21 February 2014

તલાટી સહિ‌તની ભરતી પ્રક્રિયાને પડકારાઈ...

રાજ્યભરમાં તલાટીની ભરતી માટે જિલ્લાઓ પ્રમાણે તૈયાર થતા મેરિટ લિસ્ટની જગ્યાએ આખા રાજ્યનું એક જ મેરિટ લિસ્ટ હોવું જોઈએ એવી માગ કરતી જાહેર હિ‌તની અરજી ગુજરાત હાઈકો‌ર્ટમાં કરાઈ જેના પગલે કો‌ર્ટે રાજ્યની ૨૬ જિલ્લા પંચાયતોને નોટિસ પાઠવી ખુલાસો કરવા આદેશ કર્યો છે.હ ભૌતિક ભટ્ટ અને અન્યોએ કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે,તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની કુલ ચાર હજાર જેટલી પોસ્ટની ભરતી માટે રાજ્યનું મેરિટ લિસ્ટ બનાવવાની જગ્યાએ જિલ્લા પ્રમાણે મેરિટ લિસ્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. આના કારણે મેરિટ લિસ્ટમાં જિલ્લા વાઈઝ કોમ્પિટિશન થશે જે યોગ્ય નથી. આ કેસની વધુ સુનાવણી ૨૮ ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

No comments: