13 February 2014

પ્રાથમિક શાળાઓમાં આચાર્યો (HTAT) જોબ ચાર્ટ વિના કામગીરી બજાવી રહ્યા છે...

➣ સરકાર શિક્ષણ સુધારની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ શિક્ષણ તંત્ર ધુપ્પલ ચલાવી રહ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગની આળશ કહો કે લાપરવાહી, પરંતુ હજુ સુધી પ્રા.શાળાના મુખ્ય શિક્ષકોનો હજુ સુધી જોબ ચાર્ટ’ જાહેર કર્યો નથી. જેને પગલે આજે રાજ્યની પ હજાર પ્રા.શાળાઓમાં મુખ્ય શિક્ષકો શું કામગીરી કરવી? એની દ્વિધા વચ્ચે ફરજ બજાવી બજાવી રહ્યા છે.


➣ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને વહીવટી કામની સરળતા થાય એ માટે શાળાઓમાં આચાર્યો માટે મુખ્ય શિક્ષક’ અલગથી જગ્યા ઉભી કરી ભરતી કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૨માં રાજ્યમાં સીધી ભરતીથી ૨પ૦૦ અને બઢતીથી ૨પ૦૦ મળીપ હજાર જેટલા મુખ્ય શિક્ષકોની ભરતી કરાઇ હતી. આ મુખ્ય શિક્ષકો છેલ્લા દોઢ વર્ષથી ફરજ તો બજાવી રહ્યા છે. પરંતુ એમને કેવા પ્રકારની કામગીરી કરવાની? ફરજના નિયમો, બદલીના નિયમો સહિત બાબતો અંગે શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઇ જોયપાયો નથી. જેને પગલે ભારે અસંમજસ વચ્ચે મુખ્ય શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ સ્થિતિમાં ફરજને એક વર્ષ પુર્ણ થયું હોવા છતાં એમને નિયમિતના હુકમો પણ અપાયા નથી. જેને લઇને શિક્ષણ જગતમાં આ મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે.

No comments: