25 January 2013

☀ ૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત લંબાવાઈ ☀

☀ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સરકારી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી હતી.ગુજરાત સરકારના કર્મચારીઓ માટેનો ૨૦૦૮થી ૨૦૧૧નો ચાર વર્ષનો લીવ ટ્રાવેલ કન્સેશન(એલટીસી)નો બ્લોક ડિસેમ્બર-૨૦૧૨માં પૂરો થતો હતો. રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં અનેક કર્મચારીઓની રજાઓ કેન્સલ થવાને કારણે તેઓ એલટીસીનો લાભ લેવાથી વંચિત રહી ગયા હોવાની રજુઆત ગુજરાત સચિવાલય ફેડરેશને સરકાર સમક્ષ કરીને એલટીસીના બ્લોકની સમય મર્યાદા વધારવા માગ કરી હતી.
☀ ફેડરેશનની માગને પગલે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારીઓના હિતમાં ખાસ કિસ્સામાં ૨૦૦૮-૨૦૧૧ના બ્લોકની મુદત વધારીને ૩૦ જુન,૨૦૧૩ કરવાના આદેશ જારી કર્યા છે.

No comments: