17 January 2013

♥ગ્રાફ સર્ચ:: ફેસબુકનું નવું સર્ચ એન્જિન લોન્ચ♥ જાણો તેમાં નવુ શું છે???

>>ફેસબુકે પોતાનું નવું સર્ચ એન્જિન 'ગ્રાફ એન્જિન' લોન્ચ કર્યું છે.ફેસબુકનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગે મેનલો પાર્ક હેડક્વાટર્સમાં તેનું લોન્ચિંગ કર્યું. જો કે કંપનીએ કહ્યું છે કે આ સર્ચ એન્જિન ગૂગલ જેવું નથી. અમે આ કામમાં અમારા એક અબજ યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલી સામગ્રીઓની મદદ લઇશું. અમે તેમનાં 240 અબજ ફોટોગ્રાફ્સ અને એક લાખ કરોડ જેટલી માહિતીઓને પણ મૂકીશું.

>>આ સર્ચ એન્જિનનો હેતુ યુઝર્સ ફેસબુક પર મોટા પ્રમાણમાં રહેલી માહિતીને સારી રીતે નેવિગેટ કરી શકે તે છે, જે ગૂગલ જેવા સર્ચ એન્જિન પર ઉપલબ્ધ નથી.
ફેસબુકે કહ્યું છે કે આ નવી પહેલનો હેતુ વેબ સર્ચનો નથી, પણ તેનાં પોતાનાં નેટવર્ક અને ફ્રેન્ડ્સનાં કન્ટેન્ટમાં રેહલી ચોક્કસ માહિતીને શોધવાનો છે. લોકોને વધુ કનેક્શન મળી રહે તે ફેસબુકનો મૂળ હેતુ પણ આ પહેલમાં સચવાશે.

>>અત્યાર સુધી લોકો ફેસબુક પર ફક્ત પોતાનાં મિત્રોનાં નામ, પેજ, ગ્રુપ જ શોધી શકતા હતા.

No comments: