કેબિનેટે મોંઘવારી ભથ્થું (DA) ૯૦ ટકાથી વધારી ૧૦૦ ટકા કર્યું...
૫૦ લાખ કર્મચારીઓ, ૩૦ લાખ પેન્શનરોને લાભ થશે.
કેબિનેટે મોંઘવારી ભથ્થું (DA) ૯૦ ટકાથી વધારી ૧૦૦ ટકા કર્યું...
૫૦ લાખ કર્મચારીઓ, ૩૦ લાખ પેન્શનરોને લાભ થશે.
➣ રાજ્યમાં બે દિવસ ચાલનારા આ ગુણોત્સવમાં જિલ્લા બહારના કે અન્ય વિભાગના અધિકારીઓને બદલે સ્થાનિક બીઆરસી, સીઆરસી અને શિક્ષણના અધિકારીઓ જ શાળાઓની મુલાકાત લઇ બાળકો અને શાળાઓનું મૂલ્યાંકન કરશે. વર્ષ ૨૦૦૯થી શરૂ કરાયેલા ગુણોત્સવના અત્યાર સુધી ચાર તબક્કા યોજાયા છે. જેમાં ગત વર્ષે યોજાયેલ ગુણોત્સવમાં શાળાઓ દ્વારા સ્વ મૂલ્યાંકન કરાયું હતું. જે બાદ આગામી માર્ચ મહિને બાહ્ય મૂલ્યાંકન કરાશે. ૬ઠ્ઠી અને ૭મી માર્ચ દરમિયાન યોજાનારા આ મૂલ્યાંકનમાં જિલ્લાની કુલ પ્રાથમિક શાળાઓમાં પૈકી ૨૦ ટકા શાળાઓનું મૂલ્યાંકન કરાશે. જેમાં ધો.૨થીપના બાળકોનું વાંચન, ગણન અને લેખનની કસોટી લેવાશે. જ્યારે ધો.૬થી૮ના વિદ્યાર્થીઓની તમામ વિષયોને સાંકળી લેતી ૮૦ ગુણની હેતુલક્ષી પ્રકારની કસોટી લેવાશે.
➣ ગુણોત્સવમાં આ વખતે નવું શંુ?
ગત વખતના સ્વમૂલ્યાંકનને સ્થાને આ વખતે બાહ્ય મૂલ્યાંકન કરાશે
ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૬થી૮ના વિદ્યાર્થીઓની ૮૦ ગુણની કસોટી લેવાશે. જેમાં ગુજરાતી વિષયના ૧૬, હિન્દીના ૮, અંગ્રેજીના ૧૨, ગણિતના ૧૬, સંસ્કૃતના ૪, સામાજિક વિજ્ઞાનના ૧૨ અને વિજ્ઞાન ટેકનોલોજીના ૧૨ ગુણના સવાલો પુછાશે.
➣ ગુણોત્સવમાં શું ધ્યાને લેવાશે?
વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધીઓ શાળાની સહ અભ્યાસની પ્રવૃત્તિઓ સંશાધનોનો ઉપયોગ અને લોક ભાગીદારીનું મૂલ્યાંકન થશે.
FACEBOOK & WHATS APP એક થવાથી યુઝરને આ ફાયદા થઈ શકે છે...
➣ સ્ટેટસ અપડેટ : એફબી પર વોટ્સ એપથી સ્ટેટસ અપડેટ.
➣ શેઅરિંગ : ફોટો/વીડિયોને શેર કરવા માટે લોગ ઇન કરવું પડશે નહીં. એપની મદદથી ફેસબુક પર કન્ટેન્ટ અપલોડ કરી શકાશે.
➣ ઓફલાઇન મેસેજ: વોટ્સ એપ યુઝર્સ જે ફેસબુક પર નથી, તે પણ કોઇ પણ ફેસબુક યુઝરને ઓફ લાઇન મેસેજ મોકલી શકશે.
➣ ઓનલાઇન ચેટ: લોગ ઇન કર્યા વગર ઓનલાઇન ચેટનું ઓપ્શન મળશે. તેનાથી યુઝર્સ માત્ર તે ફેસબુક યુઝર સાથે ચેટ કરી શકશે જેમની સાથે તે વાત કરવા માગે છે.
➣ એક એપ, બે કામ: મોબાઇલ પર એક જ સમયે ફેસબુક અને વોટ્સ એપ બંનેનો ઉપયોગ કરી શકાશે. અત્યારે એક સમયે એક જ ઉપયોગ થાય છે.
➣ બેરોજગારોને અન્યાય રોકવા માંગ તા.૨૩ ફેબ્રુઆરીને રવિવારે પંચાયત તલાટી મંત્રી અને સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા એક જ દિવસે કસોટી લેવામાં આવશે જેમાં મોટા ભાગના બેરોજગારોએ આ બન્ને પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે હવે એક જ દિવસે આ કસોટી હોય બે પૈકી એક જ પરીક્ષા આપી શકે અને આ રીતે અન્યાય થતો હોય ભાવનગર એનએસયુઆઇએ આજે ડીડીઓને તલાટી-મંત્રીની પરીક્ષાની તારીખ બદલવા રજૂઆત કરી હતી. સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા અમદાવાદ ખાતે એમટીએસની ભરતી માટે લેવાનારી પરીક્ષાની તારીખ તો છેક નવેમ્બર-૨૦૧૩માં નક્કી થઇ ગઇ હતી. બાદમાં તલાટી મંત્રીની પરીક્ષાની જાહેરાત થઇ છે. આ સંજોગોમાં હજારો બેરોજગાર યુવાનોને એક પરીક્ષા ગુમાવવી પડે તેવી સ્થિતિ છે જે અન્યાયકર્તા હોય આજે એનએસયુઆઇના હોદ્દેદારોને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી યુવાનોને રોજગારીની તક મળી રહે તે હેતુથી તલાટીની કસોટીની તારીખ બદલવા રજૂઆત કરી યુવાનોને રાહત આપવા માંગ કરી હતી. આવી જ રજૂઆત જિલ્લા પંચાયતના સભ્ય દિગ્વીજયસિંહ ગોહિલે પણ કરી યુવાનોને રાહત થાય એવું આયોજન ઘડવા માંગ કરી છે.
રાજ્યભરમાં તલાટીની ભરતી માટે જિલ્લાઓ પ્રમાણે તૈયાર થતા મેરિટ લિસ્ટની જગ્યાએ આખા રાજ્યનું એક જ મેરિટ લિસ્ટ હોવું જોઈએ એવી માગ કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ જેના પગલે કોર્ટે રાજ્યની ૨૬ જિલ્લા પંચાયતોને નોટિસ પાઠવી ખુલાસો કરવા આદેશ કર્યો છે.હ ભૌતિક ભટ્ટ અને અન્યોએ કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની કુલ ચાર હજાર જેટલી પોસ્ટની ભરતી માટે રાજ્યનું મેરિટ લિસ્ટ બનાવવાની જગ્યાએ જિલ્લા પ્રમાણે મેરિટ લિસ્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. આના કારણે મેરિટ લિસ્ટમાં જિલ્લા વાઈઝ કોમ્પિટિશન થશે જે યોગ્ય નથી. આ કેસની વધુ સુનાવણી ૨૮ ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
➣ રાજ્યની માધ્યમિક અને ઉ.માધ્યમિક સ્કૂલોમાં ૧૯૯૮ પછી ફાજલ પડતા શિક્ષકોને છૂટા ન કરવા રાજ્યના શિક્ષણ વિભાગે સમયમર્યાદાવાળો પરિપત્ર કર્યો હોવાનું ઉ. માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું.
શિક્ષણક્ષેત્ર માટે બજેટ પરપોટા જેવું....
-એજ્યુકેશન લોન માટે વ્યાજમાં છૂટ, પણ ડિફેન્સ જેવી વધારાની જોગવાઈ જેવું શિક્ષણ ક્ષેત્ર માટે કેમ નહીં?:નિષ્ણાતો
-બજેટ ચીલાચાલુ અને ચૂંટણીલક્ષી હોવાનું નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો. એજ્યુકેશન લોન લઇને અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને વ્યાજમાં છૂટ આપી, પરંતુ અન્ય વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવી સરકારે કોઇ જોગવાઇ કરી નથી,. જેથી શિક્ષણ જગત માટે આ બજેટ પાણીના પરપોટા જેવું જ સાબિત થશે. સૌપ્રથમ વિદ્યાર્થીઓને બેંકમાંથી સરળતાથી એજ્યુકેશન લોન મળી રહે તે માટે સરકારે જોગવાઇ કરવાની જરૂર હોવાનો મત નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો હતો. લોન લઇને અભ્યાસ કરનારાં વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓને, ફાયદો થાય તે માટે શિક્ષણ ક્ષેત્રમાં વધુ બજેટ ફાળવવા, નવી રોજગારી ઊભીઇ કરવા તેમજ નવી યુનિવર્સિટી સ્થાપવા માટેની જોગવાઇ કરવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું.
Type Gujarati Online/Offline Apps...
DOWNLOAD APK FILE
➣ Gujarati Editor ( Online and Offline) is a helpful tool to write in Gujarati and update your status, prepare notes in Gujarati.
➣ The good thing is it uses your english keyboard and automatically converts your
english to gujarati. In a way its Gujarati Keyboard in your
English Keyboard.
➣ The words are converted to Gujarati after hitting space.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં આચાર્ય ((HTAT))ની ભરતી કરવાની કવાયત હાથ ધરાઇ છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરીએ કેમ્પ યોજાનાર છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કઇ કઇ શાળાઓમાં આ જગ્યા ભરવાની છે તે જાહેર નહીં કરાતાં પડદા પાછળ કંઇક રંધાઇ રહ્યાની આશંકા શિક્ષણ આલમમાં વ્યક્ત થઇ રહી છે. સપ્ટેમ્બર, ૨૦૧૨માં પ્રાથમિક શાળાના આચાર્ય ((એચટાટ))ની જગ્યા ભરવા માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં બહુચરાજી તાલુકાની ૧૩ શાળાઓમાં એકપણ ઉમેદવાર નહીં મળતાં ભરતી થઇ શકી ન હતી. જ્યારે ૨૦મી ફેબ્રુઆરીએ ફરી એકવાર ભરતી યોજાનાર છે. જેમાં મોટી શાળાઓની જગ્યાએ ઓછી સંખ્યાવાળી શાળાઓનો સમાવેશ કરાયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જો એમ થાય તો ખરેખર એચટાટ આચાર્યની જરૂરિયાત મોટી શાળાઓને હોય છે તેને અન્યાય થઇ શકે છે. આથી સરકારે ગત વખતની ખાલી જગ્યાઓ તેમજ નવી મંજૂર થયેલી તમામ જગ્યાઓ પર ભરતી કરવી જોઇએ તેવો શિક્ષકોનો મત છે. સૂત્રો તો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, જૂની જગ્યાઓ નહીં દર્શાવીને તેના પર પૈસાના જોરે ભરતી કરવામાં આવી શકે છે.
માં-બાપ તરફથી પોતાના સંતાનોને એક વિંનતી...!!!
➣ સરકાર શિક્ષણ સુધારની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ શિક્ષણ તંત્ર ધુપ્પલ ચલાવી રહ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગની આળશ કહો કે લાપરવાહી, પરંતુ હજુ સુધી પ્રા.શાળાના મુખ્ય શિક્ષકોનો હજુ સુધી જોબ ચાર્ટ’ જાહેર કર્યો નથી. જેને પગલે આજે રાજ્યની પ હજાર પ્રા.શાળાઓમાં મુખ્ય શિક્ષકો શું કામગીરી કરવી? એની દ્વિધા વચ્ચે ફરજ બજાવી બજાવી રહ્યા છે.
➣ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને વહીવટી કામની સરળતા થાય એ માટે શાળાઓમાં આચાર્યો માટે મુખ્ય શિક્ષક’ અલગથી જગ્યા ઉભી કરી ભરતી કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૨માં રાજ્યમાં સીધી ભરતીથી ૨પ૦૦ અને બઢતીથી ૨પ૦૦ મળીપ હજાર જેટલા મુખ્ય શિક્ષકોની ભરતી કરાઇ હતી. આ મુખ્ય શિક્ષકો છેલ્લા દોઢ વર્ષથી ફરજ તો બજાવી રહ્યા છે. પરંતુ એમને કેવા પ્રકારની કામગીરી કરવાની? ફરજના નિયમો, બદલીના નિયમો સહિત બાબતો અંગે શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઇ જોયપાયો નથી. જેને પગલે ભારે અસંમજસ વચ્ચે મુખ્ય શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ સ્થિતિમાં ફરજને એક વર્ષ પુર્ણ થયું હોવા છતાં એમને નિયમિતના હુકમો પણ અપાયા નથી. જેને લઇને શિક્ષણ જગતમાં આ મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે.
9-18-27 ના સિલેક્શન ગ્રેડનો મુદ્દો : મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ૧૦ ટકા વ્યાજ સાથે રકમ ચુકવાશે...
➣ મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને સિલેકશન ગ્રેડના મુદ્દે અન્યાય થતાં હાઇકોર્ટમાં કરાયેલી અરજી સંદર્ભે કેસ ચાલી જતાં શિક્ષકોની તરફે ચુકાદો આવ્યો છે.
➣ અન્યાય થયેલા શિક્ષકોને ૧૦ ટકા વ્યાજ સાથે તફાવતની રકમ ચુકવી આપવા કોર્ટે આદેશ કરતાં શિક્ષણ કચેરી હરકતમાં આવી છે.
➣ અહીં નોંધનિય છે કે, ૨૦ શિક્ષકોને આ કેસ અંતર્ગત ૨૬.૬૨ લાખની રકમ ચુકવાશે. જિલ્લા શિક્ષણ સમિત સંચાિલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૨૦ જેટલા શિક્ષકોને સિલેકશન ગ્રેડમાં અન્યાય થતાં તેઓ ન્યાય માટે કોર્ટમાં ગયા હતા. શિક્ષણ કચેરીને કરાયેલી રજુઆત બાદ પણ તેઓની સમસ્યા ના ઉકેલાતાં આ શિક્ષકોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે તાજેતરમાં ચાલી જતાં શિક્ષકોની તરફેણમાં ચુકાદો આવ્યો છે.
➣ ૯-૧૮-૨૭ના ગ્રેડમાં આ શિક્ષકોને અન્યાય થતાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ અટવાયો હતો. જેમાં કોર્ટે ચુકાદો આપતાં આ શિક્ષકોને મળવાપાત્ર રકમ ૧૦ ટકા વ્યાજ સાથે સત્વરે ચુકવી આપવા આદેશ કર્યો છે. જેને પગલે જિલ્લા શિક્ષણ સમિતિ એકદમ હરકતમાં આવી છે. કોર્ટનો ઠપકો સાંભળવાનો ફરી વારો ના આવે એ માટે સત્વરે આ રકમ શિક્ષકોને ચુકવી દેવામાં આવે એ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
માનવ કમ્પ્યૂટર શકુંતલાદેવી
વોટર આઇ કાર્ડનો નંબર એસ.એમ.એસ.થી મોકલીને પણ મતદાર યાદીમાં નામની ચકાસણી કરી શકાશે...
➣ અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ નાગરિકોને મતદાર યાદીમાં નામની ચકાસણી કરી લેવા તેમજ ચૂંટણીપંચના સહભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ રાવે પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી જિલ્લાની મતદાર યાદીમાં નામના સચોટ સમાવેશની ખાતરી વેબસાઇટ http://ceo.gujarat.gov.in/ પર મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકે છે તેમ જણાવ્યું હતું.
➣ જ્યારે મો.નં.૯૨૨૭પ-૦૦૯પ૮ ને આપના EPIC ID CARD NO.નો નંબર એસ.એમ.એસ.થી મોકલીને પણ ચકાસણી કરી શકાય છે.
➣ મતદાર સુવિધા કેન્દ્રોની મદદથી અથવા ગ્રામ પંચાયતોના ઇ-ગ્રામ કેન્દ્રોનો સંપર્ક કરીને પણ નામ ચકાસણી કરી શકાશે.