાક તરીકે ૧૪૭ ઉમેદવારોની નિમણુંક અને સ્થળ પસંદગી માટે ગત ફેબ્રુઆરી માસમાં સ્થગિત કરાયેલ ભરતી કેમ્પ હવે આગામી ૧૩મી ઓગસ્ટે યોજાશે. જિલ્લામાં મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી પાસ કરનાર ૬૨ ઉમેદવારની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે સીધી ભરતી પ્રક્રિયાથી તથા શાળાઓમાં ફરજ બજાવતાં ૮૫ શિ ાકોને બઢતીથી મળી કુલ ૧૪૭ ઉમેદવારોને મુખ્ય શિ ાક તરીકે નિમણુંક આપવા અને શાળા સ્થળ પસંદગી માટે ગત ૨૦મી ફેબ્રુઆરીએ મહેસાણા ખાતે ભરતી કેમ્પનું આયોજન કરાયું હતું. જોકે રાજયના નાયબ શિ ાણ નિયામક દ્વારા મુખ્ય શિ ાક તરીકે નિમણુંક આપવાની કાર્યવાહી નહીં કરવાનો પૂર્વ સંઘ્યાએ આદેશ કરાતાં છેવટે કેમ્પ સ્થગિત કરાયો હતો. જેને પગલે કેમ્પમાં આવેલા ઉમેદવારોને પણ નિરાશ થઇને પરત ફરવું પડયું હતું. જોકે ફરીથી આ ભરતી પ્રક્રિયા માટે શિ ાણ કચેરીએ કાર્યવાહી હાથ ધરી છે અને આગામી ૧૩મીએ અહીંના સાર્વજનિક સંકુલ સ્થિત કમળાબા હોલ ખાતે આચાર્ય ભરતી કેમ્પ યોજાનાર છે.

➣ કેમ અટવાઇ હતી કાર્યવાહી?

રાજયમાં સીધી ભરતી, બઢતી મામલે હાઇકોટર્ મેટરના પગલે શિ ાણતંત્ર દ્વારા આ નિમણુંક પ્રક્રિયા અટકાવી હતી. જેને પગલે શિ ાણ નિયામકમાંથી ઇમેઇલ મારફતે શિ ાણાધિકારી કચેરીને જાણ કરાતાં કેમ્પ પ્રક્રિયા મુલત્વી રખાઇ હતી.

No comments: