માં-બાપ તરફથી પોતાના સંતાનોને એક વિંનતી...!!!
➪ જ્યારે અમે ઘરડાં થઇ જઇએત્યારે શાંતિ રાખજો અને અમને સમજવાની કોશિશ કરજો...!!!
➪ જ્યારે અમે કોઇ વાત ભૂલીજઇએ ત્યારે શાંતિ રાખજો,અમારા પર ગુસ્સો ન કરતાં અને તમારું નાનપણ યાદ કરજો કે જ્યારે તમે કેટલું ભૂલતાં હતાં ને અમે બસ ખાલી પ્રેમ જ કરતાં હતાં...!!!
➪ અમે જ્યારે ઘરડાં થઇને ચાલી ન શકીએ તો અમારો સહારો બનજો અને તમે યાદ કરજો કે જ્યારે તમે પહેલી વાર ચ ચાલતાં થયાં ત્યારે તમારો હાથ કેવો પકડ્યો હતો....!!!
➪ જ્યારે અમે બીમાર થઇએ ત્યારે અમારા પર એ દીવસો યાદ કરીને પૈસા વાપરજો કે જ્યારે અમે તમારા સપનાં પૂરા કરવાં અમારા સપનાંનું બલીદાન આપતાં હતાં...!!!
No comments:
Post a Comment