રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં આચાર્ય ((HTAT))ની ભરતી કરવાની કવાયત હાથ ધરાઇ છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરીએ કેમ્પ યોજાનાર છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કઇ કઇ શાળાઓમાં આ જગ્યા ભરવાની છે તે જાહેર નહીં કરાતાં પડદા પાછળ કંઇક રંધાઇ રહ્યાની આશંકા શિક્ષણ આલમમાં વ્યક્ત થઇ રહી છે. સપ્ટેમ્બર, ૨૦૧૨માં પ્રાથમિક શાળાના આચાર્ય ((એચટાટ))ની જગ્યા ભરવા માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં બહુચરાજી તાલુકાની ૧૩ શાળાઓમાં એકપણ ઉમેદવાર નહીં મળતાં ભરતી થઇ શકી ન હતી. જ્યારે ૨૦મી ફેબ્રુઆરીએ ફરી એકવાર ભરતી યોજાનાર છે. જેમાં મોટી શાળાઓની જગ્યાએ ઓછી સંખ્યાવાળી શાળાઓનો સમાવેશ કરાયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જો એમ થાય તો ખરેખર એચટાટ આચાર્યની જરૂરિયાત મોટી શાળાઓને હોય છે તેને અન્યાય થઇ શકે છે. આથી સરકારે ગત વખતની ખાલી જગ્યાઓ તેમજ નવી મંજૂર થયેલી તમામ જગ્યાઓ પર ભરતી કરવી જોઇએ તેવો શિક્ષકોનો મત છે. સૂત્રો તો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, જૂની જગ્યાઓ નહીં દર્શાવીને તેના પર પૈસાના જોરે ભરતી કરવામાં આવી શકે છે.
16 February 2014
પ્રાથમિક શાળાના આચાર્યની ભરતીમાં યાદી જાહેર નહીં કરાતાં તર્ક-વિતર્ક...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment