☀ ધો.૮ને પ્રાથમિક શાળામાં લઇ જતાં વર્ગ બંધ થવાથી શિક્ષકો ફાજલ થયા ફેબ્રુઆરી માસના પ્રારંભે શિક્ષકોને સ્થળ પસંદગી અપાશે
જિલ્લાની વિવિધ હાઇસ્કૂલોમાં ધો.૮ના વર્ગો બંધથતાં ફાજલ થયેલા શિક્ષકોને વર્ગ વધારાથી અમલમાં આવેલી જગ્યાઓ પર સમાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
☀જિલ્લાની હાઇસ્કૂલોના આચાર્યો પાસેથી શિક્ષકો અંગેની માહિતી મંગાવાઇ છે. જેને આધારે આગામી ફેબ્રુઆરી માસના પ્રારંભે કેમ્પ કરી શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવશે.
☀ ફાજલ શિક્ષકોની સંખ્યાની સામે પુરતા પ્રમાણમાં વર્ગ વધારવાની દરખાસ્ત થઇ હોવાથી તેમજ ચાલુ શૈક્ષણિક સત્રના અંતે નિવૃત્ત થતા શિક્ષકોને પગલે ફાજલ શિક્ષકોનો હાઇસ્કૂલોમાં જ સમાવેશ થઇ જશે.
No comments:
Post a Comment