25 January 2013

☀♥☀ નોકરી કરનાર લોકો માટે આધારકાર્ડ જરૂરી....☀♥☀

>> નોકરી કરનાર લોકો માટે હવે આધાર કાર્ડ બનાવવુ જરૂરી છે. કારણ કે ઇપીએફઓ એટલે કે, એનપ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, ઇપીએફ સ્કીમનો લાભ ઉઠાવવા માટે આધાર નંબર આપવો જરૂરી થશે.

>> દેશના આશરે 5 કરોડ લોકોના ઇપીએફઓમાં એકાઉન્ટ છે. સંસ્થાનું કહેવું છે કે, આ બધા સભ્યોને 30 જાન્યુઆરી સુધી તેમના આધારકાર્ડ આપવા પડશે. 1 માર્ચ કે તે પછી નોકરી શરૂ કરનાર લોકોને કે.વાય.સી માટે આધારનંબર આપવો જરૂરી છે. પરંતુ જે લોકો પાસે આધાર નંબર નહીં હોય તેમને એમ્પલોયર તરફથી એક એનરોલ્મેન્ટ આઈડી જારી કરી શકે છે,જેમને પછીથી આધાર નંબર બદલવામાં આવશે.
ઇપીએફઓને પોતાની સર્વિસ સુધારવા માટે આધાર નંબર જરૂરી કર્યો છે. ઇપીએફઓ એક કેન્દ્રીય ડેટાબેઝ પર પણ કામ કરે છે જેમાં એ કોશિશ કરવામાં આવે છે કે, બધા લોકોને એક યુનિક એકાઉન્ટ નંબર આપવામાં આવશે. જેથી ­ નોકરી બદલવા માટે પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી મુકિત મળી શકશે.

No comments: