17 January 2013

☀♥રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટે તમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે.♥☀

☀રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટે તમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરી એક કોપી સ્થાનિક વડાને સુપ્રત કરવાની રહેશે. જેમાં જરૃર જણાએ સ્પેશ્યલ ટીમ દ્વારા શાળાનું ઇન્સપેક્શન હાથ ધરાશે જેમાં ખરાઇ ન હોય તો નોટીસ આપી ત્રણ-ચાર માસ જેટલો સમય આપી ખામીઓ દુર કરવાની પૂરતી તકો આપી અને છતા પણ જો ખામીઓ દુર નહી થાય તો કડક કાર્યવાહી કરવા અંગેના પગલા ભરવામાં આવશે.

☀ હાલના સમયમાં પણ ઘણી પ્રા.શાળાઓમાં એક્ટના નિયમોનું ઉલંઘન થઇ રહ્યું છે અને સંચાલકો, આચાર્યો પોતાના નિયમો પ્રમાણે વર્તાઇ રહ્યાં છે ત્યારે એક્ટના અમલીકરણ માટે વિશેષ તપાસ અને ફરજીયાત ફોર્મ ભરવા અંગેનું શિક્ષણના હિતમાં આયોજન કરાયું છે. જે અંગેના પરિપત્રો ગાંધીનગરથી તમામ જિલ્લાઓના વડાને મોકલી અપાયા છે.

No comments: